Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwayne Johnson's Transformation : ધી રોકનું કમજોર શરીર જોઈને ફેન્સ દુઃખી અને ચિંતામગ્ન થયા

હોલિવૂડના લોકપ્રિય એકશન સ્ટાર અને ધાંસૂ બોડી બિલ્ડર ધી રોકે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન (Dwayne Johnson's Transformation) કર્યુ છે. ગતરોજ ધ રોક વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પોટ થયો હતો. જ્યાં તેનું કમજોર શરીર ચર્ચાનો વિષય બની ગયું હતું. વાંચો વિગતવાર.
dwayne johnson s transformation   ધી રોકનું કમજોર શરીર જોઈને ફેન્સ દુઃખી અને ચિંતામગ્ન થયા
Advertisement
  • Dwayne Johnson's Transformation,
  • ધ રોકના કમજોર શરીરથી ચકચાર મચી ગઈ
  • ધ રોકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • ફેન્સ દુઃખી અને ચિંતા મગ્ન થઈ ગયા

Dwayne Johnson's Transformation : ગતરોજ 1 સપ્ટેમ્બરના રોજ હોલિવૂડનો લોકપ્રિય એકશન સ્ટાર અને ધાંસૂ બોડી બિલ્ડર ધ રોક એટલે કે Dwayne Johnson વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળ્યો હતો. જો કે ધ રોકનું કદાવર અને કસાયેલું શરીર અત્યંત પાતળુ અને સંકોચિત થઈ ગયું છે. પોતાના મનપસંદ એકશન સ્ટારને માયકાંગલા શરીરમાં જોતા જ ફેન્સ દુઃખી અને ચિંતા મગ્ન થઈ ગયા છે. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલનો ધ રોકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ દુઃખદ અને શોકગ્રસ્ત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Dwayne Johnson's Transformation ચોંકાવનારુ

હોલિવૂડના લોકપ્રિય અને અત્યંત સફળ એક્ટર ધ રોકનું નામ પડે એટલે કદાવર અને કસાયેલ શરીર નજર સામે તરવરવા લાગે. જો કે આ સ્ટારનો ગતરોજનો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલનો વીડિયોમાં ધ રોક સુકલકડી અને માયકાંગલા શરીર સાથે જોવા મળ્યો છે. ધ રોકનું આ ટ્રાન્સફોર્મેશન ચોંકાવનારું છે. પરફેક્ટ કરતા પણ વધુ બાયસેપ્સ, ઉપસેલા કોલર બોન અને 6 પેક એબ્સ ધરાવતો ધ રોક સાવ માયકાંગલા શરીર સાથે સ્પોટ થતાં જ ચકચાર મચી ગઈ છે.

Advertisement

Dwayne Johnson's Transformation Gujarat First-02-09-2025-

Dwayne Johnson's Transformation Gujarat First-02-09-2025-

Advertisement

આ પણ વાંચોઃ  અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટવા પર કરિશ્મા કપૂરે કહ્યું: 'તેણે મને એકલી પાડી દીધી'

'ધ સ્મેશિંગ મશીન'નું વર્લ્ડ પ્રીમિયર

ગતરોજ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ધ રોક પોતાની અપકમિંગ અને મચઅવેટેડ ફિલ્મ 'ધ સ્મેશિંગ મશીન' (The Smashing Machine) ના વર્લ્ડ પ્રીમિયર માટે આવ્યો હતો. આ ફિલ્મમાં તે MMA ફાઈટર માર્ક કેરનું પાત્ર ભજવી રહ્યો છે. માર્ક કેર અનેક પુરસ્કારનો વિજેતા હોવા છતાં તે માદક દ્રવ્યોના સેવનને લીધે અધોગતિ તરફ ધકેલાઈ જાય છે. આ પાત્રને ધ રોકે 'ધ સ્મેશિંગ મશીન'માં જીવંત બનાવ્યું છે. આ ફિલ્મમાં ધ રોકની સાથે હોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી એમિલી બ્લન્ટે અભિનય કર્યો છે. 'ધ સ્મેશિંગ મશીન' ફિલ્મના ડાયરેક્ટર બેની સેફડી છે. આ ફિલ્મના વર્લ્ડ પ્રીમિયરમાં ધ રોકનું માયકાંગલું શરીર ચર્ચાનો વિષય બની ગયું હતું. ધ રોકના દેખાવનો વીડિયો વાયરલ થયો છે અને ફેન્સ તેના પર દુઃખદ કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ વીડિયો

X પર @kirawontmiss નામના હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ધ રોકના ફેન્સ દુઃખદ કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, ધ રોકે આટલા મહિનામાં ઘણું વજન ઓછું કરી દીધું છે. બીજા ફેને લખ્યું કે, આશા છે કે ધ રોક તેના આરોગ્યનું ધ્યાન રાખશે. ત્રીજા ફેને લખ્યું કે, મને બહુ દુઃખ થાય છે કે ધ રોક હવે કાંકરો બની ગયો છે. ચોથા ફેને તો પુછ્યું છે કે, શું આ AI થી શક્ય બન્યું છે. વધુ એક ડાયહાર્ડ ફેને તો યુઝર્સને આડેહાથ લીધા છે. તેણે લખ્યું કે, ધ રોકને જે લોકો જજ કરી રહ્યા છે તેઓ મૂર્ખ છે.

Dwayne Johnson's Transformation Gujarat First-02-09-2025--

Dwayne Johnson's Transformation Gujarat First-02-09-2025--

આ પણ વાંચોઃ Bollywood controversy : મૃણાલ ઠાકુરે વધુ એક્ટ્રેસ પર આપ્યુ વિવાદસ્પદ નિવેદન, જાણો અનુષ્કા શર્મા અંગે શું કહ્યું?

Tags :
Advertisement

.

×