HBD Anand Bakshi : પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને સમીરના આદર્શ એવા આનંદ બક્ષી શબ્દોના જાદુગર હતા
- શબ્દોના જાદુગર Anand Bakshi ને જાવેદ અખ્તર અને સમીર પોતાના આદર્શ ગણાવે છે
- જાવેદ અખ્તરે Anand Bakshi પાસે એક પેન માંગી જે આનંદ બક્ષીએ આપવાનો કર્યો ઈન્કાર
- અન્જાન તેમના પુત્ર સમીરને Anand Bakshi ના શિષ્ય ગણાવતા હતા
HBD Anand Bakshi : શબ્દોના જાદુગર અને કલમના કસબી એવા આનંદ બક્ષી (Anand Bakshi) ની આજે 95 મી જન્મજયંતિ છે. આનંદ બક્ષી શબ્દોના કેટલા મોટા જાદુગર અને કલમના કસબી હતા તે વાતનું પ્રમાણ બોલિવૂડના 2 વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને સમીર આનંદ બક્ષીના બહુ મોટા પ્રશંસક અને ચાહક છે. જાવેદ અખ્તરે આનંદ બક્ષી (Anand Bakshi) ના એટલા મોટા પ્રશંસક હતા કે, તેમણે આનંદ બક્ષી પાસેથી એક પેન માંગી લીધી હતી. જે આપવાનો આનંદ બક્ષીએ ઈન્કાર કર્યો હતો. તેનું કારણ પણ ખાસ હતું. આનંદ બક્ષીના બીજા મોટા ચાહક સમીર રહ્યા છે. સમીરના પિતા હંમેશા સમીરને આનંદ બક્ષીના શિષ્ય ગણાવતા હતા.
જાવેદ અખ્તરે પેન માંગી અને....
રાજેશ ખન્ના અને મુમતાજ અભિનિત ફિલ્મ આપ કી કસમનું એક બહુ પ્રચલિત ગીત છે. જેના શબ્દો છે, જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ...આ ગીત સાંભળ્યા બાદ જાવેદ અખ્તર (Javed Akhtar) આનંદ બક્ષીને મળવા ગયા. આ મુલાકાત દરમિયાન જાવેદ અખ્તરે આ ગીત જે પેનથી લખ્યું છે તે માંગી હતી. જાવેદ અખ્તરે આ પેન એક આશીર્વાદ તરીકે હંમેશા પોતાના પાસે રાખવા માંગતા હતા. આનંદ બક્ષીએ જાવેદ અખ્તરને આ પેન આપવાની નમ્રતાથી ના પાડી હતી. તેની પાછળનું કારણ જણાવતા આનંદ બક્ષીએ કહ્યું કે, આ પેન મને લતાદીદી એ ગિફ્ટ કરી છે તેથી આ પેન હું આપને આપી શકું નહીં.
1942 અ લવ સ્ટોરીના ગીતો પર પ્રતિક્રિયા
વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શીત ફિલ્મ 1942 અ લવ સ્ટોરીના મ્યુઝિક લોન્ચની ભવ્ય પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં ગીતો સાંભળ્યા બાદ આનંદ બક્ષીએ જાવેદ અખ્તર (Javed Akhtar) ને પાસે બોલાવીને કહ્યું કે, મને ખબર છે કે તમે સારા ગીતો લખી શકો છો પરંતુ આટલા બધા સારા ગીતો લખી શકો છો તે મને ખબર નહતી. જાવેદ અખ્તર અનેક વાર આ બંને ઘટનાઓનો ઉલ્લેખ જાહેરમાં કરી ચૂક્યા છે.
સમીરને તેમના પિતાએ આનંદ બક્ષીના શિષ્ય ગણાવ્યા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની અનેક ફિલ્મોના સફળ ગીતો લખનાર એટલે અન્જાન (Anjaan) અને અન્જાનના દીકરા સમીર (Sameer). મોરના ઈંડા ચીતરવા ન પડે તે કહેવત અનુસાર સમીર આજે બોલિવૂડના પ્રથમ પંક્તિના ગીતકાર છે. સમીર નાનપણથી જ આનંદ બક્ષીના ગીતોના બહુ મોટા ફેન હતા. તેથી એક દિવસ સમીરે આનંદ બક્ષીને મળવા માટે બહુ જીદ કરી હતી. આખરે અન્જાન તેમના પુત્ર સમીરને લઈને આનંદ બક્ષીને મળવા માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન અન્જાને સમીરનો પરિચય કરાવતા કહ્યું હતું કે, સમીર દીકરો મારો છે પરંતુ તે શીષ્ય તમારો છે. સમીર આજે પણ ઈન્ટરવ્યૂમાં આ ઘટનાનો ઉલ્લેખ કરે છે અને ભાવુક થઈ જાય છે.
આ પણ વાંચોઃ HBD Anand Bakshi : બોલિવૂડના સૌથી વધુ લોકપ્રિય ગીતકાર આનંદ બક્ષીની આજે 95 મી જન્મજયંતિ


