Tamil actress : શિક્ષિકામાંથી અભિનેત્રી બની, સોશિયલ મીડિયાથી કરે છે લાખોની કમાણી
Tamil actress : સોશિયલ મીડિયા (social media)એક એવું પ્લેટફોર્મ છે કે જેના પર તમે કમાણી પણ કરી શકો છો. મોટા મોટા ઈન્ફ્લુએન્સર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. આજે અમે એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે પહેલા શિક્ષિકા હતી. જોકે હાલ તે એક્ટિંગ(Tamil actress)ની સાથે સાથે સોશિયલ મીડિયા થકી પણ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી ધર્શા ગુપ્તા (Dharsha Gupta)વિશે જેણે તમિલ ટીવી અને રિયાલિટી શો દ્વારા નવી ઓળખ બનાવી છે.
એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું (Tamil actress)
ધર્શા ગુપ્તાએ તેના કરિયરની શરૂઆત તમિલ ટીવી સિરિયલ ‘મુલ્લમ મલારમ’ (2017-2019) થી કરી, જ્યાં તેણે ‘વિજયલક્ષ્મી’નું પાત્ર ભજવ્યું. ત્યારબાદ ‘સેન્થૂરા પૂવે’ અને ‘અવલુમ નાનુમ’ જેવા ધારાવાહિકોમાં તેની એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું. પરંતુ સાચી પ્રસિદ્ધિ તેમને સ્ટાર વિજયના રિયાલિટી શો ‘કુકુ વિથ કોમાલી’ (સીઝન 2) અને ‘સુપર સિંગર 8’ થી મળી.
‘રિચર્ડ રિષી’ સાથે કામ કર્યું (Tamil actress)
2021માં ધર્શાએ તમિલ ફિલ્મ ‘રુદ્ર થાંડવમ’ થી સિનેમાની શરૂઆત કરી, જેમાં તેમણે ‘રિચર્ડ રિષી’ સાથે કામ કર્યું. ત્યારબાદ 2022માં સની લિયોની સાથે ‘ઓહ માય ઘોસ્ટ’ માં દેખાઈ. તાજેતરમાં, ધર્શાએ ‘બિગ બોસ તમિલ’ સીઝન 8માં ભાગ લીધો, જેને વિજય સેતુપતિ હોસ્ટ કરી રહ્યા છે અને ત્યાં પણ તેમની હાજરીને કારણે તે ચર્ચાનો મુદ્દો બની હતી.
ધર્શા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ગઈ
2.3 મિલિયન ફોલોઅર્સ સાથે ધર્શા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ગઈ છે. તેમની પોસ્ટ્સ, ખાસ કરીને પરંપરાગત વસ્ત્રો જેમ કે દાવણી અને ગજરા સાથે, લોકોને ખૂબ જ પસંદ આવે છે. તમિલનાડુના કોયમ્બતુરની રહેવાસી ધર્શાને ઘણા લોકો મલયાલી અભિનેત્રી માને છે
પ્રોડક્ટ પ્રમોશન અને માર્કેટિંગથી
અભિનેત્રીની કમાણીનો મોટો ભાગ ઇન્સ્ટાગ્રામ પર પ્રોડક્ટ પ્રમોશન અને માર્કેટિંગથી આવે છે. પરંતુ તે ઉપરાંત, તે એક સબ્સ્ક્રિપ્શન-બેસ્ડ સર્વિસ પણ ચલાવે છે, જ્યાં પેઇંગ સબ્સ્ક્રાઇબર્સને વિશેષ વિડિઓ અને તસવીરો મળે છે.
961 સબ્સ્ક્રાઇબર્સ લઈ રહ્યા
440 રૂપિયાની ફી પર આ સર્વિસને 961 સબ્સ્ક્રાઇબર્સ લઈ રહ્યા છે, જેના કારણે તેને માત્ર આ માધ્યમથી દર મહિને 4 લાખ રૂપિયા કરતા વધુની આવક થઈ રહી છે.
આ પણ વાંચો -Virat Kohliના ઈન્સ્ટાગ્રામ 'લાઇક' પર Avneet Kaurએ તોડી ચૂપ્પી, કહ્યું, 'બસ પ્યાર...'
કોવિડ-19 મહામારી મદદ કરી
ધર્શા ગુપ્તા માત્ર ગ્લેમર દુનિયા સુધી મર્યાદિત નથી. કોવિડ-19 મહામારી દરમિયાન તેણે 20,000 કરતા વધુ લોકોની મદદ કરી. તેને આવાસ અને મૂળભૂત ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. આ સારા કામ માટે તેમને ‘હાર્ટ ઓફ ધ ઈયર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી હતી.


