Dhanashree Verma : ધનશ્રીએ છૂટાછેડાના 5 મહિના બાદ ચહલને લઈ કર્યો મોટો ખુલાસો
Dhanashree Verma : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના (Dhanashree Verma Yuzvendra) છૂટાછેડાને 5 મહિના થઈ ગયા છે. ત્યારે ધનશ્રીએ તેના છૂટાછેડાના 5 મહિના બાદ કંઈક એવું નિવેદન આપ્યું છે જેને લઈને તે ફરીથી ચર્ચામાં છે. ચહલ સાથેની તેમની જિંદગીને લઈને ધનશ્રીએ પોતાની વાત જણાવી છે. ધનશ્રી વર્મા ડાન્સર હોવાની સાથે સાથે એક ડેન્ટિસ્ટ પણ છે. હાલમાં જ તેણે ફરાહના (Farah Khan) વ્લોગમાં ખુલાસો કર્યો છે કે છૂટાછેડા બાદ પણ યુઝવેન્દ્ર ચહલના સંપર્કમાં છે.
ધનશ્રીની પર્સનલ લાઈફને લઈ કર્યો ખુલાસો (Dhanashree Verma )
એક્ટ્રેસે ખુલાસો કરતા કહ્યું કે તેણે એક ડેન્ટિસ્ટ તરીકે રણવીર કપૂરને પણ ટ્રીટમેન્ટ આપી છે. ફરાહે જ્યારે ધનશ્રીની પર્સનલ લાઈફને સવાલ કર્યા ત્યારે તેણે પૂછ્યું કે શું તું ખરેખરમાં એકલી રહે છે? પહેલા તે તેના માતા-પિતા સાથે રહેતી હતી, લગ્ન બાદ તે યુઝવેન્દ્ર સાથે રહેતી હતી. ફરાહે ખરેખરમાં વાત-વાતમાં એ સંકેત આપ્યો કે છૂટાછેડા પછી તેનું જીવન કેટલું બદલાયું છે.
આ પણ વાંચો -હોરર અને થ્રિલથી ભરપૂર Vash Level 2 નો બોક્સ ઓફિસ પર ચાલ્યો જાદુ
માર્ચમાં ધનશ્રીએ યુઝવેન્દ્રને છૂટાછેડા આપ્યા
માર્ચમાં ધનશ્રીએ યુઝવેન્દ્રને છૂટાછેડા આપ્યા હતા, તેઓ ચાર વર્ષ સાથે રહ્યા હતા. જોકે ધનશ્રી હજુ યુઝવેન્દ્રના સંપર્કમાં છે, તેણે આરામથી જવાબ આપ્યો કે તેમના વચ્ચે હવે બધું ઠીક છે. છૂટાછેડા બાદ તેણે યુઝવેન્દ્ર સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હું યુઝવેન્દ્ર સાથે મેસેજથી વાત કરીને સંપર્કમાં રહું છું. તે મને મા બોલાવે છે અને તેઓ ઘણા પ્રિય છે.
આ પણ વાંચો -Guru Randhawa ના Azul સોંગમાં સફળતા સાથે વિવાદ જોડાયો, જાણો સમગ્ર મામલો
6 સપ્ટેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર જોવા મળશે.
યુઝવેન્દ્ર માટે ધનશ્રીનું નિવેદન સરળ પરંતુ ઘણું અસરકારક છે જે દર્શાવે છે કે છૂટાછેડા બાદ પણ તેમના સંબંધોમાં મર્યાદા અને સન્માન છે. ફેન્સ પણ તેમના વખાણ કરી રહ્યા છે. ધનશ્રી અશનીર ગ્રોવરના રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોડાઈ છે જે 6 સપ્ટેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર જોવા મળશે.
આ પણ વાંચો -Baaghi 4 નું Trailer જારી, પ્રેમ પામવા ટાઇગર શ્રોફ 'મોન્સ્ટર' બન્યો, દમદાર એક્શન થ્રિલર છવાશે
મારું કામ હતું અને તેઓ ઘણા સ્વસ્થ હતા
ઉલ્લેખનીય છે કે ધનશ્રીએ ફરાહના વ્લોગમાં એક રસપ્રદ ખુલાસો કરતા જણાવ્યું કે એક ડેન્ટિસ્ટ તરીકે તેમણે રણવીર કપૂરને ટ્રીટમેન્ટ આપી છે. ધનશ્રીએ કહ્યું કે મેં 3 વર્ષ પ્રેક્ટિસ કરી હતી, બાંદ્રા અને લોખંડવાલામાં એક ક્લિનિક હતું જ્યાં દરેક એક્ટર અને એક્ટ્રેસ આવતા હતા. વધુમાં તેણે કહ્યું કે મેં રણબીર કપૂરનો ઇલાજ પણ કર્યો હતો. ફરાહે તરત આ મુદ્દે હસતા હસતા પૂછ્યું કે તેમના મોઢામાં તે જોયું તે કેવું હતું શું કંઈક અલગ હતું? આ વાત પર ધનશ્રીએ હસતા હસતા કહ્યું કે એ મારું કામ હતું અને તેઓ ઘણા સ્વસ્થ હતા.


