10 વર્ષથી માતા-પિતાની આંખો લાડલા માટે તરસે છે, મુન્નાભાઇ MBBS ફિલ્મનો એક્ટર લાપતા
- મુન્નાભાઇ એમબીબીએસનો એક્ટર વિશાલ 10 વર્ષથી લાપતા
- વિશાલ કોઇને કહ્યા વગર જતો રહ્યો, ત્યારથી કોઇ પત્તો નથી
- વિશાલની ગર્લફ્રેન્ડનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે
Munnabhai MBBS : બોલીવુડ (Bollywood) માં ઘણા ચહેરા આવે છે, ચમકે છે અને પછી ક્યાંક ખોવાઈ જાય છે. પરંતુ કેટલાક ચહેરા એવા હોય છે, જે અચાનક ફિલ્મોમાંથી જ નહીં પણ જીવનમાંથી પણ ગાયબ થઈ જાય છે, તે પણ કોઈ નિશાન છોડ્યા વિના. આવું જ એક નામ વિશાલ ઠક્કર (Actor Vishal Thakkar Missing) છે, જે 2003ની બ્લોકબસ્ટર ફિલ્મ 'મુન્ના ભાઈ MBBS'માં (Munnabhai MBBS - Film) દેખાયો હતો. પરંતુ હવે તે ઘણા વર્ષોથી ગુમ છે, અને તેના વૃદ્ધ માતા-પિતા હજુ પણ તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તે અભિનેતા અચાનક ક્યાં ગયો, તેનું શું થયું, ચાલો જાણીએ
અભિનય કારકિર્દીની શરૂઆત
વિશાલ ઠક્કરે (Actor Vishal Thakkar Missing) 2001માં તબ્બુની પ્રખ્યાત ફિલ્મ 'ચાંદની બાર'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે, તેને ખરી ઓળખ 'મુન્ના ભાઈ MBBS'થી મળી હતી, તેમાં તેણે એક યુવાનની ભૂમિકા ભજવી હતી, જે તેની ગર્લફ્રેન્ડ તેને છોડી દે છે, ત્યારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મમાં મુન્ના ભાઈ (સંજય દત્ત) તેને જીવનનું મહત્વ સમજાવે છે. દર્શકોને આ પાત્ર ખૂબ ગમ્યું હતું. આ પછી, વિશાલ 'ટેંગો ચાર્લી', 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી', 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' જેવા ટીવી શો અને ફિલ્મોમાં પણ દેખાયો હતો. તેની કારકિર્દી ધીમે ધીમે આગળ વધી રહી હતી, પરંતુ તેના અંગત જીવનમાં કેટલીક ઘટનાઓએ તેને ઊંડા ડિપ્રેશનમાં ધકેલી દીધો હતો.
અંગત જીવનમાં તોફાન
વિશાલ (Actor Vishal Thakkar Missing) તેની ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. તેની માતાના જણાવ્યા મુજબ, તેની ગર્લફ્રેન્ડ ખૂબ ગુસ્સે રહેતી હતી અને બંને વચ્ચે ઝઘડા સામાન્ય વાત હતા. એક વખત ઝઘડો એ હદે વધી ગયો કે ગર્લફ્રેન્ડે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી હતી. જેમાં પોલીસે વિશાલની ધરપકડ કરી હતી, જો કે પાછળથી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. પરંતુ આ ઘટનાએ વિશાલને અંદરથી તોડી નાખ્યો હતો. તેને લાગ્યું કે, તેની છબી ખરડાઈ ગઈ છે અને તે ધીમે ધીમે ડિપ્રેશનમાં સરી પડ્યો. હતો વર્ષ 2015 માં અભિનેતા પર પણ બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, 31 ડિસેમ્બર 2015 ના રોજ, વિશાલે નવા વર્ષની ઉજવણી માટે તેના મિત્રો અને ગર્લફ્રેન્ડ સાથે બહાર જવાની વાત કરી હતી. તે તેની માતા પાસેથી 500 રૂપિયા લઈને ચાલ્યો ગયો હતો. બપોરે 12-10 વાગ્યે તેણે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને લગભગ 1 વાગ્યે, તેણે તેના પિતાને સંદેશ મોકલ્યો કે તે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો છે અને મોડો પાછો આવશે.
વિશાલ ફરી ક્યારેય પાછો ફર્યો નહીં
બીજા દિવસે સવારે, એટલે કે 1 જાન્યુઆરી, 2016 ના રોજ, તેણે (Actor Vishal Thakkar Missing) તેની ગર્લફ્રેન્ડને કહ્યું કે, તે શૂટિંગ માટે જઈ રહ્યો છે. આ પછી વિશાલ છેલ્લે સવારે 11-45 વાગ્યે મુંબઈના ગોડબંદર વિસ્તારમાં એક ઓટોમાં બેઠો જોવા મળ્યો હતો. 6 જાન્યુઆરી, 2016 ના રોજ, તેના માતાપિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમને શંકા હતી કે, આ ઘટનામાં તેની ગર્લફ્રેન્ડનો હાથ હોઈ શકે છે, પરંતુ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. વિશાલ વિશે કોઈ સુરાગ મળ્યો ન હતો અને બે વર્ષ પછી, તેની ગર્લફ્રેન્ડ પણ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
આ કેસ હજુ સુધી ઉકેલાયો નથી
વિશાલ ઠક્કરના (Actor Vishal Thakkar Missing) ગુમ થવા અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક લોકો કહે છે કે, નવા વર્ષની પાર્ટીમાં ઝઘડો થયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી, જ્યારે કેટલાક માને છે કે, તેણે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હતી. કેટલાક લોકો એવું પણ માને છે કે, તેણે બધું છોડીને ક્યાંક નવું જીવન શરૂ કર્યું હશે.
આ પણ વાંચો ----- Kriti Sanon ની ફિલ્મના સોંગ 'Raanjhan' માં મ્યુઝિકની ચોરી, KMKZનો આરોપ


