SRK-Deepika પદુકોણ સામે નોંધાઈ FIR,જાણો શું છે સમગ્ર મામલો
SRK-Deepika FIR : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને એક્ટ્રેસ દીપિકા પદુકોણ સામે રાજસ્થાનના (SRK-Deepika FIR )ભરતપુરમાં FIR નોંધાઈ છે. જેના પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ નવાઈ પામશો. જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે તે ખરેખરમાં એક વકીલ છે. આ વકીલનું નામ છે કીર્તિ સિંહ છે જેણે પહેલા ફરિયાદ નોંધવા માટે અરજી આપી હતી અને બાદમાં કોર્ટે શાહરૂખ અને દીપિકાની સામે FIR નોંધવાના આદેશ આપ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો જાણો તેના વિશે.
આ પણ વાંચો -Tamil actress : શિક્ષિકામાંથી અભિનેત્રી બની, સોશિયલ મીડિયાથી કરે છે લાખોની કમાણી
વાહનોની માર્કેટિંગના આરોપો લગાવ્યા
રાજસ્થાનના ભરતપુરનો આ મામલો છે કે જ્યાંના વકીલ કીર્તિ સિંહે બંને સ્ટાર્સ વિરુદ્ધ એક અરજી નોંધાવી હતી અને હવે કોર્ટે પણ કેસ નોંધવાના આદેશ આપ્યા છે. આ કેસ ડિફેક્ટિવ વાહનોની માર્કેટિંગના આરોપો લગાવ્યા છે. ફરિયાદીની અરજી પછી પોલીસે પણ તપાસ શરૂ કરી છે. કીર્તિ સિંહનો આરોપ છે કે તેમણે વર્ષ 2022માં લગભગ 23.97 લાખની એક કાર ખરીદી હતી. પછી તેમણે HDB ફાઇનાન્સિયલ સર્વિસિસથી કાર લોન કરાવી અને અડધી રકમ રોકડ આપી હતી.
આ પણ વાંચો -ગરીબ બાળકોને જમાડતા Honey Singh ને જોવા ચાહકોએ ટ્રાફીક જામ કર્યો
કારમાં ઘણી ખામીઓ છે
ફરિયાદી વકીલ દ્વારા એવા આરોપ લગાવામાં આવ્યા છે કે તેની કારમાં ઘણી ખામીઓ છે. હાઈવે પર ચલાવતી વખતે આ પિકઅપ નથી લેતી. માત્ર RPM વધે છે. ઓડોમિટર પર મેલફંક્શનનો સાઇન બતાવે છે. જેથી આ પ્રકારની ઘણી ખામીઓનો તેઓ સામનો કરી રહ્યા છે. આ તમામ ખામીઓના કારણે તેઓ ઘણી વખત ખતરનાક અકસ્માતથી પણ બચ્યા છે. તેઓ ઘણી વખત શોરૂમ પણ ગયા પરંતુ સમસ્યાનો ઉકેલ નથી મળ્યો.
શોરૂમ માલિકોના નામ પણ ફરિયાદમાં નોંધાવ્યા
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે વકીલનું કહેવું છે કે આ સમસ્યા એટલી મોટી છે કે તેને સ્થાયી રીતે સુધારી શકાતી નથી કારણ કે આ મેન્યુફેક્ચરિંગની સમસ્યા છે. આવામાં તેમને ઘણું નુકસાન થયું છે. ફરિયાદીએ કહ્યું કે આ હ્યુન્ડાઈ કંપનીની અલ્કાઝર કારના બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ છે. તેઓ પણ આ બધામાં સામેલ છે. સાથેજ તેમણે કાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનસો કિમ, ડિરેક્ટર, COO અને શોરૂમ માલિકોના નામ પણ ફરિયાદમાં નોંધાવ્યા છે.


