Govinda-Sunita : લગ્નનાં 37 વર્ષ બાદ Govinda-Sunita ના છૂટાછેડા ફાઇનલ?
- લગ્નનાં 37 વર્ષ બાદ ગોવિંદા-સુનિતાના છૂટાછેડા ફાઇનલ? (Govinda -Sunita )
- લગ્ન જીવનમાં તણાવની અટકળો હકીકતમાં ફેરવાઇ
- ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ
- પત્ની સુનીતાએ બાંદ્રા કોર્ટમાં અરજી દાખલ કરી હોવાનો દાવો
- અભિનેતા પર લગ્નેતર સંબંધ, ક્રૂરતા અને છેતરપિંડીના ગંભીર આરોપો
- સુનિતા આહુજાએ છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો
Govinda -Sunita : સુનિતા આહુજાએ છૂટાછેડા (Govinda -Sunita)માટે કેસ દાખલબોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના લગ્ન જીવન વિશે છેલ્લા કેટલાય સમયથી અફવા અને ચર્ચાઓ ચાલી રહી છે. હવે માહિતી બહાર આવી રહી છે કે બંને વચ્ચેના સંબંધો ખરેખર તૂટી પડ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ સુનિતાએ 5 ડિસેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા( Divorce)ની અરજી દાખલ કરી છે.
સુનિતાએ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડાની અરજી આપી (Govinda -Sunita)
મળતી માહિતી અનુસાર સુનિતાએ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડા(Govinda -Sunita)ની અરજી આપી છે અને તેમાં ક્રૂરતા અને છેતરપિંડી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. જણાવાયું છે કે ગોવિંદાને સમન્સ પાઠવવામાં આવ્યો હતો, પરંતુ તે અત્યાર સુધીમાં કોર્ટમાં હાજર રહ્યો નથી. બીજી તરફ સુનિતા દરેક સુનાવણીમાં હાજર રહી છે અને કોર્ટના કાઉન્સેલિંગ સત્રોમાં પણ ગોવિંદાની ગેરહાજરી નોંધાઇ છે.
લગ્નનાં 37 વર્ષ બાદ ગોવિંદા-સુનિતાના છૂટાછેડા ફાઇનલ?
લગ્ન જીવનમાં તણાવની અટકળો હકીકતમાં ફેરવાઇ
ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ
પત્ની સુનીતાએ બાંદ્રા કોર્ટમાં અરજી દાખલ કરી હોવાનો દાવો
અભિનેતા પર લગ્નેતર સંબંધ, ક્રૂરતા અને છેતરપિંડીના ગંભીર આરોપો
સુનિતા આહુજાએ છૂટાછેડા માટે કેસ દાખલ… pic.twitter.com/B0Wk3pCs9B— Gujarat First (@GujaratFirst) August 22, 2025
લગ્ન જીવનને લઈને ઘણાં ખુલાસા કર્યા (Govinda -Sunita)
સુનિતાએ તાજેતરમાં પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરી છે અને ત્યાથી લગ્ન જીવનને લઈને ઘણાં ખુલાસા કર્યા છે. એક વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વારંવાર પોતાની માતાને પ્રાર્થના કરતી હતી કે તેમના લગ્નજીવન પર આશીર્વાદ આપે. સુનિતાએ કહ્યું કે, "મને માતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે મારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરી છે.મેં ગોવિંદા સાથે લગ્ન કર્યા અને મારી પાસે બે બાળકો છે." વિડિયો દરમિયાન સુનિતા ઘણી ભાવુક થઇ હતી અને આ વાક્ય બોલતી જોવા મળી: "જે કોઈ મારી લાગણીઓને ઠેસ પહોંચાડશે, મા કાલી તેમનું ગળું કાપી નાખશે. કોઈ પણ મારી જેમ સારા ઘર અને સારા જીવન માટે પ્રયત્નશીલ સ્ત્રીને દુઃખ નહીં આપવું જોઈએ."
આ પણ વાંચો -Monalisa viral girl : મોનાલિસાના નવા લૂક પર લોકો દીવાના, મહાકુંભ ગર્લનો વીડિયો વાયરલ
અલગ રહેવાની બાબત પર સ્પષ્ટતા
ગત દિવસોમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી પતિ ગોવિંદાથી અલગ રહે છે. જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા પણ આપી હતી કે આનો અર્થ સંબંધ તૂટી ગયાનું નથી. તેમણે કહ્યું કે, "ગોવિંદાની મીટિંગ્સ અને વ્યવસાયની સાથે ચાલતી અફરાતફરીને કારણે હું બાળકો સાથે બીજાં ઘરમાં રહેવું પસંદ કરતી હતી.
આ પણ વાંચો -Jaswinder Bhalla death : પંજાબી કોમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન, 65 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
બોલિવૂડના સૌથી મજબૂત દંપતીમાં ગણાતો
ગોવિંદા અને સુનિતાનો સંબંધ બોલિવૂડના સૌથી મજબૂત દંપતીમાં ગણાતો રહ્યો છે. 1987 માં લગ્ન બાદ બંને બહુ સમય સુધી જાહેર જીવનમાં એકસાથે જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં છૂટાછેડાની અફવા અને કોર્ટે કામગીરીની પુષ્ટિ મળતા ચાહકોમાં નિરાશાનો માહોલ છે. હવે જોવાનું એ રહેશે કે ગોવિંદાની તરફથી કોઈ અધિકૃત નિવેદન આવે છે કે નહીં અને આ સંબંધો ભવિષ્યમાં કઈ દિશામાં વળે છે.


