Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રૂ. 200 કરોડની ફિલ્મને રૂ. 20 કરોડ કમાવવામાં પણ ફાંફાં પડ્યા, જાણો સૌથી મોટી ફ્લોપ વિશે

"ગણપત" ની (Ganapath Film Flop) નિષ્ફળતા વિશે વાત કરતા, દિગ્દર્શક વિકાસ બહલે એક મુલાકાતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે ખુલાસો કર્યો કે "ગણપત" તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ શૂટિંગ દરમિયાન, તેઓ શું બનાવી રહ્યા છે, તે અંગે મૂંઝવણમાં મુકાયા. બહલે સ્વીકાર્યું કે, ફિલ્મ બનાવતી વખતે તેઓ આત્મ-શંકાથી ઘેરાયેલા હતા, કારણ કે, તેઓ જે વાર્તા બનાવવા માંગતા હતા તે ધીમે ધીમે અલગ દિશામાં લઈ ગઈ
રૂ  200 કરોડની ફિલ્મને રૂ  20 કરોડ કમાવવામાં પણ ફાંફાં પડ્યા  જાણો સૌથી મોટી ફ્લોપ વિશે
Advertisement
  • દિગ્દર્શક વિકાસ બહલે મોટી નિષ્ફળતા અંગે વાત કરી
  • સાઇફાઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર બેહાલ થઇ ગઇ
  • મીડિયા સાથેની મુલાકાતમાં પોતાનું દિલ ખોલીને વાત કરી

Ganpath Film Flop On Box Office : વિકાસ બહલ (Vikas Bahal - Director) "ક્વીન," "ઉડતા પંજાબ," અને "હસી તો ફસી" જેવી બોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મો આપવા માટે જાણીતા છે. પરંતુ 2023 માં, તેમણે એક મહત્વાકાંક્ષી ફિલ્મ રજૂ કરી જેણે દર્શકોને નિરાશ કર્યા જ નહીં પરંતુ બોક્સ ઓફિસ પર કારમી હારનો સામનો પણ કર્યો. અમે વાત કરી રહ્યા છીએ સાયન્સ ફિક્શન થ્રિલર "ગણપત" વિશે (Ganapath Film Flop), જે ટાઇગર શ્રોફ (Tiger Shroff), કૃતિ સેનન (Kriti Sanon) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અભિનીત છે. નિર્માતાઓએ આ પ્રોજેક્ટ પર રૂ. 200 કરોડનો જંગી ખર્ચ કર્યો હતો, પરંતુ ફિલ્મ તેના બજેટના 10 ટકા પણ વસૂલ કરવામાં નિષ્ફળ રહી, જે વર્ષની સૌથી મોટો ફ્લોપ સાબિત થઇ હતી.

નિર્માતાઓનો "ડ્રીમ પ્રોજેક્ટ" "દિશાહીન" બન્યો

"ગણપત" ની (Ganapath Film Flop) નિષ્ફળતા વિશે વાત કરતા, દિગ્દર્શક વિકાસ બહલે એક મુલાકાતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે ખુલાસો કર્યો કે "ગણપત" તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ શૂટિંગ દરમિયાન, તેઓ શું બનાવી રહ્યા છે, તે અંગે મૂંઝવણમાં મુકાયા. બહલે સ્વીકાર્યું કે, ફિલ્મ બનાવતી વખતે તેઓ આત્મ-શંકાથી ઘેરાયેલા હતા, કારણ કે, તેઓ જે વાર્તા બનાવવા માંગતા હતા તે ધીમે ધીમે અલગ દિશામાં લઈ ગઈ. બોક્સ ઓફિસ પર નિષ્ફળતા પછી, બહલે કહ્યું કે, તે વિચારી રહ્યો હતો કે તેણે આ ફિલ્મ કેમ બનાવી.

Advertisement

રૂ. 200 કરોડનો ખર્ચ, સામે કમાણી નહીવત જેવી

ટાઇગર શ્રોફની એક્શન અને સાયન્સ-ફાઇ પૃષ્ઠભૂમિ હોવા છતાં, "ગણપત" (Ganapath Film Flop) દર્શકોને થિયેટરોમાં આકર્ષવામાં નિષ્ફળ ગઈ હતી. અને વિવેચકોની નકારાત્મક સમીક્ષાઓ મેળવી હતી, જ્યારે પ્રેક્ષકોએ વાર્તાને અર્થહીન ગણાવી. પરિણામે, રૂ. 200 કરોડના જંગી બજેટ પર બનેલી આ ફિલ્મ રૂ. 20 કરોડના આંકડા સુધી પણ પહોંચી શકી નહીં. સતત નકારાત્મક સમીક્ષાઓનો સામનો કરીને, વિકાસ બહલે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, "ગણપત" બનાવતી વખતે તે દિશાહીન અનુભવતો હતો.

Advertisement

તેણે ફક્ત જીદને કારણે ફિલ્મ પૂર્ણ કરી

તેણે સમજાવ્યું, "હું ગણપતની (Ganapath Film Flop) વાર્તા લખી રહ્યો હતો અને લખતો રહ્યો... પછી ધીમે ધીમે વાર્તા બદલાવા લાગી, અને મને ખ્યાલ જ ન આવ્યો કે, તે ક્યારે ભવિષ્યવાદી પૃષ્ઠભૂમિ બની ગઈ." બહલના મનમાં ફક્ત એક જ વિચાર હતો: "મારે તેને પૂર્ણ કરવી પડશે." કદાચ "તેને પૂર્ણ" કરવાના આ જ આગ્રહને કારણે એક સફળ દિગ્દર્શક એવી ફિલ્મ બનાવી જે ઇતિહાસની સૌથી મોટી બોક્સ ઓફિસ નિષ્ફળતાઓમાંની એક બની.

આ પણ વાંચો -----  Piyush Pandey Passed Away : જાણીતા એડ ગુરૂ પિયુષ પાંડેનું નિધન

Tags :
Advertisement

.

×