Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SRK ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મોડી રાત્રે મન્નતની બહાર લાગ્યો ફેન્સનો જમાવડો

આજ રોજ 2 નવેમ્બરના રોજ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા શાહરુખ ખાન તેમનો 58 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાહરૂખ ખાનના ચાહકો દર વર્ષે આ દિવસે તેના ઘર મન્નતની આગળ એકઠા થતા હોય છે. આ જન્મદિવસે પણ શાહરુખના ચાહકો તેમના મનગમતા કલાકારને...
srk ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મોડી રાત્રે મન્નતની બહાર લાગ્યો ફેન્સનો જમાવડો
Advertisement

આજ રોજ 2 નવેમ્બરના રોજ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા શાહરુખ ખાન તેમનો 58 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાહરૂખ ખાનના ચાહકો દર વર્ષે આ દિવસે તેના ઘર મન્નતની આગળ એકઠા થતા હોય છે. આ જન્મદિવસે પણ શાહરુખના ચાહકો તેમના મનગમતા કલાકારને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એકઠા થયા હતા. બુધવારે સાંજે મન્નતની આસપાસ મોટી સંખ્યામાં ફેન્સની ભીડ મન્નતની આગળ એકઠી થવા લાગી હતી.  શાહરુખ એ તેના ચાહકોને નિરાશ ન કર્યા અને અડધી રાત્રે તેમના ઘરની બહાર આવી ફેન્સ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.

મન્નતની બાઉન્ડ્રી વોલ પરથી ચાહકોને શુભેચ્છા પાઠવતા શાહરુખ ખાન 

Advertisement

Advertisement

મન્નતની બાઉન્ડ્રી વોલ પરથી ચાહકોને શુભેચ્છા પાઠવતા અભિનેતાના કેટલાક વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર પહેલેથી જ ચર્ચામાં છે. વાયરલ વીડિયોમાં, જવાન સ્ટાર કાર્ગો સાથે કેઝ્યુઅલ રાઉન્ડ-નેક બ્લેક ટી-શર્ટ પહેરેલો જોઈ શકાય છે. તેણે એવિએટર સનગ્લાસ અને કેપ સાથે જોવા મળ્યા હતા.

શાહરુખે ચાહકોને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો

મધ્યરાત્રિએ ચાહકોને અભિવાદન કર્યા પછી, SRK એ તેના X એકાઉન્ટ પર તેના ચાહકોનો પ્રેમ બદલ આભાર વ્યક્ત પોતાની પોસ્ટમાં, તેણે લખ્યું, ''આ અવિશ્વસનીય છે કે તમારામાંથી ઘણા મોડી રાત્રે આવે છે અને મને શુભેચ્છા પાઠવે છે. હું માત્ર એક અભિનેતા છું. હું તમારું થોડું મનોરંજન કરી શકું એ હકીકત કરતાં મને કંઈ વધુ ખુશ કરતું નથી. હું તમારા પ્રેમના સ્વપ્નમાં જીવું છું. મને તમારા બધાનું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ આભાર''

શાહરુખે બીજા દિવસે સવારે ફરીથી મળવાનો આપ્યો ઈશારો 

શાહરુખે  તેમના ફેન્સને અંતે રાત્રે મોડું થઈ ગયું હોવાથી સૂઈ જવા માટે સંદેશ આપ્યો હતો અને તેમને એ પણ જાણ કરી કે તે બીજા દિવસે સવારે ફરીથી તેઓને ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન મળશે.

આ પણ વાંચો -- ગુજરાતી ફિલ્મો-પ્રમોશનના અભાવે ટાંયટાંય ફીશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×