Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Border 2 નો પહેલો લુક! જાણો ક્યારે રિલીઝ થશે Sunny Deol ની ફિલ્મ

Border 2 first look Release : આજે, 15 ઓગસ્ટ 2025, દેશભરમાં 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ ઐતિહાસિક દિવસે, બોલિવૂડના એક્શન સુપરસ્ટાર સની દેઓલે પોતાની આગામી ફિલ્મ ‘બોર્ડર 2’ વિશે ચાહકોને મોટી ભેટ આપી છે.
border 2 નો પહેલો લુક  જાણો ક્યારે રિલીઝ થશે sunny deol ની ફિલ્મ
Advertisement
  • Border 2નો પહેલો લુક રિલીઝ
  • 79મા સ્વતંત્રતા દિવસે ચાહકોને Border 2ની ભેટ
  • વરુણ ધવન–દિલજીત–અહાન શેટ્ટી સાથે સની દેઓલનું કમબેક
  • Border 2 : દેશપ્રેમની જ્વાળા સાથે સની દેઓલ તૈયાર

Border 2 first look Release : આજે, 15 ઓગસ્ટ 2025, દેશભરમાં 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ ઐતિહાસિક દિવસે, બોલિવૂડના એક્શન સુપરસ્ટાર સની દેઓલે પોતાની આગામી ફિલ્મ ‘Border 2’ વિશે ચાહકોને મોટી ભેટ આપી છે. તેમણે ફિલ્મનો પહેલો લુક જાહેર કર્યો છે અને સાથે જ ફિલ્મની રિલીઝ તારીખ પણ ઘોષિત કરી છે.

સની દેઓલનો પહેલો લુક અને જાહેરાત

સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર Border 2 ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર શેર કર્યું. પોસ્ટરમાં તેમની આંખોમાં દેશપ્રેમની જ્વાળા અને ગુસ્સો સ્પષ્ટ જોવા મળે છે. તેમણે લખ્યું – “હિંદુસ્તાન કે લિયે લડેંગે… ફિર એક બાર.” વળી આ સાથે એક્શન સુપરસ્ટાર સની દેઓલે જણાવ્યું કે ફિલ્મ 22 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

Advertisement

ચાહકોની Border 2 ના પોસ્ટર પર પ્રતિક્રિયા

જાહેરાત પછી સોશિયલ મીડિયા પર ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. એક યુઝરે લખ્યું – “ફરી એકવાર હિન્દુસ્તાનનો સિંહ 22 વર્ષ પછી પાકિસ્તાનીઓને હરાવવા આવી રહ્યો છે.” બીજાએ કહ્યું – “ઓલ ટાઇમ બ્લોકબસ્ટર લોડિંગ.” ઘણા યુઝર્સે જય હિંદ, અગ્નિ અને હાર્ટના ઇમોજી દ્વારા પોતાના ભાવ વ્યક્ત કર્યા.

ફિલ્મ વિશે જાણો

‘બોર્ડર 2’ એ જેપી દત્તાની 1997ની સુપરહિટ ફિલ્મ બોર્ડરનું સિક્વલ છે, જેને ભારતીય સિનેમા ઇતિહાસની સૌથી લોકપ્રિય દેશભક્તિ ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ વખતે ફિલ્મનું નિર્દેશન જાણીતા ડિરેક્ટર અનુરાગ સિંહ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં સની દેઓલ સિવાય અનેક યુવા કલાકારો પણ જોવા મળશે. વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકાઓમાં રહેશે. થોડા સમય પહેલા જ દિલજીત દોસાંઝે એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચો :   Shehnaaz Gill અને Honey Singh ની જોડી પહેલીવાર સ્ક્રીન પર! પોસ્ટર રિલીઝ

Tags :
Advertisement

.

×