Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચહલ-ધનશ્રી છૂટાછેડા: ધનશ્રીનો મોટો ખુલાસો, 'પાર્ટનરને 2 મહિનામાં જ રંગે હાથે પકડ્યો હતો'

યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા બાદ ધનશ્રી વર્માએ 'રાઇઝ એન્ડ ફોલ' શોમાં ચોંકાવનારો ખુલાસો કર્યો. લગ્નના માત્ર બે મહિનામાં જ છેતરપિંડી પકડ્યાનો દાવો. શું ઈશારો ચહલ તરફ છે?
ચહલ ધનશ્રી છૂટાછેડા  ધનશ્રીનો મોટો ખુલાસો   પાર્ટનરને 2 મહિનામાં જ રંગે હાથે પકડ્યો હતો
Advertisement
  • રાઈઝ એન્ડ ફોલમાં ધનશ્રી વર્માનો વધુ એક ખુલાસો (Dhanashree Verma Cheating Claim)
  • પાર્ટનરની ચિટિંગ બીજા મહિનામાં જ પકડી હતી : ધનશ્રી
  • કુબ્રા સૌત સાથે વાતચીત કરતા કરતા કર્યો ખુલાસો

Dhanashree Verma Cheating Claim : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ડાન્સર ધનશ્રી વર્માના છૂટાછેડાની ખબર આવ્યા બાદ તેમની રિલેશનશિપને લઈને ઘણા સવાલો ઊભા થયા હતા. જોકે, છૂટાછેડાના અસલી કારણ વિશે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરંતુ હવે ધનશ્રી વર્મા ધીમે ધીમે જાહેરમાં તેમના સંબંધોના રહસ્યો ખોલી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ધનશ્રી વર્મા આ દિવસોમાં એક રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ' માં જોવા મળી રહી છે, જ્યાં તે પોતાનાg અંગત જીવન અને સંબંધો વિશે વારંવાર ખુલીને વાત કરતી રહે છે.

Advertisement

'બે મહિનામાં જ છેતરપિંડી પકડી'

'રાઇઝ એન્ડ ફોલ' શોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ધનશ્રી વર્માએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. આ વીડિયોમાં ધનશ્રી અને અભિનેત્રી કુબ્રા સૈત વાતચીત કરી રહ્યા છે, અને ધનશ્રીએ જાહેર કર્યું કે તેમને લગ્નના બે મહિના પછી જ તેમના પાર્ટનર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી વિશે ખબર પડી હતી.

Advertisement

ધનશ્રીએ પાર્ટનરનું નામ લીધી ન હતુ (Dhanashree Verma Cheating Claim)

જોકે, વીડિયોમાં ધનશ્રીએ તેમના પાર્ટનર તરીકે કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમનો સીધો ઈશારો તેમના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલ તરફ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, કુબ્રા સૈતે ધનશ્રીને પૂછ્યું કે, "તમને ક્યારે લાગ્યું કે આ સંબંધ કામ નથી કરી રહ્યો અને મારે હવે સાથે ન રહેવું જોઈએ?" જેના જવાબમાં ધનશ્રીએ આ દાવો કર્યો હતો કે, "મેં તેને બીજા જ મહિને પકડી પાડ્યો હતો." ધનશ્રીના આ ખુલાસાથી કુબ્રા સૈત પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

ધનશ્રી અને ચહલના લગ્નજીવનનો અંત

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી, 20 માર્ચ 2025ના રોજ બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલ વર્ષ 2022થી અલગ-અલગ રહેતું હતું. ધનશ્રીના આ નવા ખુલાસાથી તેમના તૂટેલા સંબંધોનું કારણ હવે વધુ ચર્ચામાં આવ્યું છે.

આ પણ વાંચો :  IND vs PAK: ભારતની જીત બાદ અમિતાભ બચ્ચને શોએબ અખ્તરને કરી દીધા ટ્રોલ, પોસ્ટ થઈ વાયરલ

Tags :
Advertisement

.

×