Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Eid પર Salman Khanના દીદાર માટે ફેન્સ ઉમટી પડ્યા...કલાસિક વ્હાઈટ પઠાણીમાં સિકંદરનો સોબર લુક

સિકંદરના નબળી રહી હોવા છતા સલમાન ખાનના ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર ભાઈજાનના દીદાર માટે ઈદ પર ઉમટી પડ્યા હતા. ભીડ એટલી બધી એક્ઠી થઈ ગઈ કે પોલીસે મહેનત કરવી પડી હતી.
eid પર salman khanના દીદાર માટે ફેન્સ ઉમટી પડ્યા   કલાસિક વ્હાઈટ પઠાણીમાં સિકંદરનો સોબર લુક
Advertisement
  • બાન્દ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલકનીમાંથી સલમાને ઈદની શુભેચ્છા પાઠવી
  • ક્લાસિક વ્હાઈટ પઠાણીમાં સલમાનનો સોબલ લુક જોઈ ફેન્સ ઝુમી ઉઠ્યા
  • દર વર્ષે ફેન્સ ઈદની શુભેચ્છા માટે સલમાનના ઘર સામે મોટી સંખ્યામાં એકત્ર થાય છે

Mumbai: બાન્દ્રા સ્થિતિ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના ફેવરિટ સ્ટારની ઝલક જોવા માટે સલમાન ખાનના ફેન્સે કોઈ કસર છોડી નહતી. મોટી સંખ્યામાં ફેન્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ સામે એકત્ર થઈ ગયા. ભીડ એટલી બધી હતી કે પોલીસને મહેનત કરવી પડી. ફેન્સની સંખ્યાનો ખ્યાલ તેના પરથી આવશે કે કેટલાક ફેન્સ ઝાડ પર અને થાંભલા પર પણ ચઢી ગયા હતા.

કલાસિક સિલ્વર પઠાણીમાં સોબર લુક

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના ઘરની બાલ્કનીમાંથી ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. સલમાન કલાસિક વ્હાઈટ પઠાણીમાં બહુ સોબર લાગતો હતો. સિકંદર સ્ટારને જોવા માટે તેના ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. સલમાનની સાથે તેના ભત્રીજા આયત શર્મા અને આહિલ શર્મા પણ બાલ્કનીમાં જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

એક ઝલક માટે પડાપડી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ઈદના અવસર પર પોતાના સેંકડો ચાહકોને બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી ઈદની શુભેચ્છા પાઠવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેતાના ઘરની બહાર ચાહકોની ભારે ભીડ તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી હતી. આજે સોમવારે સાંજે સલમાન ખાનની બાલ્કનીમાંથી ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સિકંદર સ્ટારે બારી પાસે ઊભા રહીને ચાહકોને હાથ હલાવ્યો અને બધાને તેની એક ઝલક દેખાડી.

આ પણ વાંચોઃ  'મહાકુંભ'ની Monalisaને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રા શા માટે કરાઈ ધરપરડ ??? જાણો વિગતવાર

દર વર્ષનો સીલસીલો

દર વર્ષે ઈદ પર સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે તેના ક્રેઝી ફેન્સ ઉત્સુક હોય છે. હંમેશની જેમ, આ વખતે પણ ભાઈજાન તેની બાલ્કનીમાં અત્યંત રીલેક્સ મોડમાં જોવા મળ્યો હતો. પોલીસના લાઠીચાર્જથી બચવા અને સલમાનની એક ઝલક મેળવવા માટે તેમના કેટલાક ચાહકોને ઝાડ અને થાંભલા પર પણ ચઢી ગયા હતા.

સલમાનના ઘરની સુરક્ષા વધારાઈ

જાન્યુઆરી 2025માં સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બાલ્કનીને સુરક્ષિત રાખવા માટે બુલેટપ્રૂફ ગ્લાસથી મઢી દેવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન અને તેના પરિવારના સભ્યોના જીવને સતત ધમકીઓ મળી રહી હતી, જેના કારણે આ સેફ્ટી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  ઈદ પર ફેન્સને Kapil Sharmaની સ્પે. ઈદી, 'કિસ કિસ કો પ્યાર કરું 2'નો ફર્સ્ટ લુક શેર કર્યો

Tags :
Advertisement

.

×