તૈયાર થઈ જાવ વર્ષ 2025માં આવનારી ધમાકેદાર એકશન્સથી ભરપૂર 5 હોલીવૂડ બ્લોકબસ્ટર્સ માટે !!!
- મિશન ઈમ્પોસિબલ- 7- ધી ફાયનલ રેકનિંગ(23-05-2025)
- 28 યર્સ લેટર(20-06-2025)
- જુરાસિક વર્લ્ડ રિબર્થ(02-07-2025)
- સુપરમેન(11-07-2025)
- અવતારઃ ફાયર એન્ડ એશ(19-12-2025)
Ahmedabad: વર્ષ 2025 ધમાકેદાર એક્શન મૂવિ ફેન્સ માટે શુકનીયાળ સાબિત થવાનું છે. 2025ના હવે 9 મહિના બચ્યા છે. જેમાં હોલીવૂડ અત્યંત સફળ રહેલ 5 ફ્રેન્ચાઈઝની ફિલ્મો રિલીઝ થશે. ફેન્સ અત્યારથી જ આ દરેક ફિલ્મો માટે ખૂબ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. ટ્રેન્ડ પંડિતોએ આ પાંચે પાંચ ફિલ્મોને બ્લોકબલ્સ્ટર ગણાવવાની શરૂ કરી દીધી છે.
મિશન ઈમ્પોસિબલ- 7- ધી ફાયનલ રેકનિંગ(23-05-2025)
હોલીવૂડના અગ્રણી સ્ટાર ટોમ ક્રુઝની અતિલોકપ્રિય મૂવિ સીરીઝ મિશન ઈમ્પોસિબલનો 7મો અને છેલ્લો ભાગ ધી ફાયનલ રેકનિંગનો દર્શકો બહુ આતૂરતાપૂર્વક ઈંતેજાર કરી રહ્યા છે. મિશન ઈમ્પોસિબલ સીરીઝનો આ છેલ્લો ભાગ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફિલ્મ ટોમ ક્રુઝના પાત્ર ઈથન હંટનું છેલ્લું એડવેન્ચર હશે.
28 યર્સ લેટર(20-06-2025)
વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ 28 ડેઝ લેટર લંડનમાં એક જીવલેણ વાયરસના સંક્રમણ પર આધારિત હતી. તેનો બીજો ભાગ 25 વીક્સ લેટર વર્ષ 2007માં આવ્યો હતો. જેની સ્ટોરીલાઈન પણ આવી જ હતી. હવે આ સીરીઝની 3જી ફિલ્મ રિલીઝ થવાની છે જેમાં 28 વર્ષ પછીની વાર્તા બતાવવામાં આવશે. તેથી જ તેનું નામ 28 યર્સ લેટર રાખવામાં આવ્યું છે. આ ફિલ્મની દર્શકોને ઈંતેજારી હોવાનું મુખ્ય કારણ તેના ડાયરેક્ટર છે. આ ફિલ્મને સ્લમડોગ મિલિયોનેર ફેમ ડેની બોયલ બનાવી રહ્યા છે તેથી જ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Sneha Desai : IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર -એક ગુજરાતી યુવતી
જુરાસિક વર્લ્ડ રિબર્થ(02-07-2025)
જુરાસિક વર્લ્ડ રિબર્થની વાર્તા અગાઉના જુરાસિક વર્લ્ડ યુનિવર્સની ફિલ્મોની વાર્તાથી સંપૂર્ણપણે અલગ હશે. આ ફિલ્મમાં, એક ખાસ ટીમને એક ટાપુ પર મોકલવામાં આવે છે જ્યાં મૂળ જુરાસિક પાર્કને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો. આ ટીમને ત્યાંથી ડાયનાસોરના ડીએનએના નમૂના લાવવાનું કામ સોંપવામાં આવે છે. આ ફિલ્મની દર્શકોને ખાસ ઈંતેજાર હોવાનું મુખ્ય કારણ તેની મુખ્ય હિરોઈન સ્કારલેટ જોહન્સન છે. આ એ જ અભિનેત્રી છે જેણે માર્વેલ સીનેમેટિક યુનિવર્સની અવેન્જર્સને લગતી ફિલ્મોમાં બ્લેક વિડોની મુખ્ય ભૂમિકા ભજવી છે. સ્કારલેટ જોહન્સનનું જુરાસિક પાર્ક જેવી ફિલ્મોમાં હોવું તે જ આ ફિલ્મની સફળતાની એક મોટી ગેરંટી માનવામાં આવે છે.
સુપરમેન(11-07-2025)
માર્વેલની જેમ ડીસીના ફેન્સ પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. ડીસીની સૌથી હિટ ફિલ્મ એટલે સુપરમેન. આ સુપરમેનની અનેક ફિલ્મો અત્યાર સુધી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહી છે. હવે નવા સુપરમેન સાથે નવી સુપરમેન ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ ડીસી સ્ટુડિયો, ટ્રોલ કોર્ટ એન્ટરટેઈનમેન્ટ અને ધ સેફ્રાન કંપની દ્વારા કરવામાં આવશે અને તેનું વિતરણ વોર્નર બ્રધર્સ પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મ જેમ્સ ગન દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે અને તેમાં ડેવિડ કોરેન્સવેટે ક્લાર્ક કેન્ટ / સુપરમેન તરીકે ભૂમિકા ભજવી છે.
અવતારઃ ફાયર એન્ડ એશ(19-12-2025)
બોક્સ ઓફિસ પર અવતાર ફ્રેન્ચાઈઝે જે ધડાકા કર્યા છે તેના વિશે સૌ કોઈ જાણે છે. આ સીરીઝની પહેલી ફિલ્મ, અવતાર, હજુ પણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ ધરાવે છે. તે સમયે, આ ફિલ્મે વિશ્વભરમાં આશરે 8,957 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તેની ત્રીજી ફિલ્મ અવતાર: ફાયર અને એશ આ વર્ષે સિનેમાઘરોમાં આવશે જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તે નક્કી જ છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Amal Malik:પરિવારથી છેડો ફાડ્યાની ઘટનામાં આવ્યો વળાંક, અમાલ મલિકની માતાએ આપી પ્રતિક્રિયા


