Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Game Changer એ રામ ચરણ માટે કારકિર્દીમાં પાસા પલટી શકશે

Film Game Changer Trailer : Ram Charan એ 3 વર્ષ પછી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યો
film game changer એ રામ ચરણ માટે કારકિર્દીમાં પાસા પલટી શકશે
Advertisement
  • 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે
  • Ram Charanએ 3 વર્ષ પછી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યો
  • Ram Charan માટે આ ફિલ્મ Game Changer બનશે કે નહીં

Film Game Changer Trailer : Ram Charan ના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ Game Changer નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ નિર્માતાઓએ આજરોજ ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં Ram Charan એક્શન અવતારમાં જોવા મળે છે. અગાઉ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં Ram Charan નો આવો જ અવતાર બતાવવામાં આવ્યો હતો.

10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે

એસ. શંકરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને દિલ રાજુ આ ફિલ્મના નિર્માતા છે. અગાઉ મેકર્સ આ ફિલ્મને ડિસેમ્બર 2024 માં જ રિલીઝ કરવાના હતા. જોકે, પછી તે મોફૂક રાખવામાં આવ્યું હતું. હવે, Game Changer ને 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. તો ટ્રેલરમાં Ram Charan ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે. તેમનું એક પાત્ર નેતાનું છે અને બીજું IAS અધિકારીનું છે.

Advertisement

આ પણ વાંચો: Indian Cinema ની સૌથી મોટી ફ્લોપ આપનારી જોડી ફરી એકવાર સાથે

Advertisement

Ram Charan એ 3 વર્ષ પછી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યો

આ ટ્રેલરમાં Kiara Advani પણ જોવા મળી રહી છે. જો કે તે કેવો રોલ ભજવશે તે ટ્રેલર પરથી સ્પષ્ટ થયું નથી. Ram Charan એ 3 વર્ષ પછી પોતાની ફિલ્મ લઈને આવી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 2022 માં રિલીઝ થયેલી RRR છે. તે પછી વર્ષ 2022 માં જ ફિલ્મ આચાર્યમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મમાં તેના પિતા ચિરંજીવી લીડ રોલમાં હતા. પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

Ram Charan માટે આ ફિલ્મ Game Changer બનશે કે નહીં

ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે, ફિલ્મ Game Changer એ Ram Charan માટે વર્ષ 2024 માં Game Changer તરીકે સાબિત થઈ શકે છે નહીં. બીજી તરફ Kiara Advani ની વાત કરીએ તો, તેને છેલ્લે સત્યપ્રેમ કી કથામાં જોવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી. તો લાંબા સમય બાદ Kiara Advani એ સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે.

આ પણ વાંચો: ગામડાનો છોકરો વિશ્વમાં નામ રોશન કરે છે, તો સારું લાગે છે : PM Modi

Tags :
Advertisement

.

×