આ હીરોઈન પર લાગ્યો 102 કરોડનો દંડ, દુબઈથી બેગમાં લાવી હતી 14 કિલો સોનું
- કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3 માર્ચનો દિવસ હતો (Ranya Rao Case)
- DRI અધિકારીઓએ રાન્યા રાવને ભારે દંડ લગાવ્યો
- સોનાની તસ્કરીએ તરત મામલો
Ranya Rao Case : કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3 માર્ચનો દિવસ હતો. દુબઈથી પરત ફરેલી કન્નડ ફિલ્મોની એક્ટ્રેસ રાન્યા રાવને DRI અધિકારીઓએ રોકી,તેની તપાસ શરૂ કરી,બેગ ખોલીને જોયું તો અંદરથી લગભગ 14.8 કિલો સોનું નીકળ્યું. આટલી મોટી માત્રામાં સોનાની તસ્કરીએ તરત મામલો ચર્ચામાં લાવી દીધો.
DRI અધિકારીઓએ રાન્યા રાવ પર લગાવ્યો દંડ (Ranya Rao Case)
મંગળવારે DRI અધિકારીઓએ રાન્યા રાવ અને તેના ત્રણ સાથીઓ પર ભારે દંડ લગાવ્યો. રાન્યા પર એકલા 102 કરોડ રૂપિયાનો ફાઈન લગાવ્યો, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ પર 50-50 કરોડનો દંડ લગાવ્યો છે. અધિકારીઓએ 2500 પાનાની નોટિસ તૈયાર કરી અને સીધા બેંગલુરુ સેન્ટ્રલ જેલ પહોંચી બધાને આપી દીધી. રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. પણ ફિલ્મોથી વધારે તેનું નામ હવે આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઊભરીને આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ફિલ્મોથી ઓળખ તો બનાવી પણ બદનામી તસ્કરીથી મળી.
આ પણ વાંચો -બોલિવુડની ડ્રીમ ગર્લ Hema Malini એ ખરીદી નવી લકઝરી ઇલેક્ટ્રિક કાર ખરીદી,જાણો તેના ફિચર્સ
રાન્યા રાવ કોઈ સામાન્ય છોકરી નથી
આ કેસમાં બીજા એક કારણથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. રાન્યા રાવ કોઈ સામાન્ય છોકરી નથી. પણ DGP રેન્કના અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. આવા સમયે પોલીસ વિભાગમાં વાતો થવા લાગી છે. લોકો પૂછી રહ્યા છે કે શું પારિવારિક ઓળખે અત્યાર સુધીમાં આ કેસની તપાસ પર અસર પાડી? જો કે હાલમાં તેના પર કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
STORY | DRI imposes Rs 102 cr penalty on Kannada actress Ranya Rao in gold smuggling case.
The Directorate of Revenue Intelligence has imposed a fine of Rs 102 crore on Kannada film actress Ranya Rao in a gold smuggling case, DRI sources said on Tuesday.
READ:… pic.twitter.com/nQDU2VNC57
— Press Trust of India (@PTI_News) September 2, 2025
આ પણ વાંચો -Donald Trump : ટ્રમ્પ નવાજૂની કરશે? અમેરિકન રાષ્ટ્રપતિ આજે રાત્રે 11:30 વાગ્યે કરશે મોટી જાહેરાત
આટલો મોટો દંડ લાગવો એ બહુ મોટી વાત
આટલો મોટો દંડ લાગવો એ બહુ મોટી વાત છે. હવે આગામી પગલું કોર્ટની સુનાવણી હશે. જો આરોપ સાબિત થશે તો રાન્યા રાવ અને તેના સાથીઓને ન ફક્ત દંડ ભરવો પડશે પણ જેલની હવા પણ ખાવી પડશે અને લાંબો સમય જેલમાં રહેવું પડી શકે છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સમાચાર આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમુક લોકો રાન્યા વિરુદ્ધ કડક સજાની માગ કરી રહ્યા છે, તો વળી અમુક તેનો બચાવ પણ કરી રહ્યા છે, પણ એક વાત સ્પષ્ટ થઈ છે કે આટલો મોટો કેસ તેની છબિ પર ગંભીર ઘા છે


