Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Entertainment : ‘મારી લાલ પરી...’ છેતરપિંડી કરનાર સુકેશે જેકલીનને લખ્યો બીજો પત્ર

સુકેશે જેલમાંથી જેકલીન માટે પત્ર લખ્યો સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં સુકેશે પત્રમાં હાઉસફુલ-5 પ્રશંસા કરી Sukesh letter: રોડોની છેતરપિંડીનો આરોપી સુકેશે (Sukesh Chandrashekar)જેલમાંથી જેકલીન માટે પત્ર લખ્યો છે. સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. પત્રમાં તેણે જેકલીનને...
entertainment   ‘મારી લાલ પરી   ’ છેતરપિંડી કરનાર સુકેશે જેકલીનને લખ્યો બીજો પત્ર
Advertisement
  • સુકેશે જેલમાંથી જેકલીન માટે પત્ર લખ્યો
  • સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં
  • સુકેશે પત્રમાં હાઉસફુલ-5 પ્રશંસા કરી

Sukesh letter: રોડોની છેતરપિંડીનો આરોપી સુકેશે (Sukesh Chandrashekar)જેલમાંથી જેકલીન માટે પત્ર લખ્યો છે. સુકેશ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. પત્રમાં તેણે જેકલીનને બેબી ગર્લ અને લાલ પરી તરીકે યાદ કરી છે. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જેકલીનના દેખાવની પણ પ્રશંસા કરી છે. વર્ષ 2015માં છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખર જેલમાં હોવા છતાં પણ ચર્ચામાં રહે છે. સુકેશ ઘણીવાર જેલમાંથી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez)પત્ર લખે છે અથવા ભેટ મોકલે છે.

'હાઉસફુલ-5' માટે પ્રશંસા

સુકેશે પત્રમાં જેકલીનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હાઉસફુલ-5'ની પણ પ્રશંસા કરી હતી.આ જ ફિલ્મના જેકલીનના ગીત 'લાલ પરી'ને ટાંકીને તેમણે લખ્યું છે કે તેમણે જેકલીનના દેખાવ અને તેના મ્યુઝિક વીડિયોની પણ પ્રશંસા કરી છે. સુકેશે જેકલીન માટે સરપ્રાઈઝની યોજના બનાવી હતી અને પત્રમાં તેના વિશે લખ્યું હતુ. સુકેશે જેકલીન માટે કસ્ટમાઇઝ્ડ ટેસ્લા સાયબર ટ્રક ખરીદ્યો છે. સુકેશે લખ્યું છે કે આ ભેટ જેકલીનના જન્મદિવસ પહેલા ભારતમાં આવશે. સુકેશે લખ્યું છે કે આ ટ્રક જેકલીનની સફળતા માટે છે.

Advertisement

આ પણ  વાંચો -Sardaar ji 3 પહેલા બોલીવુડની આ ફિલ્મો પર થયો હતો વિવાદ!

Advertisement

ટ્રકને કસ્ટમાઇઝ કરાવી

સુકેશે પત્રમાં લખ્યુ છે કે, આ વાહન સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. સુકેશને જેકલીનનું ગીત 'લાલ પરી' ખૂબ ગમ્યું છે. અને તેમણે પત્રમાં લખ્યું છે કે તે ઇચ્છે છે કે જેકલીન દુનિયાની પહેલી મહિલા બને જેની પાસે આવી અનોખી કાર હોય. સુકેશે લખ્યું છે કે દુનિયા ભલે મારા પ્રેમને સમજી ન શકે પણ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે ફક્ત તમે જ મારા માટે મહત્વપૂર્ણ છો. અને હું તમને ખાસ અનુભવ કરાવવા માંગુ છું.

Tags :
Advertisement

.

×