ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિ કોને મળશે? બે ભાગમાં વહેંચાયેલા પરિવારમાં વારસદાર કોણ?
- દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું (Dharmendra Property Will)
- તેમની 450 કરોડની સંપત્તિનું વિભાજન હવે ચર્ચામાં
- પુત્ર સની દેઓલ ઈચ્છે છે કે ઈશા અને અહાના દેઓલને પણ બરાબર હિસ્સો મળે
- વસિયતમાં 6 સંતાનો કે 13 પૌત્ર-પૌત્રીઓમાં વહેંચણીના દાવા છે
- ધર્મેન્દ્રએ પૈતૃક જમીનનો મોટો ભાગ ભત્રીજાઓના નામે કર્યો હતો
Dharmendra Property Will : બોલિવૂડના દિગ્ગજ અને 'હી-મેન' તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. ગત 24 નવેમ્બર, 2025ના રોજ 89 વર્ષની વયે તેમનું નિધન થયું, જેના પગલે સમગ્ર દેઓલ પરિવાર તેમજ દેશભરના કરોડો ચાહકો શોકમાં ડૂબેલા છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ રહી કે ધર્મેન્દ્રની અંતિમ યાત્રા સાર્વજનિક રીતે નહોતી કાઢવામાં આવી, જેના કારણે ચાહકો તેમને છેલ્લી વાર જોઈ શક્યા નહોતા. જોકે, ધર્મેન્દ્ર ભલે દુનિયામાંથી વિદાય લીધી હોય, પરંતુ તેમના જીવનના કિસ્સાઓ અને તેમની આજીવન કમાણી તથા સંપત્તિ હવે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની છે.
કેટલી છે ધર્મેન્દ્રની કુલ સંપત્તિ? (Dharmendra Property Will)
પ્રાથમિક માહિતી અનુસાર, ધર્મેન્દ્ર આશરે 450 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. તેમનો પરિવાર બે અલગ-અલગ ભાગોમાં વહેંચાયેલો છે, જેમાં ઘણા સભ્યો સામેલ છે.
પ્રથમ પરિવાર (પ્રકાશ કૌર સાથે):
- પત્ની: પ્રકાશ કૌર
- મોટા પુત્ર: સની દેઓલ
- નાના પુત્ર: બોબી દેઓલ
- બે દીકરીઓ: અજિતા અને વિજેતા
બીજો પરિવાર (હેમા માલિની સાથે):
- પત્ની: હેમા માલિની
- બે દીકરીઓ: ઈશા દેઓલ અને અહાના દેઓલ
આ ઉપરાંત, ધર્મેન્દ્રના 13 પૌત્ર-પૌત્રીઓ પણ છે. આ જ કારણોસર સૌના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે આટલી મોટી સંપત્તિનું વિભાજન કોની વચ્ચે થશે.
શું ઈશા અને અહાના દેઓલને મળશે બરાબરનો હિસ્સો? (Dharmendra Property Will)
સૂત્રોના અહેવાલ મુજબ, ધર્મેન્દ્રના બીજા લગ્નથી થયેલી બંને દીકરીઓ – ઈશા અને અહાના દેઓલને પણ સંપત્તિમાં હિસ્સો આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલ પોતે નથી ઈચ્છતા કે તેમની બંને સાવકી બહેનોને પિતાની સંપત્તિથી દૂર રાખવામાં આવે. તેઓ દરેકને બરાબરીનો હિસ્સો આપવાના પક્ષમાં છે.
જોકે સૂત્રોએ દાવો કર્યો છે કે ધર્મેન્દ્રની પ્રોપર્ટી વિવાદની વાતો તદ્દન ખોટી છે. તેમના મતે, દેઓલ પરિવારમાં સંપત્તિને લઈને કોઈ વિવાદ નથી. ધર્મેન્દ્ર હંમેશા ઈચ્છતા હતા કે બંને પરિવારના બાળકો એકજૂટ રહે. હાલમાં સની દેઓલ પિતાના નિધનથી ઊંડા શોકમાં છે અને કોઈ નિવેદન આપવા માંગતા નથી, પરંતુ તેઓ પિતાની ઈચ્છાનું સન્માન કરે છે અને ઈશા-અહાનાને પરિવારનો હિસ્સો માને છે.
કોને મળશે ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિ?
ધર્મેન્દ્રની વસિયત વિશે વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતાની 450 કરોડ રૂપિયાની સંપત્તિ તેમના બધા 6 સંતાનો વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવશે. કેટલાક સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે ધર્મેન્દ્ર ઈચ્છતા હતા કે તેમની સંપત્તિ આગળ જતાં તેમના 13 પૌત્ર-પૌત્રીઓ વચ્ચે વહેંચાય.
જોકે, આ અંગે પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે વિભાજન શાંતિ અને પરસ્પર સહમતિથી જ થશે, કારણ કે દેઓલ પરિવાર હંમેશાથી એકજૂટ રહ્યો છે અને આ મામલે કોઈ પણ પ્રકારનો વિખવાદ ઈચ્છતો નથી.
ભત્રીજાઓના નામે કરી દીધી હતી પૈતૃક જમીન
ધર્મેન્દ્રએ હંમેશા પોતાના પરિવાર અને મૂળ સાથે ગાઢ જોડાણ જાળવી રાખ્યું હતું. તેનું ઉત્તમ ઉદાહરણ અભિનેતાનું પૂર્વજોનું ગામ 'ડાંગો' છે. ધર્મેન્દ્ર ફક્ત પોતાના પરિવાર પ્રત્યે જ જવાબદાર નહોતા, પરંતુ તેમણે ગામના કાકા-ભત્રીજાઓ પર પણ અપાર પ્રેમ વરસાવ્યો હતો. તેમની ઉદારતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે પોતાની પૈતૃક જમીનનો મોટો હિસ્સો પોતાના ભત્રીજાઓના નામે કરી દીધો હતો. ધર્મેન્દ્રની 95 વર્ષીય કાકી પ્રીતમ કૌર આજે પણ ગામમાં રહે છે અને પરિવારના આ સ્નેહને યાદ કરે છે.
આ પણ વાંચો : હિન્દી સિનેમાનો દેવ: શા માટે દેવ આનંદ 'ઇમોશન' બની ગયા?


