રસોઇયા દિલીપના ડાન્સને લઇને Farah Khan અને કિંગ શાહરૂખ વચ્ચે થઇ નોંકઝોંક!જુઓ વીડિયો
- રસોઇયા દિલીપ માટે Farah Khan સાથે શાહરૂખની થઇ નોકઝોંક
- શાહરૂખ ખાને દિલીપના ડાન્સની કરી પ્રશંસા
- દિલીપે આર્યનની ફિલ્મના સોંગ પર ડાન્સ કરી રહ્યો છે
ફરાહ ખાને પોતાની વર્ષોની મહેનત અને પ્રતિભાના દમ પર બોલિવૂડમાં એક અનોખી ઓળખ બનાવી છે. આજે તેમના કરોડો ચાહકો છે, જેઓ તેમની ફિલ્મો અને કોરિયોગ્રાફીની પ્રશંસા કરે છે,પરંતુ આ દિવસોમાં ફરાહ ખાનની લોકપ્રિયતાને ટક્કર આપી રહ્યો છે તેમનો એક ખાસ સાથી તેમના ઘરનો રસોઈયો દિલીપ! ફરાહ ખાન છેલ્લા કેટલાક દિવસોથી દિલીપ સાથેના રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. એટલું જ નહીં, દિલીપના ચાહકોની યાદીમાં હવે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. પરંતુ દિલીપના કારણે શાહરૂખ અને ફરાહ વચ્ચે નોકઝોક પણ થઈ છે!
Farah Khan અને શાહરૂખ વચ્ચે થઇ નોંકઝોંક
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.જેમાં ફરહા ખાનનો રસોઇયો દિલીપ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની આગામી નેટફ્લિક્સ સિરીઝ ધ બાસ્ટર્ડ્સ ઓફ બોલિવૂડના ગીત ‘બદલી સી હવા હૈ’ પર ઉત્સાહભેર ડાન્સ કરતો જોવા મળે છે. ફરાહ ખાન આ વીડિયોમાં દિલીપના નૃત્યને જોઈને તેને મજાકમાં ‘પાગલ’ કહે છે, પરંતુ જ્યારે આ વીડિયો શાહરૂખ ખાન જુએ છે, ત્યારે તેઓ દિલીપની ખુબ પ્રશંસા કરે છે અને ફરાહ પર તંજ કસ્યો.
View this post on Instagram
Farah Khan પર શાહરુખે તંજ કસ્યો
ઉલ્લેખનીય છે કે કિંગ ખાન ફરાહ ખાનને પૂછે છે કે તેણે છેલ્લા 30 વર્ષમાં આટલા શાનદાર ડાન્સ સ્ટેપ કેમ નથી ક્રિએટ કર્યા નહીં? કિંગ ખાને વીડિયોની નીચે કોમેન્ટમાં લખ્યું છે કે, "ફરાહ, તું મારી માફી માંગી શકે છે કારણ કે છેલ્લા 30 વર્ષમાં તેં મને આ ડાન્સ સ્ટેપ શીખવ્યો નથી. દિલીપ આટલો સારો ડાન્સ કરી રહ્યો છે, પણ કોઈ વાંધો નહીં, હું હજુ પણ તને પ્રેમ કરું છું." કિંગ ખાન જ નહીં પરંતુ કરણ જોહર પણ દિલીપના ડાન્સ સ્ટેપ્સનો ચાહક બની ગયો છે. દિલીપની પ્રશંસા કરતા કરણ જોહરે લખ્યું છે કે, "હું દિલીપના ડાન્સ મૂવ્સનો ચાહક છું. મને લાગે છે કે મારે દિલીપ સાથે ડાન્સ સ્પર્ધા કરવી પડશે.
આ પણ વાંચો: Trishala Dutt cryptic post : શું સંજ્ય દત્તની પુત્રી ત્રિશાલા પરિવારથી નારાજ છે? રહસ્યમય પોસ્ટથી ખળભળાટ


