Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dhurandhar ની બોક્સઓફિસ પર ધમાલ, એક અઠવાડિયામાં કમાણી 200 કરોડને પાર

ધુરંધર ફિલ્મ દર્શકોને સતત ઝકડી રાખવામાં સફળ રહી છે. આ ફિલ્મે માત્ર એક અઠવાડિયામાં જ 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી (income) કરી લીધી છે. ધુરંધર મુવી હાલ દેશભરના થિયેટર્સ (Theaters) માં ધૂમ મચાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે.
dhurandhar ની બોક્સઓફિસ પર ધમાલ  એક અઠવાડિયામાં કમાણી 200 કરોડને પાર
Advertisement
  • Dhurandhar ફિલ્મ બોક્સ ઓફિસમાં મચાવી રહી છે ધૂમ
  • એક અઠવાડિયામાં ફિલ્મે 200 કરોડની કમાણી કરી લીધી
  • આગામી સપ્તાહમાં 300 કરોડનું કલેક્શન કરવાનો અંદાજ

Dhurandhar ફિલ્મ બોક્સ ઓફિસમાં સતત 7 દિવસથી ધમાલ મચાવી રહી છે. રણવીર સિંહ (Ranveer Singh) ની આ ફિલ્મે એક અઠવાડિયા (One week) માં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. "ધુરંધર" હવે ફક્ત એક ફિલ્મ રહી નથી. નિર્માતાઓ માટે તે બોક્સ ઓફિસ પર પૈસા કમાવવાનો સ્ત્રોત બની ગઈ છે. દર્શકોનો ઉત્સાહ જોતા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આગામી સપ્તાહના અંત સુધીમાં 300 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે ફિલ્મ ધુરંધર.

આ પણ વાંચો- Dhurandhar જોઈને અનુપમ ખેરનું રિએક્શન, કહ્યું, માતા આવી ગઈ કે શું?

Advertisement

Dhurandhar પર લોકોએ વરસાવ્યો પ્રેમનો વરસાદ

રણવીર સિંહની "ધુરંધર" ફિલ્મ પર લોકો પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે. ફિલ્મની ટિકિટો (Tickets) એટલી ઝડપથી વેચાઈ રહી છે કે, અન્ય ફિલ્મો માટે આ સંકટ ઊભું થઈ ગયું છે. પરિણામે "ધુરંધર" ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં જ "ધુરંધર" ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

Advertisement

Dhurandhar KAMANI 01_GUJARAT_FIRST

પહેલા અઠવાડિયાનું બ્લોકબસ્ટર (Blockbuster) કલેક્શન

'ધૂરંધર' ફિલ્મે સપ્તાહના અંતે જ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. જેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, 7 દિવસમાં લગભગ 175 કરોડ રૂપિયાની કમાણી થશે. પરંતુ ચાલુ સપ્તાહના મધ્યમાં તેણે જે કલેક્શન કર્યું છે તે અપેક્ષાઓ કરતાં વધારે પડતું જ છે. રિલિઝ થયાની શરૂઆત પછી સોમવારે કલેક્શનની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ મંગળવાર અને બુધવારે ફરી તેજી પકડાઈ. એક રિપોર્ટ મુજબ ફિલ્મે ગુરુવારે પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી હતી.

Dhurandhar KAMANI 02_GUJARAT_FIRST

ફિલ્મે અત્યાર સુધી કેટલું કલેક્શન કર્યું?

ગુરુવારે, "ધુરંધર" એ ફરીથી લગભગ 29 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન (Collection) કર્યું હતુ. રિલીઝ (Release) ના દિવસે તેનું ઓપનિંગ કલેક્શન 28.60 કરોડ રૂપિયા હતું. તેનો અર્થ એ થયો કે સાતમાં દિવસે ફિલ્મે તેના ઓપનિંગ કલેક્શન કરતાં વધુ કમાણી કરી છે. આ આંકડો બતાવે છે કે, લોકોમાં "ધુરંધર" માટે કેટલો ક્રેઝ (Craze) છે. તો 300 કરોડ સુધી પહોંચવા માટે, "ધુરંધર" ને ફક્ત 85 કરોડ કે તેનાથી થોડા ઓછા કલેક્શનની જરૂર પડશે.  પહેલા સપ્તાહનું કલેક્શન 106 કરોડથી વધુ હતું. જો, બીજા સપ્તાહના અંતે 20 ટકા ઘટાડો થાય તો પણ રવિવાર સુધીમાં 300 કરોડ સુધી પહોંચી જાય તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ટ્રેન્ડ જોતાં, એવો અંદાજ છે કે "ધુરંધર" તેના બીજા સપ્તાહના અંતે પણ 100 કરોડની આસપાસ કમાણી કરી લેશે.

આ પણ વાંચો- શું કરિશ્મા કપૂર સાથે થવાના હતા લગ્ન? અક્ષય ખન્નાની અધૂરી પ્રેમ કહાણીના ખુલાસા

Tags :
Advertisement

.

×