બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા! એક સામાન્ય પાર્કિગની બાબત બની કારણ
- બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા
- દિલ્હીના નિજામુદ્દીનમાં પાર્કિંગને લઈને કરાઈ હત્યા
- સ્કૂટી પાર્ક કરવાના ઝઘડામાં આસિફ કુરેશીની હત્યા કરાઈ
- આસિફે રાત્રે સ્કૂટીને ગેટ આગળથી હટાવી સાઈડમાં લેવા કહ્યું હતુ
- જોબથી રાત્રે ઘરે આવતા પાડોશીને ગેટ આગળથી સ્કૂટી હટાવવા કહ્યું
- પાડોશીએ સ્કૂટી હટાવવાને બદલે ગાળાગાળી કરી ઝઘડો કર્યો
- બે શખ્સોએ ધારદાર વસ્તુ વડે આસિફ કુરેશીની હત્યા કરી
- અગાઉ પણ બે વખત પાડોશી સાથે પાર્કિંગને લઈ થયો હતો ઝઘડો
Huma Qureshi Brother News : નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં પાર્કિંગ (Parking) ને લઈને થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું અને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી (Bollywood actress Huma Qureshi) ના પિતરાઈ ભાઈ આસિફ કુરેશી (Asif Qureshi) ની હત્યા થઈ. આ ઘટનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે જંગપુરા ભોગલ બજારની ગલીમાં બની હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પાર્કિંગ વિવાદથી શરૂ થયેલી ઘટના
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી (Bollywood actress Huma Qureshi) ના 42 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફ કુરેશી (Asif Qureshi) ચિકન સપ્લાયનો વ્યવસાય કરતા હતા. ઘટનાની રાત્રે, જ્યારે આસિફ કામ પરથી ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે જોયું કે તેમના ઘરના દરવાજા આગળ એક પાડોશીની સ્કૂટી પાર્ક કરેલી હતી. આસિફે પાડોશીને સ્કૂટીને બાજુમાં ખસેડવા કહ્યું, પરંતુ આ વાત પાડોશીને ગુસ્સો લાગ્યો. આનાથી શરૂ થયેલા વાદ-વિવાદે ઝડપથી ગંભીર સ્વરૂપ લીધું. પાડોશીઓએ આસિફ સાથે ગાળાગાળી કરી અને ઝઘડો શરૂ કર્યો. આ ઝઘડો એટલો વધ્યો કે 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે આસિફ પર હુમલો કર્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.
Delhi: Actress Huma Qureshi’s cousin brother Asif Qureshi was murdered in Jangpura Bhogal Bazaar Lane under Nizamuddin police station during a parking dispute after he asked someone to move a scooter from the gate
Wife of the deceased says, "My man has been deliberately and… pic.twitter.com/q5hDVNzRFJ
— IANS (@ians_india) August 8, 2025
Huma Qureshi ના ભાઈનું હોસ્પિટલમાં મૃત્યુ
હુમલા બાદ આસિફને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરની ટીમે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાએ આસિફના પરિવાર અને સ્થાનિક રહેવાસીઓમાં શોકની લાગણી ફેલાવી દીધી. આસિફની પત્નીએ જણાવ્યું કે આ પહેલા પણ પાર્કિંગને લઈને આરોપીઓ સાથે 2 વખત ઝઘડો થયો હતો, જે દર્શાવે છે કે આ વિવાદ નવો નહોતો.
પોલીસની કાર્યવાહી
નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આ ઘટના એક નાના પાર્કિંગ વિવાદથી શરૂ થઈ, જે બાદમાં હિંસક બની ગઈ. આરોપીઓએ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. પોલીસ હાલ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ ચાલુ છે.
આ પણ વાંચો : કેનેડામાં Kapil Sharma ના કાફે ફરી એકવાર કરાઇ ફાયરિંગ,લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી


