Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

બોલિવૂડના મહાન કલાકાર ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. સોમવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે, અને શાહરૂખ-સલમાન સહિત ઘણા કલાકારો હોસ્પિટલ પહોંચ્યા હતા. સાત દાયકાની કારકિર્દીમાં તેમણે 'શોલે' જેવી 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમની અંતિમ ફિલ્મ 'ઇક્કિસ' ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી.
બોલિવૂડના  હી મેન  ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ
Advertisement
  • દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન (Dharmendra passes away)
  • શ્વાસની તકલીફને કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતા દાખલ
  • 300 થી વધુ ફિલ્મો, જેમાં 'શોલે' જેવી સુપરહિટ ફિલ્મો સામેલ
  • તેમની આગામી ફિલ્મ 'ઇક્કિસ' 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી

Dharmendra passes away : બોલિવૂડના 'હી-મેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતાની ટીમે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. ઉલ્લેખનીય છે કે, શ્વાસ લેવામાં તકલીફ થતાં સોમવારે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital) માં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સેલેબ્સનો ધસારો – Dharmendra Admitted

ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેવા સમાચાર મળતા જ સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. ઘણા સેલેબ્સ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા. આ દરમિયાન, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan), અને અભિનેતા ગોવિંદા (Govinda) તેમનો હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારથી ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારથી સમગ્ર દેઓલ પરિવાર તેમની સાથે હોસ્પિટલમાં જ હાજર રહ્યો હતો. ધર્મેન્દ્રનું નિધન (Dharmendra Passes Away)

Advertisement

પત્ની હેમા માલિનીએ પ્રાર્થના કરવા કરી હતી અપીલ – Hema Malini Statement

દિવંગત અભિનેતા ધર્મેન્દ્રના પત્ની હેમા માલિનીએ 10 નવેમ્બરની સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધર્મેન્દ્રનો સ્મિત સાથેનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું, 'હું દરેકનો આભાર માનું છું જેમણે ધરમ જીની ચિંતા કરી, જેઓ હાલમાં ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં છે. તેમને સતત મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. અમે બધા તેમની સાથે છીએ. હું આપ સૌને વિનંતી કરું છું કે તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરો.'

Advertisement

300 થી વધુ ફિલ્મોમાં કર્યું અદ્ભુત કામ – Dharmendra Films

ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંથી એક હતા. 7 દાયકાથી વધુની લાંબી કારકિર્દીમાં, તેમણે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં 'શોલે' (Sholay), 'ચુપકે ચુપકે', 'સીતા ઔર ગીતા', 'ધરમ વીર' જેવી અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના ફિલ્મી ડાયલોગ્સ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને 'શોલે' ફિલ્મનો તેમનો ડાયલોગ 'બંસતી ઇન કુત્તો કે આગે મત નાચના' આજે પણ ખૂબ જ હિટ છે.

આવતા મહિને રિલીઝ થવાની હતી તેમની છેલ્લી ફિલ્મ – Dharmendra Last Movie

ધર્મેન્દ્ર 89 વર્ષના હોવા છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય હતા. તાજેતરમાં તેમને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' પછી 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમની આગામી અને સંભવિત છેલ્લી ફિલ્મ ઓગસ્ત્ય નંદાની 'ઇક્કિસ' (Ekkis) હતી, જે 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની હતી.

આ પણ વાંચો : પીઢ અભિનેતા સંજય ખાનના પત્ની અને સુઝાન-ઝાયેદ ખાનના માતા ઝરીન ખાનનું 81 વર્ષની વયે નિધન

Tags :
Advertisement

.

×