ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા! એક સામાન્ય પાર્કિગની બાબત બની કારણ

Huma Qureshi Brother News : નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં પાર્કિંગ (Parking) ને લઈને થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું અને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી (Bollywood actress Huma Qureshi) ના પિતરાઈ ભાઈ આસિફ કુરેશી (Asif Qureshi) ની હત્યા થઈ.
09:16 AM Aug 08, 2025 IST | Hardik Shah
Huma Qureshi Brother News : નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં પાર્કિંગ (Parking) ને લઈને થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું અને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી (Bollywood actress Huma Qureshi) ના પિતરાઈ ભાઈ આસિફ કુરેશી (Asif Qureshi) ની હત્યા થઈ.
Huma Qureshi Brother News

Huma Qureshi Brother News : નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં પાર્કિંગ (Parking) ને લઈને થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું અને બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી (Bollywood actress Huma Qureshi) ના પિતરાઈ ભાઈ આસિફ કુરેશી (Asif Qureshi) ની હત્યા થઈ. આ ઘટનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે જંગપુરા ભોગલ બજારની ગલીમાં બની હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પાર્કિંગ વિવાદથી શરૂ થયેલી ઘટના

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી (Bollywood actress Huma Qureshi) ના 42 વર્ષીય પિતરાઈ ભાઈ આસિફ કુરેશી (Asif Qureshi) ચિકન સપ્લાયનો વ્યવસાય કરતા હતા. ઘટનાની રાત્રે, જ્યારે આસિફ કામ પરથી ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે જોયું કે તેમના ઘરના દરવાજા આગળ એક પાડોશીની સ્કૂટી પાર્ક કરેલી હતી. આસિફે પાડોશીને સ્કૂટીને બાજુમાં ખસેડવા કહ્યું, પરંતુ આ વાત પાડોશીને ગુસ્સો લાગ્યો. આનાથી શરૂ થયેલા વાદ-વિવાદે ઝડપથી ગંભીર સ્વરૂપ લીધું. પાડોશીઓએ આસિફ સાથે ગાળાગાળી કરી અને ઝઘડો શરૂ કર્યો. આ ઝઘડો એટલો વધ્યો કે 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે આસિફ પર હુમલો કર્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.

Huma Qureshi ના ભાઈનું હોસ્પિટલમાં મૃત્યુ

હુમલા બાદ આસિફને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરની ટીમે તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાએ આસિફના પરિવાર અને સ્થાનિક રહેવાસીઓમાં શોકની લાગણી ફેલાવી દીધી. આસિફની પત્નીએ જણાવ્યું કે આ પહેલા પણ પાર્કિંગને લઈને આરોપીઓ સાથે 2 વખત ઝઘડો થયો હતો, જે દર્શાવે છે કે આ વિવાદ નવો નહોતો.

પોલીસની કાર્યવાહી

નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આ ઘટના એક નાના પાર્કિંગ વિવાદથી શરૂ થઈ, જે બાદમાં હિંસક બની ગઈ. આરોપીઓએ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. પોલીસ હાલ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો  :  કેનેડામાં Kapil Sharma ના કાફે ફરી એકવાર કરાઇ ફાયરિંગ,લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

Tags :
Actress Huma QureshiAsif Qureshi Murdered in DelhiBollywood actress Huma QureshiDelhi Crimedelhi-murderGujarat FirstHardik ShahHuma QureshiHuma Qureshi brother murderHuma Qureshi Brother NewsHuma Qureshi cousin brother murderedHuma Qureshi Cousin MurderedNizamuddin murderParking disputeહુમા કુરેશી
Next Article