ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambani પરિવારનાં ઇવેન્ટમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો, કિંગ ખાન, કેટરિના, માધુરી સહિતનાં સ્ટાર પહોંચ્યા, જુઓ Photos

આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, કરણ જોહર સહિત સ્ટાર કિડ્સે હાજરી આપી હતી.
04:32 PM Dec 22, 2024 IST | Vipul Sen
આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, કરણ જોહર સહિત સ્ટાર કિડ્સે હાજરી આપી હતી.
  1. મુંબઈમાં અંબાણી પરિવારે 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર આર્ટ કેફે' લોન્ચ કર્યું
  2. શાહરુખ ખાન પત્ની ગૌરી ખાન સાથે જોવા મળ્યો
  3. અભિનેત્રી કેટરિના કૈફ, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, કરણ જોહર સહિતનાં સ્ટાર્સ પહોંચ્યા

તાજેતરમાં જ અંબાણી પરિવારે મુંબઈમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર આર્ટ કેફે' લોન્ચ કર્યું છે. આ ઇનોગ્રેશન ઇવેન્ટમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી અને પેપરાઝી સામે પોઝ આપ્યા હતા. દરેક સેલિબ્રિટીએ પોતાના અદભૂત અને દમદાર દેખાવથી ચાહકોના દિલ જીતી લીધા છે. આ ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ છે. આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, કરણ જોહર સહિત સ્ટાર કિડ્સે હાજરી આપી હતી.

અંબાણી પરિવારનાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર આર્ટ કેફે' નાં લોન્ચિંગ ઇવેન્ટમાં નીતા અંબાણી પુત્ર અને પુત્રવધૂ સાથે પોઝ આપતા નજરે પડ્યા હતા. આ તસવીરોમાં નીતા અંબાણી તેમના મોટા દીકરા આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા, નાની વહુ રાધિકા મર્ચન્ટ અને પુત્રી ઈશા અંબાણી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. દરેક વ્યક્તિએ પોતાનાં લુકથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

આ ઇવેન્ટમાં બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા અભિનેતા શાહરુખ ખાન પત્ની ગૌરી ખાન સાથે જોવા મળ્યા હતા. બંને બ્લેક આઉટફીટમાં ખૂબજ સુંદર દેખાઈ રહ્યા હતા.

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ પણ આ ખાસ ક્ષણનો ભાગ બની હતી. અભિનેત્રીએ બ્લેક બોડીકોન ગાઉનમાં Paparazzi ને ઘણા પોઝ આપ્યા હતા. અભિનેત્રીની આ તસવીરો એટલી સુંદર છે કે ચાહકો તેનાં વખાણ કરતા થાકતા નથી.

આ પણ વાંચો - નાના પાટેકરની ક્લાસ ફિલ્મ Vanvaas ને બોક્સ ઓફીસ પર મળ્યો વનવાસ, શરૂઆત રહી ખુબ જ ખરાબ

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પણ તેના પતિ અને નિર્માતા-નિર્દેશક સિદ્ધાર્થ રોય કપૂર સાથે અંબાણી પરિવારની 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર આર્ટ કાફે' લૉન્ચ ઇવેન્ટનો ભાગ બની હતી. દરમિયાન પતિ-પત્ની બંને બ્લેક કલરનાં આઉટફિટમાં પોઝ આપતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો - Diljit dosanjhએ સ્ટેજ પર એડવાઈઝરી બાબતે પુષ્પા ફિલ્મના એક્ટરની સ્ટાઇલ કરી

અભિનેત્રી માધુરી દીક્ષિત પતિ ડૉ. શ્રીરામ નેને સાથે ઇવેન્ટમાં પહોંચી હતી. અભિનેત્રીએ પતિ સાથે Paparazzi સામે સારા પોઝ આપ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પણ ઘણી વાઇરલ થઈ છે.

આ ઈવેન્ટમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહર પણ પોતાની શાનદાર સ્ટાઈલ બતાવતો જોવા મળ્યો હતો. તેણે બ્લેક આઉટફિટ પસંદ કર્યો, જેમાં તેણે પાપારાઝીને ઘણા બધા પોઝ આપ્યા અને પોતાની ખાસ સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી લીધા.

આ પણ વાંચો - એજાજ ખાને ગર્લફ્રેંન્ડ પવિત્રા પુનિયા પર ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું? અભિનેતાએ પોતે કરી સ્પષ્ટતા

Tags :
Ambani FamilyBollywood celebsbollywood-newsBreaking News In GujaratiEntertainment NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKARAN JOHARkatrina kaifLatest News In GujaratiMadhuri DixitNews In GujaratiNita Mukesh Ambani Cultural Centre Art CafeShah Rukh Khanvidya balan
Next Article