Hardik Pandyaનું આ 6 અભિનેત્રીઓ સાથે જોડાયું નામ, જુઓ લિસ્ટ
- હાર્દિક પંડ્યા સાથે અફેર પર અભિનેત્રી ઇશા ગુપ્તાનો ખુલાસો
- બંને વચ્ચેનો સંબંધ ડેટિંગ સુધી પહોંચે
- હાર્દિક પંડ્યાનું નામ પહેલા ઘણી સુંદરીઓ સાથે જોડાઈ ચૂક્યું
Hardik Pandya Affairs List: બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ (Esha Gupta)હાલમાં જ હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)સાથેના અફેર પર મૌન તોડ્યું છે. અભિનેત્રીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, બંને વચ્ચેનો સંબંધ ડેટિંગ સુધી પહોંચે તે પહેલાં જ સમાપ્ત થઈ ગયો હતો. હાર્દિક પંડ્યાનું નામ પહેલા ઘણી સુંદરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે.
નતાશા સ્ટેનકોવિક
હાર્દિક પંડ્યાએ 2020માં સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર અગસ્ત્ય છે 4 વર્ષ લગ્નજીવન બાદ હાર્દિક અને નતાશાએ 2024માં છૂટાછેડા લીધા. હવે બંને તેમના પુત્રનો ઉછેર સાથે કરી રહ્યા છે.
જાસ્મીન વાલિયા
નતાશા સ્ટેનકોવિક સાથેના છૂટાછેડા બાદ હાર્દિકનું નામ અભિનેત્રી જાસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. જાસ્મીન ઘણી વખત સ્ટેડિયમમાં ક્રિકેટરને ચીયર કરતી જોવા મળી છે. નતાશા સાથે છૂટાછેડા બાદ એક જ સ્થળેથી બંનેની તસવીરો વાયરલ થઈ છે.
અનન્યા પાંડે
હાર્દિક પંડ્યા અનંત અંબાણીના લગ્નમાં અભિનેત્રી અનન્યા પાંડે સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો હતો. અનન્યા સાથે હાર્દિકનો ડાન્સ કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ તેમના અફેરના સમાચાર બહાર આવ્યા.
View this post on Instagram
લીશા શર્મા
લગ્ન પહેલા પણ હાર્દિક પંડ્યાના ઘણા અફેર હતા. એક સમયે તે મોડેલ લીશા શર્માને ડેટ કરી રહ્યો હતો. તેમનો સંબંધ 2016માં જાહેરમાં આવ્યો હતો અને તેઓ ઘણીવાર સાથે જોવા મળતા હતા. 2017માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
એલી અવરામ
અભિનેત્રી એલી અવરામનું નામ પણ હાર્દિક પંડ્યાના અફેર્સની યાદીમાં સામેલ છે. લીશા શર્મા સાથે બ્રેકઅપ થયા બાદ હાર્દિક ઘણીવાર ઇવેન્ટ્સમાં એલી સાથે જોવા મળતો હતો. 2018માં તેમનો સંબંધ સમાપ્ત થયો હતો.
ઉર્વશી રૌતેલા
હાર્દિક પંડ્યા અને ઉર્વશી રૌતેલા વિશે એવા પણ અહેવાલો હતા કે બંને રિલેશનશિપમાં છે. મહિનાઓની અફવાઓ બાદ બંનેએ સ્પષ્ટતા કરી કે તેઓ ફક્ત મિત્રો છે. ઉર્વશીએ હાર્દિકને નતાશા સાથેની સગાઈ માટે અભિનંદન પણ આપ્યા હતા.


