ધનશ્રીના આરોપ અંગે યુઝવેન્દ્ર ચહલે તોડ્યુ મૌન?એક લાઈનમાં જ આપી દીધો જવાબ
- પૂર્વ પત્ની ધનશ્રી વર્માના આરોપ અંગે ચહલનો આડકતરો જવાબ (Dhanashree Chahal Controversy)
- રાઈઝ એન્ડ ફોલ રીયાલિટી શૉમાં ધનશ્રી લગાવી રહી છે આરોપ
- સમય રૈનાની સ્ટોરીને રીપોસ્ટ કરીને ધનશ્રીને આપ્યો મેસેજ
- બી યોર ઓન સુગર ડેડી? અંગે ધનશ્રીના આરોપ અંગે જવાબ
Dhanashree Chahal Controversy : ઓટીટી રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફૉલમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્માએ ચહલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. એલિમોનીની રકમ ખોટી હોવાનું જણાવવાથી લઈને ચહલ પર છેતરપિંડી (Cheating) કરવાનો આરોપ મૂકવા સુધીની ચર્ચાઓ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે.
ધનશ્રી વર્માએ શોમાં તક મળતા જ ચહલને નીચો દેખાડવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ક્રિકેટરે અત્યાર સુધી મૌન જાળવી રાખ્યું હતું. જોકે, ધનશ્રીએ પોતે જ કહ્યું હતું કે તે જૂના સંબંધોનું સન્માન કરીને કંઈ બોલશે નહીં, તેમ છતાં તે સતત ચહલ પર આક્ષેપો કરતી રહી.
ચહલનો 'શુગર ડેડી' પોસ્ટ દ્વારા જવાબ (Dhanashree Chahal Controversy)
આ વિવાદ વચ્ચે યુઝવેન્દ્ર ચહલે હવે સોશિયલ મીડિયા પર મૌન તોડ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચહલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૉમેડિયન સમય રૈના સાથેના વીડિયો કૉલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સ્ટોરી મૂળ રીતે સમય રૈનાએ મૂકી હતી, જે બાદમાં ચહલે પોતાના એકાઉન્ટ પર શેર કરી. આ પોસ્ટમાં જે કેપ્શન હતું, તે જ કેપ્શન ચહલની ટી-શર્ટ પર તેમના તલાકની અંતિમ સુનાવણીના દિવસે પણ હતું.
શું હતું પોસ્ટનું રહસ્ય? (Dhanashree Chahal Controversy)
સમય રૈનાએ સ્ક્રીનશૉટના કેપ્શનમાં લખ્યું હતું, "લવ યુ માય શુગર ડેડી." આ વીડિયો કૉલમાં ચહલ હસતા જોવા મળી રહ્યા છે. 'શુગર ડેડી' શબ્દનો અર્થ સામાન્ય રીતે પૈસા માટે કોઈનો ઉપયોગ કરવો એવો થાય છે. ચહલે તલાકના અંતિમ દિવસે જે ટી-શર્ટ પહેરી હતી, તેના પર લખ્યું હતું: "બી યૉર ઓન શુગર ડેડી" (પોતાના શુગર ડેડી પોતે બનો). આ શબ્દો દ્વારા ચહલે એકવાર ફરીથી ધનશ્રીના આક્ષેપોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.
Yuzi Chahal Insta story after so many allegations by Dhanashree. pic.twitter.com/5isnYHByhP
— Dude (@Naveens2607) October 4, 2025
ધનશ્રીના ગંભીર આક્ષેપો
નોંધનીય છે કે ધનશ્રી વર્માએ શોમાં એક મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે તેણે લગ્નના માત્ર બે મહિના પછી જ ચહલને છેતરપિંડી કરતા પકડી પાડ્યો હતો. આ એક ખૂબ જ ગંભીર આક્ષેપ છે. ચહલ શો પર હાજર ન હોવાથી પોતાનો પક્ષ રજૂ કરી શકતા નથી, પરંતુ ધનશ્રી સતત તેમના પર નિશાન સાધતી રહી છે. આ ઉપરાંત, ધનશ્રીએ રૂ.4.75 કરોડની એલિમોનીની વાતને પણ ખોટી ગણાવી હતી.
કન્ટેસ્ટન્ટ અહાનાનો ખુલાસો
ધનશ્રીએ ચહલ પર તેના વિરુદ્ધ નેગેટિવ પીઆર (Public Relations) કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ ઘટનાથી લોકોમાં એવી ચર્ચા છે કે ધનશ્રીએ શો પર પોતાની ઇમેજ સુધારવાનું કામ કર્યું છે. જોકે, શોમાંથી બહાર આવેલી અન્ય કન્ટેસ્ટન્ટ અહાનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે ધનશ્રી આ બધું જાણબુજીને કરી રહી છે.
આ પણ વાંચો : માલતી ચહર 'બિગ બોસ'ના ઘરમાં ધમાલ મચાવશે? કોણ છે આ વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ


