ઈલોન મસ્કે Netflixને કહ્યું 'બાય બાય': કયા શોને કારણે સબ્સ્ક્રિપ્શન રદ કરવું પડ્યું?
- ઉદ્યોગપતિ ઈલોન મસ્કે NetFlixને કર્યુ બાય બાય (Elon Musk Netflix Controversy)
- LGBTQ અંગેના શૉને કારણે નેટ્ફિક્લસ કર્યુ બંધ
- સોશિયલ મીડિયા પોસ્ટ પર same લખ્યુ
Elon Musk Netflix Controversy : વિશ્વના સૌથી પ્રખ્યાત અબજોપતિ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્ક ફરી એકવાર તેમના સ્પષ્ટ મંતવ્યોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે જાહેરમાં જણાવ્યું છે કે તેમણે Netflixનું સબ્સ્ક્રિપ્શન રદ કરી દીધું છે, જેની પાછળનું કારણ તેમણે વિચારધારાત્મક મતભેદ (Ideological Differences) ગણાવ્યું છે.
મસ્કે આ ખુલાસો ત્યારે કર્યો જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટના જવાબમાં ફક્ત "Same" લખ્યું. આ પોસ્ટ અમેરિકાના પૂર્વ વૈજ્ઞાનિક મેટ વેન સ્વોલની હતી, જેમણે કહ્યું હતું કે તેમણે Netflix છોડ્યું કારણ કે કંપનીએ એક એવા ડિરેક્ટરને કામ પર રાખ્યા, જેમણે કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કની હત્યાની ઉજવણી કરવા જેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ડિરેક્ટર હેમિશ સ્ટીલ છે, જેઓ એનિમેટેડ સિરીઝ 'Dead End: Paranormal Park'ના સર્જક છે.
— Elon Musk (@elonmusk) October 1, 2025
વિવાદનું મુખ્ય કારણ
Netflix પર ઉપલબ્ધ આ શોમાં LGBTQ+ પાત્રો અને થીમ્સને દર્શાવવામાં આવી છે. વિવેચકોનો આરોપ છે કે આ શો બાળકો પર એક ચોક્કસ વિચારધારા લાદવાનો પ્રયાસ કરે છે. ઈલોન મસ્કે પણ આ જ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ડિરેક્ટર સ્ટીલને 'groomer' જેવા કઠોર શબ્દો કહ્યા હતા.
મસ્કનો વિરોધ શૉ પૂરતો નહીં (Elon Musk Netflix Controversy)
મસ્કનો આ વિરોધ માત્ર આ શો પૂરતો મર્યાદિત નથી. તેઓ અગાઉ પણ જેન્ડર આઇડેન્ટિટી અને ટ્રાન્સજેન્ડર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય ખુલ્લીને વ્યક્ત કરી ચૂક્યા છે. મસ્કે ઘણી વખત જણાવ્યું છે કે તેમની પોતાની પુત્રીના જેન્ડર ટ્રાન્ઝિશનના અનુભવે તેમને આ મુદ્દાઓ પર અલગ દૃષ્ટિકોણ અપનાવવા મજબૂર કર્યા છે.
શોનું સમર્થન અને Netflixનું વલણ (Elon Musk Netflix Controversy)
બીજી તરફ, હેમિશ સ્ટીલ અને આ શોના સમર્થકોનું કહેવું છે કે આ સિરીઝ LGBTQ+ સમુદાયનું સકારાત્મક ચિત્રણ રજૂ કરે છે અને બાળકોને સમાજની વિવિધતા સમજવામાં મદદ કરે છે. તેમનું માનવું છે કે મસ્કના નિવેદનોને ક્વિયર સર્જકો પરના હુમલા તરીકે જોવા જોઈએ.
હાલમાં, Netflix દ્વારા ઈલોન મસ્ક દ્વારા સબ્સ્ક્રિપ્શન રદ કરવા અથવા સમગ્ર વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પ્લેટફોર્મ પર આ શો 'Dead End: Paranormal Park' હજુ પણ સ્ટ્રીમ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ઈલોન મસ્કનો ઇતિહાસ: નેટવર્થ $500 બિલિયનને પાર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ


