"છૂટાછેડા" ફિલ્મના પ્રમોશન માટે ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમ યોજાયો, આ કલાકારો રહ્યાં હાજર
- "છૂટાછેડા" ફિલ્મ માટે ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમ યોજાયો
- પત્રકાર પરિષદમાં ફિલ્મ વિશે ફિલ્મના કલાકારો દ્વારા માહિતી આપવામાં આવી
- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો પ્રયોગ એક નવતર પ્રયોગ છે
Dinner with a Superstar program : હાલના સમયમાં બોલીવુડનો ક્રેઝ જબરસસ્ત છે. તેવામાં હવે ગુજરાતી ફિલ્મો પણ હિન્દી ફિલ્મો સામે ટક્કર આપી રહી છે. ત્યારે આવી જ એક ગુજરાતી ફિલ્મ છુટાછેડા જલ્દી જ સિનેમાઘરોમાં આવી રહી છે, જેમાં તમને જોવા મળશે પ્રેમ, સંઘર્ષ અને સંબંધોની અનોખી વાર્તા.
ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમ
ફિલ્મ છુટાછેડાના પ્રમોશન માટે સિનેમોસ પ્રોડક્શન અને ટાફ ગ્રુપ દ્વારા ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, અરવિંદ વેગડા, યોગેશ જીવરાણી, ભાવિકા ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મના પ્રોડ્યુસર મનીષ પટેલ, ડાયરેક્ટર અખિલ કોટક, તથા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ અને દિગ્ગજ કલાકારો જેવા કે મૌલિક ચૌહાણ, સપના વ્યાસ , દીપક અંતાણી, સુનીલ વિશરાણી, અત્રિશ ત્રિવેદી, પાર્થ માધુકૃષ્ણ, જય પંડ્યા , હર્ષિદા પાણખાણીયા, નીશીથ બ્રહ્મભટ્ટ, ધારેશ શુક્લા, હિતેશ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો : અલ્લુ અર્જુન બાદ હવે કાયદાકીય દાવપેચમાં ફસાયો Bahubali નો આ સ્ટાર અભિનેતા અને પરિવાર!
ફિલ્મ વિશે કલાકારોએ માહિતી આપી
ઇન્ડસ્ટ્રીના આ નવતર કાર્યક્રમ દરમિયાન મીડિયા સમક્ષ પત્રકાર પરિષદમાં આવનાર ફિલ્મ વિશે ફિલ્મના કલાકારો દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેનું સંપૂર્ણ પ્રેસ અને મીડિયા મેનેજમેન્ટ શ્રી શારદા કોમ્યુનિકેશનના આનંદ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ શહેરના હાજર સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે ફિલ્મ વિશે વાતો કરવામાં આવી હતી.
પ્રેમ, સંઘર્ષ અને સંબંધોની અનોખી વાર્તા
આ કાર્યક્રમમાં સૌ કલાકારોએ સાથે મળીને ફોટોશેશન કરાવ્યું અને સાથે મળીને ડિનર પણ લીધું હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો પ્રયોગ એક નવતર પ્રયોગ છે અને જેની ખાસી નોંધ લેવાઈ છે. ત્યારે હવે જોવાનુ રહ્યું કે, છૂટાછેડા' – સંબંધોની સાચી કસોટી, શું ગૃહસ્થિનો ભાર સહન કરશે કે મધ્યમાં જ છૂટશે? ફિલ્મ 'છૂટાછેડા' લઈને આવે છે પ્રેમ, સંઘર્ષ અને સંબંધોની અનોખી વાર્તા. આ ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ તમારાં નજીકનાં થિયેટરોમાં જોવા મળશે.
આ પણ વાંચો : પ્રસિદ્ધ અભિનેતા બની ગયો મૌલાના, સલમાનથી માંડી એન્જિલા જોલી સાથે કરી ચુક્યો છે કામ


