HBD Allu Arjun: પુષ્પરાજે પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ, સૌથી મોટી ફિલ્મની કરાઈ જાહેરાત
- 43 વર્ષનો થયો અલ્લુ અર્જુન, પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ
- એટલી સાથે કરશે બિગ બજેટ ફિલ્મ, જોર-શોરથી કરી જાહેરાત
- અલ્લુ અર્જુનની પત્નીએ બર્થ ડે સેલિબ્રેશનના ફોટો કર્યા શેર
Hydrabad: આજે પુષ્પરાજનો બર્થ ડે છે. અલ્લુ અર્જુન આજે 43 વર્ષનો થયો. જો કે સુપરસ્ટારે સાદગીપૂર્ણ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. જેમાં તેમની પત્ની સ્નેહા રેડ્ડી અને તેના બે બાળકો અરહા અને અયાનનો સમાવેશ થાય છે. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ આ જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સ્નેહાની આ પોસ્ટ અલ્લુ અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી પોસ્ટ કરી છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ નિમિત્તે તેમનો પરિવાર, મિત્રો અને ચાહકો આગવી શૈલીમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
સ્નેહા રેડ્ડીની શુભકામનાનો અંદાજ નિરાળો
સ્નેહા રેડ્ડીએ અલ્લુ અર્જુનનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, પુષ્પરાજે પોતાના પરિવાર સાથે વિતાવેલા ગુણવત્તાયુક્ત સમયની ઝલક જોઈ શકાય છે. આ વીડિયો અપલોડ કરતી વખતે સ્નેહાએ કેપ્શનમાં લખ્યું, 'મારા જીવનના પ્રેમને 43મા જન્મદિવસની શુભકામનાઓ.' આપને ખુશીઓ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને શક્તિથી ભરેલું વર્ષ મળે તેવી શુભેચ્છા. હું હંમેશા તમારી સાથે જીવનભર ચાલવા બદલ આભારી રહીશ. તને અનંત પ્રેમ કરું છું.
આ પણ વાંચોઃ Tahira Kashyap: 7 વર્ષ પછી આયુષ્માન ખુરાનાની પત્નીને ફરી થયું બ્રેસ્ટ કેન્સર
શા માટે અલ્લુ અર્જુન છે સુપર સ્ટાર ?
અલ્લુ અર્જુન કેટલો મોટો સુપર સ્ટાર છે તે દર્શકોના પ્રેમ પરથી ખ્યાલ આવશે. અલ્લુ અર્જુન માટે દર્શકોનો પ્રેમ હવે ઉન્માદમાં ફેરવાઈ ગયો છે. અલ્લુ અર્જુન દર્શકોના આ પ્રેમને ડીઝર્વ કરે છે કારણ કે, તેણે આર્ય, રેસ ગુરમ, સરૈનોડુ, પેન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ' અને 'પુષ્પા 2: ધ રૂલ' જેવી બ્લોક બસ્ટર્સ ફિલ્મો દ્વારા માત્ર દક્ષિણના દર્શકોનું જ નહિ પરંતુ સમગ્ર ભારતના દર્શકોનું મનોરંજન કર્યુ છે. પુષ્પરાજના કેરેક્ટર માટે અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.
આગામી ફિલ્મ AA22 X A6
'પુષ્પા 2: ધ રૂલ' જેવી બ્લોકબસ્ટર બાદ હવે આઈકોનિક સ્ટાર અલ્લુ અર્જુન ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. તેણે પોતાના જન્મદિવસ પર આગામી મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે અલ્લુ અર્જુન અને એટલીએ સન પિક્ચર્સ સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મ એક સાયન્સ ફિકશન ફિલ્મ છે. જેને ક્યારેય ન જોયેલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ફિલ્મનું નામ AA22 X A6 રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ મનોજ કુમારની પ્રાર્થના સભામાં 'શ્રીમતી જયા અમિતાભ બચ્ચને' કેમ કર્યો ગુસ્સો....???