Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોવિંદા-સુનીતા આહુજા 15 વર્ષથી અલગ રહે છે: પત્નીનો ચોંકાવનારો ખુલાસો

સુનીતા આહુજાએ સ્પષ્ટ કર્યું કે ગોવિંદાની ખરાબ સંગત અને પારિવારિક સમસ્યાઓ છે અલગ રહેવાનું કારણ
ગોવિંદા સુનીતા આહુજા 15 વર્ષથી અલગ રહે છે  પત્નીનો ચોંકાવનારો ખુલાસો
Advertisement
  • બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને પત્ની આહુજાના સંબંધો અંગે ચોંકાવનારો ખુલાસો (Govinda Wife Sunita Vlog)
  • સુનીતાએ તાજેતરના યુટ્યુબ વ્લોગમાં સંબંધ અંગે કર્યો ખુલાસો
  • અમે છેલ્લા 15 વર્ષથી અલગ અલગ રહીએ છીએ : ગોવિંદા

Govinda Wife Sunita Vlog : બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજાના સંબંધો વિશે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુનીતા આહુજાએ તેમના તાજેતરના યુટ્યુબ વ્લોગમાં જણાવ્યું છે કે તેઓ અને ગોવિંદા લાંબા સમયથી એકસાથે એક જ ઘરમાં રહેતા નથી.

સુનીતાએ જાહેર કર્યું કે, "હું અને ગોવિંદા આમ-સામેના અલગ ઘરોમાં રહીએ છીએ. અમે છેલ્લા 15 વર્ષથી અલગ રહી રહ્યા છીએ, પરંતુ એકબીજાના ઘરે આવન-જાવન ચાલુ રાખીએ છીએ."

Advertisement

અફેરની અફવાઓ પર કર્યો ખુલાસો

પતિ ગોવિંદાના કથિત અફેરની અફવાઓ અંગે વાત કરતાં સુનીતા આહુજાએ સ્પષ્ટતા કરી કે તે તેમના બે બાળકો – યશવર્ધન અને ટીના – સાથે રહે છે, જ્યારે ગોવિંદા (જે 'ચી ચી'ના નામથી પણ જાણીતા છે) બીજા ઘરમાં એકલા રહે છે. સુનીતાએ સ્પષ્ટ કર્યું કે ગોવિંદાના અફેરની અફવાઓથી તેમને ખાસ ફરક પડતો નથી કારણ કે તેઓ 'ખૂબ મજબૂત' છે અને તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે. તેમણે કહ્યું, "મેં બાળપણથી લઈને મારી આખી જિંદગી ગોવિંદાને આપી દીધી છે, અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું."

Advertisement

Govinda's Wife Sunita Ahuja

Govinda's Wife Sunita Ahuja

પારિવારિક સમસ્યાઓ અને ખરાબ સંગત (Govinda Wife Sunita Vlog)

સુનીતા આહુજાએ ખુલાસો કર્યો કે તેમના અલગ રહેવા પાછળનું એક કારણ પારિવારિક સમસ્યાઓ પણ છે. તેમણે કહ્યું, "સમસ્યા એ છે કે ગોવિંદાના પરિવારમાં કેટલાક એવા લોકો છે જે મને અને તેમને સાથે જોવા માંગતા નથી. તેઓ વિચારે છે કે તેમનો પરિવાર આટલો ખુશ કેમ છે, કારણ કે તેમના પોતાના પત્ની-બાળકો મૃત્યુ પામ્યા છે." તેમણે ગોવિંદાની મિત્રતા પર પણ ટિપ્પણી કરી, "ગોવિંદા સારા લોકોની સાથે ઊઠતા-બેસતા નથી. જેમ હું કહું છું, જો તમે ખરાબ લોકો સાથે રહેશો તો તેમના જેવા બની જશો. આજે મારું કોઈ ફ્રેન્ડ સર્કલ નથી, મારા બાળકો જ મારા મિત્રો છે."

ગોવિંદા-સુનીતાનો સંબંધ (Govinda Wife Sunita Vlog)

ગોવિંદા અને સુનીતા આહુજા વચ્ચેના છૂટાછેડાની અફવાઓ ફેલાયાના થોડા અઠવાડિયા બાદ જ આ ખુલાસો થયો છે. જોકે, આ કપલને તાજેતરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે કરતા જોવા મળ્યા હતા. ગોવિંદા અને સુનીતાની પ્રેમ કહાણી 1980ના દાયકામાં શરૂ થઈ હતી, અને બંનેએ 11 માર્ચ, 1987ના રોજ લગ્ન કર્યા હતા. સુનીતા અભિનેતાના કાકા અને ફિલ્મ નિર્માતા ઋષિકેશ મુખર્જીના સહાયક આનંદ સિંહના સાળી છે. તેમને બે બાળકો છે: પુત્રી ટીના આહુજા અને પુત્ર યશવર્ધન.

આ પણ વાંચો :   '8 કલાકની શિફ્ટ' પર ફરાહનો કટાક્ષ, ઈન્સ્ટા પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા

Tags :
Advertisement

.

×