Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલીવુડના 'ભાઇજાન' સલમાન ખાને દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા, જાણો કારણ

તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે આશા ભોંસલે અને અભિનેતા સુનીલ શેટ્ટીને પર્સનાલિટી રાઈટ્સ એક્ટ હેઠળ રાહત આપી હતી. ઋતિક રોશન તાજેતરમાં આ સંદર્ભમાં કોર્ટમાં પહોંચ્યો હતો. પોતાની અરજીમાં, તેમણે તેમના પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરવાની પણ માંગ કરી હતી. પ્રખ્યાત ગાયક કુમાર સાનુ અને નિર્માતા કરણ જોહર પણ આ માંગ સાથે હાઈકોર્ટમાં ગયો હતો. સલમાન ખાનના કેસની સુનાવણી ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં થશે.
બોલીવુડના  ભાઇજાન  સલમાન ખાને દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા  જાણો કારણ
Advertisement
  • સલમાન ખાને કોર્ટમાં અરજી દાખલ કરી
  • પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે કોર્ટનું શરણું લીધું
  • અગાઉ અનેક સેલિબ્રીટી આ પ્રકારે કોર્ટમાં જઇ ચૂક્યા છે

Actor Salman Khan Reach Out To Delhi High Court : સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ "બેટલ ઓફ ગલવાન" ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેના શો "બિગ બોસ 19" નો ગ્રાન્ડ ફિનાલે પૂર્ણ થયો છે. બાદમાં હવે તે એક નવા કારણસર ચર્ચામાં છે. સલમાન ખાન દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. અભિનેતાએ પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ (Protection Of Personality and Publicity Rights - Salman Khan) કરવા માટે કાનૂની આશરો લીધો છે. તાજેતરમાં, અક્ષય કુમારે પણ આ સંદર્ભે કોર્ટમાં ઘા કરી હતી.

Advertisement

11 ડિસેમ્બરે સુનાવણી યોજાશે

સલમાન ખાને તેનું નામ, ચહેરો અને ઓળખ તેની પરવાનગી વિના ઉપયોગમાં ન લેવાય તે સુનિશ્ચિત કરવા માટે કોર્ટનું શરણું લીધું છે. તેણે કોર્ટ પાસેથી આ સુરક્ષા માંગી છે, જેથી કોઈ પણ તેના વ્યક્તિત્વ અને લોકપ્રિયતાનો દુરુપયોગ ન કરે. સલમાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને તેના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સુનાવણી 11 ડિસેમ્બરે થવાની છે.

Advertisement

ભૂતકાળમાં ઘણા સ્ટાર્સે કોર્ટનો સંપર્ક કર્યો છે

હાલના સમયમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રોફ અને અભિષેક બચ્ચન સહિત ઘણા સ્ટાર્સે તેમના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા માટે કોર્ટનું શરણું લીધું હતું. હવે, સલમાન ખાન આ યાદીમાં જોડાયો છે. અભિનેતાએ કોર્ટને વિનંતી કરી છે કે, તે બધા જાણીતા અને અજાણ્યા વ્યક્તિઓ, "જોન ડો" (અજ્ઞાત વ્યક્તિઓ) સામે પણ કાર્યવાહી કરે, જેઓ પરવાનગી વિના તેમના નામ, ફોટો, વિડીયો અથવા અવાજનો ઉપયોગ કરી રહ્યા છે.

આ સેલિબ્રિટીઓને રાહત મળી ચૂકી છે

તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે આશા ભોંસલે અને અભિનેતા સુનીલ શેટ્ટીને પર્સનાલિટી રાઈટ્સ એક્ટ હેઠળ રાહત આપી હતી. ઋતિક રોશન તાજેતરમાં આ સંદર્ભમાં કોર્ટમાં પહોંચ્યો હતો. પોતાની અરજીમાં, તેમણે તેમના પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરવાની પણ માંગ કરી હતી. પ્રખ્યાત ગાયક કુમાર સાનુ અને નિર્માતા કરણ જોહર પણ આ માંગ સાથે હાઈકોર્ટમાં ગયો હતો. સલમાન ખાનના કેસની સુનાવણી ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં થશે.

હાલ સલમાન "બેટલ ઓફ ગલવાન" ના શૂટિંગમાં વ્યસ્ત

સલમાન "બેટલ ઓફ ગલવાન" ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન કર્નલ સંતોષ બાબુનું પાત્ર ભજવે છે. ચિત્રાંગદા સિંહ તેની પત્નીનું પાત્ર ભજવશે. પહેલી વાર બંને કલાકારો સાથે એકસાથે જોવા મળશે. આ ફિલ્મ 2020 ના ગલવાન ખીણ સંઘર્ષ પર આધારિત છે. તે શિવ અરૂર અને રાહુલ સિંહ દ્વારા લખાયેલ પુસ્તક "ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3" ના એક પ્રકરણ પર આધારિત હશે. આ ફિલ્મ 2026 માં રીલીઝ થવાની શક્યતા છે.

આ પણ વાંચો ------  Entertainment: લોકસભામાં વંદે માતરમ પર 10 કલાક સુધી બબાલ, સિંગરે કહ્યું દેશની સમસ્યાઓ સોલ્વ થઈ ગઈ!

Tags :
Advertisement

.

×