Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધુરંધર'માંથી R. માધવનનો પ્રથમ લૂક જાહેર, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં ચાહકોને મળ્યું સરપ્રાઇઝ

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'નું મોટું સરપ્રાઇઝ સામે આવ્યું છે. અભિનેતા આર. માધવનનો પ્રથમ ઇન્ટેન્સ લૂક જાહેર કરાયો છે, જેમાં તેઓ સીરિયસ રોલમાં દેખાય છે. ટ્રેલર 12 નવેમ્બરના રોજ બપોરે 12:12 કલાકે રિલીઝ થશે. આ મલ્ટિ-સ્ટારર ફિલ્મમાં રણવીર અને માધવન ઉપરાંત સંજય દત્ત અને અક્ષય ખન્ના પણ છે. ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ધુરંધર માંથી r  માધવનનો પ્રથમ લૂક જાહેર  ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં ચાહકોને મળ્યું સરપ્રાઇઝ
Advertisement
  • ધુરંધરનું મોટું સરપ્રાઇઝ; R. માધવનનો લૂક થયો જાહેર (Madhvan Dhuranthar Movie Look)
  • રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'માંથી R. માધવનનો પ્રથમ લૂક રિલીઝ
  • માધવન આ લૂકમાં અત્યંત ગંભીર અને ઇન્ટેન્સ રોલમાં દેખાઈ રહ્યા છે
  • ફિલ્મનું ટ્રેલર 12 નવેમ્બરના રોજ બપોરે 12:12 કલાકે રિલીઝ થશે
  • 'ધુરંધર' 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

Madhvan Dhuranthar Movie Look : બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'ધુરંધર'ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આ ફિલ્મમાંથી અભિનેતા અર્જુન રામપાલનો લૂક શેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ હતી. આ બધાની વચ્ચે, હવે ફિલ્મ 'ધુરંધર'માંથી અભિનેતા આર. માધવન (R. Madhavan)નો પ્રથમ લૂક સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

R. માધવનનો દમદાર લૂક – R Madhavan Serious Look

રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આર. માધવનનો લૂક શેર કર્યો હતો. આ પોસ્ટના કેપ્શનમાં રણવીરે લખ્યું છે કે, "કર્મ કા સારથી (Karma Ka Sarthi ) દિવસ બાકી છે..." પોસ્ટ મુજબ, માધવનનો લૂક અત્યંત ગંભીર (Serious) અને તીવ્ર (Intense) દેખાઈ રહ્યો છે. પોસ્ટરમાં માધવનના માથાના આગળના વાળ હળવા છે અને તેમણે ચશ્મા પણ પહેર્યા છે. તેઓ પોતાના ચહેરા પર હાથ રાખીને ઊંડો વિચાર કરી રહ્યા હોય તેવો અભિવ્યક્તિ આપી રહ્યા છે, જે તેમના પાત્રની ગંભીરતા દર્શાવે છે. ચાહકો આ લૂક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

Advertisement

ધુરંધરનું ટ્રેલર ક્યારે થશે રિલીઝ? – Dhuranthar Trailer Release Date

રણવીર સિંહની પોસ્ટમાં ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. 'ધુરંધર'નું ટ્રેલર 12 નવેમ્બરના રોજ બપોરે 12:12 કલાકે રિલીઝ થશે. આ પહેલા ફિલ્મના નિર્માતાઓએ જુલાઈ મહિનામાં તેનો ફર્સ્ટ લૂક ટીઝર પણ રિલીઝ કર્યો હતો, જેમાં સમગ્ર કાસ્ટની ઝલક જોવા મળી હતી. ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

અગાઉ અર્જુન રામપાલનો લૂક થયો હતો શેર – Arjun Rampal Look Reveal

ફિલ્મ 'ધુરંધર'માંથી તાજેતરમાં જ અન્ય એક મોટા સ્ટાર અર્જુન રામપાલનો લૂક પણ શેર કરવામાં આવ્યો હતો, જેણે ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટ અને વાર્તા – Dhuranthar Star Cast and Story

'ધુરંધર'ની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, તેમાં રણવીર સિંહ, આર. માધવન અને અર્જુન રામપાલ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, અને બાળ કલાકાર સારા અર્જુન જેવા મોટા કલાકારો જોવા મળવાના છે.

ફિલ્મની વાર્તા અંગે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ એક સ્પાય-થ્રિલર એક્શન ફિલ્મ હોઈ શકે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ જ તેની વાર્તાનો રહસ્યભેદ થશે. ચાહકોને આશા છે કે આ મલ્ટિ-સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.

આ પણ વાંચો : Samantha Ruth Prabhu ના રિલેશનશીપને લઇને અટકળો તેજ

Tags :
Advertisement

.

×