Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન, અભિનેતા અનુપમ ખેર શોર વ્યક્ત કર્યો

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું 73 વર્ષની વયે અવસાન થયું છે. નજીકના મિત્ર અનુપમ ખેરે દુઃખ વ્યક્ત કર્યું છે.
ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન  અભિનેતા અનુપમ ખેર શોર વ્યક્ત કર્યો
Advertisement
  • પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન
  • 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
  • ફિલ્મ નિર્માતા પ્રિતેશના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ દુઃખી
  • અનુપમ ખેરે પણ આ દુખદ સમાચાર અંગે શોક વ્યક્ત કર્યો

Pritish Nandy Death: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. તેમણે 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી હતી. ફિલ્મ નિર્માતા પ્રિતેશના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ દુઃખી છે.

અનુપમ ખેરે શોક વ્યક્ત કર્યો

ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રિતેશ નંદી તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા હતા. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક પ્રખ્યાત નામ હતા અને તેમની 'ચમેલી' અને 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' જેવી પ્રખ્યાત ફિલ્મોએ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મોની હંમેશા વિશેષ પ્રશંસા થતી હતી. તેમના દ્વારા લખાયેલા શબ્દો અને તેમનો પરિપ્રેક્ષ્ય હંમેશા નવા આયામો રજૂ કરે છે.

Advertisement

આ પણ વાંચો : Animal ના કારણે તૃપ્તિ ડિમરીને Aashiqui 3 માંથી હાંકી કાઢવામાં આવી

Advertisement

નજીકનો મિત્ર યાદ આવ્યો

અભિનેતા અનુપમ ખેરે પણ આ દુખદ સમાચાર અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર પ્રિતેશ નંદીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને કહ્યું, 'હું આઘાતમાં અને દુઃખી છું કે મારા સૌથી પ્રિય અને સૌથી નજીકના મિત્ર પ્રિતેશ નંદીનું નિધન થયું છે. તેઓ એક અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને નીડર પત્રકાર હતા. મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં તે મારા માટે મજબૂત સહારો બન્યા હતા. અનુપમ ખેરે તેમની સાથે વિતાવેલા સમયને યાદ કરતા કહ્યું કે, તેઓ હંમેશા લાર્જર ધેન લાઈફ હતા. તેણે એમ પણ કહ્યું કે, તે પ્રિતેશ નંદીને ક્યારેય ભૂલી શકશે નહીં, ખાસ કરીને જ્યારે તેણે તેને ફિલ્મફેર અને 'ધ ઇલસ્ટ્રેટેડ વીકલી'ના કવર પર સ્થાન આપ્યું હતુ.

પ્રિતેશ નંદી વિશે

15 જાન્યુઆરી 1951ના રોજ જન્મેલા પ્રિતેશ નંદીએ તેમની કારકિર્દી દરમિયાન દૂરદર્શન, ઝી ટીવી અને સોની ટીવી પર 500 થી વધુ સમાચાર અને વર્તમાન બાબતોના શો રજૂ કર્યા હતા. તેમણે તેમની ફિલ્મી કરિયરમાં કુલ 24 ફિલ્મો બનાવી, જેમાં 'ચમેલી' અને 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ' સિવાય 'સૂર', 'કાંટે', 'હઝારોં ખ્વાહિશો ઐસી', 'એક ખિલાડી એક હસીના' ' અને 'અંકહી' જેવી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ધનશ્રી સાથે અફેરની અફવા વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડે કરી મોટી જાહેરાત, વાયરલ ફોટા અંગે કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×