થિયેટરમાં સંગીત કરતા વધારે બૂમો સંભળાશે, જ્યારે શારહરૂખ અને NTR સાથે આવશે
- Film War 2 માં ખાસ પ્રકારના ચેઝ સીક્વેન્સ પણ જોવા મળશે
- Film War 2 માં શાહરુખ ખાન જોવા મળી શકશે
- Film War 2 ને પઠાણ 2 સાથે સમન્વય કરાશે
Pathaan Cameo With Hrithik Roshan For War 2 : Film War 2 ની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે... આ ફિલ્મના પ્રથમ ભાગે સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. તે ઉપરાંત Hrithik Roshan અને ટાઈગર શ્રોફ ફિલ્મ વોરમાં જોવા મળ્યા હતાં. ત્યારે Film War 2 ને લઈ લોકોના દિલમાં એક અલગ કુતૂહલ જોવા મળી રહ્યો છે. કારણ કે... Film War 2 માં Hrithik Roshan સાથે Junior NTR પણ જોવા મળશે.
Film War 2 માં ખાસ પ્રકારના ચેઝ સીક્વેન્સ પણ જોવા મળશે
Junior NTR એ Film War 2 માં વિલનની ભૂમિકામાં જોવા મળે છે. ત્યારે આ સમચાર આવતાની સાથે Film War 2 અને Junior NTR ના ચાહકોમાં એક ખાસ ખુશીની લહેરી ઉછતી જોવા મળી રહી છે. તે ઉપરાંત Film War 2 માં ખાસ પ્રકારના ચેઝ સીક્વેન્સ પણ જોવા મળશે. તેની સાથે Hrithik Roshan સાથે Junior NTR વચ્ચે શ્વાસ અધ્ધર કરી તેવા એક્શન દ્રશ્યો પણ જોવા મળશે. પરંતુ Film War 2 ને લઈ વધુ એક અભિનેતા અને કિરદારની અફવાઓ ઉડી રહી છે.
આ પણ વાંચો: Viral Video : શું ખરેખર સલમાન ખાને બિશ્નોઇને ધમકી આપી? જાણો વીડિયોની હકીકત
The box office is going to be on fire when Shah Rukh Khan and Hrithik Roshan will come together in War 2!
The film will be a massive HIT for sure 🔥🙌🏼😍#shahrukhkhan #srk #hrithikroshan #war2 pic.twitter.com/iXVvwZPS94— Bollywood Now (@BollywoodNow) October 22, 2024
Film War 2 માં શાહરુખ ખાન જોવા મળી શકશે
Film War 2 માં શાહરુખ ખાન જોવા મળી શકે છે. જોકે YRF Spy Universe ની શરૂઆત શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણથી થઈ હતી. ત્યારે ફિલ્મ પઠાણના ક્લાઈમેક્સ સિનમાં ટાઈગર એટલે કે સલમાન જોવા મળ્યો હતો. તે ઉપરાંત ટાઈગર 3 માં પણ શાહરૂખ ખાન જોવા મળ્યો હતો. બીજી તરફ YRF Spy Universe ની આગામી ફિલ્મ આલ્ફામાં પણ શાહરૂખ ખાન જોવા મળી શકે છે. ત્યારે એવી અટકળો સામે આવી છે કે, Film War 2 માં શાહરુખ ખાન જોવા મળી શકશે.
Film War 2 ને પઠાણ 2 સાથે સમન્વય કરાશે
જોકે હાલમાં YRF Spy Universe એ આલ્ફા અને મોહિત સૂરીની એક ફિલ્મને શૂટ કરવામાં વ્યસ્ત છે. ત્યારબાદ Film War 2 નું શૂટિંગ શરૂ કરાશે. અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, Film War 2 ને પઠાણ 2 સાથે સમન્વય કરાશે. અને Film War 2 ની વાર્તા જ્યાં પૂરી થશે, ત્યાંથી પઠાણ 2 ની વાર્તાની શરૂઆત કરાશે.
આ પણ વાંચો: Sanjay Dutt બાળકો અને પત્નીને લઇને આ રીતે કેમ નિકળ્યો..?


