Deva Trailer: શાહિદ કપૂરની દમદાર એક્શન થ્રિલર ફિલ્મ 'દેવા' નું ટ્રેલર રિલીઝ!
- શાહિદ કપૂરની ફિલ્મ દેવા'નું ટ્રેલર થયું રિલીઝ
- વર્ષ 2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે
- ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો
Deva Movie Trailer: શાહિદ કપૂરની 'દેવા' વર્ષ 2025ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. જેનું અદ્ભુત ટ્રેલર (Deva Movie Trailer)આજે રિલીઝ કરવામાં આવ્યું છે જેને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. દેવા ફિલ્મ ઝી સ્ટુડિયો અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. શાહિદ કપૂર હવે દેવામાં પહેલીવાર પોલીસકર્મીના રોલમાં જોવા મળશે.
દેવા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
એક દમદાર ટીઝર અને દમદાર ગીત બાદ આજે શાહિદ કપૂરની 'દેવા' નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ખરેખર અપેક્ષાઓ કરતાં વધારે સારું છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન સીન જોવા મળી રહ્યા છે. દેવ અંબરેના પાત્રમાં શાહિદ કપૂર છવાઈ ગયા છે, તેમની એક્શન અને જબરદસ્ત સ્ટંટ જોઈને ચાહકો પણ હેરાન થઈ જશે. ટ્રેલરમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે દર્શકોના રોમાંચને વધુ વધારશે.
આ પણ વાંચો -Saif Ali Khan Attack: 'અમે બધા ચિંતામાં' કરીના કપૂરના એક્સ બોયફ્રેન્ડની પ્રતિક્રિયા
તેજસ્વી કલાકારો પણ ફિલ્મમાં સામેલ
આ સિવાય કુબ્બ્રા અને પાવેલ ગુલાટી જેવા તેજસ્વી કલાકારો પણ ફિલ્મમાં સામેલ છે. શાહિદ કપૂર એક વર્ષ બાદ થિયેટરોમાં પરત ફરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા હતી. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી જેમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળી હતી.
આ પણ વાંચો -જો 2 MM ઘા ઉંડો હોત તો સૈફ અલી ખાન લકવો થઇ ગયો હોત, પગ થઇ જાત સુન્ન
દેવા ફિલ્મ ક્યારે રિલીઝ થશે
પ્રખ્યાત મલયાલમ દિગ્દર્શક રોશન એન્ડ્રુઝના ડાયરેક્શનમાં બનેલ અને ઝી સ્ટુડિયો અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ'દેવા' એક બ્લોકબસ્ટર એક્શન થ્રિલર બનવા જઈ રહી છે. આ ફિલ્મ 31 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.