Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED : આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી!

 ED : બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન માટે મુસીબત ઉભી કરનાર મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. EDએ IRS ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીએમએલએ એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે....
ed   આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી
Advertisement

 ED : બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન માટે મુસીબત ઉભી કરનાર મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે પોતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. EDએ IRS ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીએમએલએ એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે. EDએ કેટલાક લોકોને સમન્સ પણ જારી કર્યા છે. EDએ આગામી સપ્તાહે ત્રણ NCB અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે.

CBIએ સમીર વાનખેડે સામે પહેલા પણ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલી સમાન FIRના આધારે પીએમએલએ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. EDએ આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. એટલું જ નહીં, EDએ NCB અને અન્ય સાથે જોડાયેલા કેટલાક લોકોને આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે.

Advertisement

Advertisement

આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગવા બદલ FIR

ગયા વર્ષે, CBIએ સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો વિરુદ્ધ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગવા બદલ FIR નોંધી હતી. શાહરૂખ ખાન અને પરિવાર આ કેસમાં ખરાબ રીતે ફસાયા હતા.

આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે

ઉલ્લેખનીય છે કે જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હતો ત્યારે સમીર વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ હેડ હતા. સમીર વાનખેડેના નેતૃત્વમાં NCBએ વર્ષ 2021માં મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ ડ્રગ કેસમાં આર્યન ખાનને લગભગ ચાર અઠવાડિયા જેલમાં રહેવું પડ્યું હતું. જો કે, આગલા વર્ષે મે 2022માં આર્યન ખાનને પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.CBIએ સમીર વાનખેડે સામે પહેલા જ કેસ નોંધ્યો છે. આ તરફ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર બાંખેડે અને અન્યો વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલ સમાન FIRના આધારે PMLA એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. EDએ આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. એટલું જ નહીં EDએ NCB અને અન્ય સાથે જોડાયેલા કેટલાક લોકોને આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે.

આ પણ વાંચો - SSR કેસમાં કોર્ટે રીયા ચક્રવર્તી ઉપર કસ્યો સિકંજો, વિદેશ જવા ઉપર લગાવી રોક

Tags :
Advertisement

.

×