Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવુડની ડ્રીમ ગર્લ Hema Malini એ ખરીદી નવી લકઝરી ઇલેક્ટ્રિક કાર,જાણો તેના ફિચર્સ

Hema Malini એ નવી કાર ખરીદી છે, આ કારની પૂજા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બોલિવુડની ડ્રીમ ગર્લ hema malini એ ખરીદી નવી લકઝરી ઇલેક્ટ્રિક કાર જાણો તેના ફિચર્સ
Advertisement
  • Hema Malini એ ખરીદી નવી લકઝરી ઇલેક્ટ્રિક કાર
  • કારની પૂજા કરતો હેમા માલિનીનો વીડિયો વાયરલ
  • હેમા માલિનીએ ઇલેક્ટ્રિક કાર MG M9 ખરીદી છે

બોલિવુડની ડ્રીમ ગર્લ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ હાલમાં એક નવી કાર ખરીદી છે, આ નવી કારની પૂજા કરતો હેમા માલિનીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ગણેશોત્સવના શુભ અવસર પર તેમની નવી કારની પૂજા કરતો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હેમા માલિનીએ લકઝરી ઇલેક્ટ્રિક કાર MG M9 ખરીદી છે. ચાલો હેમા માલિનીના કાર કલેક્શન અને ઇલેક્ટ્રિક કાર MG M9 વિશે વિગતવાર જાણીએ.

Hema Malini એ ખરીદી નવી લકઝરી ઇલેક્ટ્રિક કાર

નોંધનીય છે કે પાપારાઝી વિરલ ભાયાણી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની તેમની નવી કારની પૂજા કરતી જોવા મળે છે. પૂજા પછી, તેઓ ડ્રાઇવરની સીટ પર બેસે છે. વીડિયોમાં તેમની નવી લક્ઝરી કાર MG M9 જોવા મળે છે. મુંબઈમાં M9 ની એક્સ-શોરૂમ કિંમત 73.83 લાખ રૂપિયા છે. કારને પૂજા કરવા માટે ખાસ શણગારવામાં આવી હતી, હેમા માલિનીના કારનો વીડિયો સામે આવ્યા પછી, ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને આ નવી કાર ખરીદી બદલ અભિનંદન પાઠવ્યા.

Advertisement

Hema Malini એ ખરીદેલી કાર  MG M9ના ફિચર્સ

આ JSW-MG મોટર ઇન્ડિયાની પહેલી ઓલ-ઇલેક્ટ્રિક MPV છે. તેમાં 90kWh બેટરી છે, જે 245 hp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. તે એક જ ચાર્જમાં 548 કિમી સુધીની રેન્જ આપી શકે છે. આ બેટરી 160kW DC ફાસ્ટ ચાર્જરથી માત્ર 90 મિનિટમાં ચાર્જ થાય છે અને 11kW AC ચાર્જરથી લગભગ 10 કલાકમાં 0-100% ચાર્જ થાય છે.

Advertisement

MG M9 નું ઇન્ટિરિયર ખૂબ જ વૈભવી છે. તેની બીજી હરોળમાં પ્રેસિડેન્શિયલ સીટ છે, જેમાં હીટિંગ, વેન્ટિલેશન અને મસાજ ફંક્શન જેવી સુવિધાઓ છે. તેમાં ફોલ્ડ-આઉટ ઓટ્ટોમન એટલે કે પગ રાખવા માટે સ્ટૂલ પણ છે. તેમાં બોસ મોડ છે, જેની મદદથી તમે આગળની પેસેન્જર સીટને સ્લાઇડ કરીને પાછળ વધુ લેગરૂમ બનાવી શકો છો.તેમાં ઘણી બધી શ્રેષ્ઠ સલામતી સુવિધાઓ છે. તેમાં ADAS લેવલ 2, 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ESP, TPMS અને ચારેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ છે. તેને યુરો NCAP અને ઓસ્ટ્રેલિયન NCAP ક્રેશ ટેસ્ટમાં સંપૂર્ણ 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.

આ પણ વાંચો:   Dwayne Johnson's Transformation : ધી રોકનું કમજોર શરીર જોઈને ફેન્સ દુઃખી અને ચિંતામગ્ન થયા

Tags :
Advertisement

.

×