ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફેમસ રેપર અને સિંગર Honey Singh ને જાનથી મારી નાખવાની મળી ધમકી

ફેમસ રેપર અને સિંગર હની સિંહ (Honey Singh) ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિંગર હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે (Goldy Brar) વોઈસ નોટ દ્વારા ધમકી આપી છે. હની સિંહે આ અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરિયાદ...
09:07 PM Jun 21, 2023 IST | Hardik Shah
ફેમસ રેપર અને સિંગર હની સિંહ (Honey Singh) ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિંગર હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે (Goldy Brar) વોઈસ નોટ દ્વારા ધમકી આપી છે. હની સિંહે આ અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરિયાદ...

ફેમસ રેપર અને સિંગર હની સિંહ (Honey Singh) ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિંગર હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે (Goldy Brar) વોઈસ નોટ દ્વારા ધમકી આપી છે. હની સિંહે આ અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરિયાદ કરી છે. હની સિંહ સાંસદ પ્રવેશ વર્મા સાથે દિલ્હીના સ્પેશિયલ સેલના કમિશનરને મળ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી છે.

હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી

પંજાબી ગાયક અને સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારે ગાયક હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી થે. હવી સિંહે બુધવારે દિલ્હી પોલીસને આ મામલાની માહિતી આપી છે. હની સિંહે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચીને સમગ્ર ઘટના જણાવી હતી. આ સાથે હની સિંહે દિલ્હી પોલીસ પાસે સુરક્ષાની પણ માંગ કરી છે. હની સિંહે કહ્યું કે હું અમેરિકામાં હતો ત્યારે મારા મેનેજરને ફોન કરીને મને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું કે, તેના સ્ટાફને ગોલ્ડી બ્રાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે તેને ધમકી આપી હતી. જણાવી દઈએ કે બ્રાર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. હની સિંહે કહ્યું કે, તે અને તેનો પરિવાર ઘણો ડરી ગયો છે. તેણે કહ્યું, 'મારી સાથે આવું જીવનમાં પહેલીવાર બન્યું છે, હંમેશા બધાએ પ્રેમ આપ્યો છે. ખૂબ જ ડર લાગી રહ્યો છે, આખો પરિવાર ડરેલો છે. મૃત્યુથી કોને ડર ન લાગે. તેણે આગળ કહ્યું, 'કેટલાક કોલ વિદેશી નંબરોથી આવ્યા હતા, કેટલાક વોઇસ નોટ્સ આવ્યા હતા. પરંતુ હું હવે વધુ કહી શકતો નથી. હું તમારા લોકોથી કંઈ છુપાવતો નથી, કોઈ અપડેટ આવતાં જ હું ચોક્કસ કહીશ.

કોણ છે ગોલ્ડી બ્રાર ?

ગોલ્ડી બ્રારનું પૂરું નામ સતીન્દરજીત સિંહ છે. સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનો જન્મ 1994માં થયો હતો અને તેઓ BA ની ડિગ્રી ધરાવે છે. પંજાબના શ્રીમુક્તસર સાહિબનો રહેવાસી સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. એક ફેસબુક પોસ્ટમાં, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સહયોગી ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલા પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ગોલ્ડી બ્રારે કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળ સચિન બિશ્નોઈ ધાતરાંવાલી, લોરેન્સ બિશ્નોઈ અને હું છું. ગેંગસ્ટરે દાવો કર્યો હતો કે તેણે વિક્કી મિદુખેરાના મોતનો બદલો લેવા માટે સિદ્ધુ મુસેવાલાને મારી નાખ્યો હતો.

આ પણ વાંચો - આદિપુરૂષ ફિલ્મની આખી ટીમને સળગાવી દેવી જોઇએ, જાણો કોણે કહ્યું…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Delhi PoliceGangster Goldy Brarhoney singhhoney singh death threathoney singh gets death threatyo yo honey singhyo yo honey singh news
Next Article