ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Saif Ali Khan Attack: હુમલાના 3 દિવસ પછી સૈફની હાલત કેવી છે? ડોક્ટરોએ કહ્યું- ક્યારે રજા આપવામાં આવશે

ઘરમાં ઘૂસેલા ઘુસણખોરોએ સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો હતો
11:54 AM Jan 18, 2025 IST | SANJAY
ઘરમાં ઘૂસેલા ઘુસણખોરોએ સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો હતો
Bollywood Saif ali khan @ Gujarat First

Saif Ali Khan Attack: 15 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિએ મુંબઈના બાંદ્રામાં સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) ના ઘરે જે બન્યું તે ચોંકાવનારું હતું. ચોરીના ઇરાદાથી દંપતીના ઘરમાં ઘૂસેલા ઘુસણખોરોએ સૈફ અલી ખાન પર છરીથી હુમલો કર્યો હતો.

સર્જરી પછી અભિનેતાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈફ અલી ખાનને તેમનો 8 વર્ષનો પુત્ર તૈમૂર અલી ખાન ઘરના નોકર સાથે ઓટો રિક્ષામાં લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. સર્જરી પછી અભિનેતાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે તેમની સ્થિતિ અંગે માહિતી સામે આવી છે.

સૈફ અલી ખાનને ક્યારે રજા આપવામાં આવશે?

સૈફ અલી ખાનની ગરદન અને કરોડરજ્જુ પાસે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ શરીર પર અનેક જગ્યાએ છરીના હુમલા કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી સર્જરી બાદ અભિનેતાને ICUમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ અભિનેતાની સ્થિતિ વિશે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે અભિનેતા હવે ઠીક છે અને બે કે ત્રણ દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

સૈફ અલી ખાનની તબિયત કેવી છે?

એક અહેવાલ પ્રમાણે, લીલાવતી હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું, અમે તેમની તબિયત પર નજર રાખી રહ્યા છીએ અને અમારી અપેક્ષાઓ મુજબ, તેઓની તબિયત સુધારા પર છે. તેમનું સ્વાસ્થ્ય જોતા, અમે તેમને આરામ કરવાની સલાહ આપી છે. અને જો તેમને સારુ લાગશે, તો અમે તેમને બેથી ત્રણ દિવસમાં રજા આપીશું.

સૈફ અલી ખાનને ક્યા-ક્યા ઇજાઓ થઇ ?

ડોક્ટર નીતિને જણાવ્યું છે કે સૈફ અલી ખાનને ત્રણ ઈજાઓ થઈ હતી, જેમાં બે હાથમાં અને એક ગરદનની જમણી બાજુ હતી અને સૌથી મોટી ઈજા પીઠ પર હતી, જે કરોડરજ્જુમાં હતી. તેમણે કહ્યું હતું કે ડોક્ટરોએ તેમની પીઠમાંથી તીક્ષ્ણ વસ્તુ (છરી) કાઢી નાખી હતી અને કરોડરજ્જુની ઇજાને ઠીક કરી હતી.

આ પણ વાંચો: Saif ali khan પર હુમલાના કેસમાં મોટી કાર્યવાહી, એક સંદિગ્ધની અટકાયત

Tags :
BollywoodentertainmentGujarat FirstSaif Ali Khan
Next Article