હોલીવૂડ દિગ્ગજ એક્ટર Val Kilmerનું દુઃખદ અવસાન, જાણો શું હતું ઓમ પુરી સાથેનું કનેક્શન ?
- 'બેટમેન' એક્ટર વોલ કિલ્મરે ફાની દુનિયાને કર્યુ અલવિદા
- Val Kilmerનું 65 વર્ષની વયે ન્યુમોનિયાથી અવસાન થયું
- ઓમ પુરી અને વોલ કિલ્મર 1996 બાદ આજીવન દોસ્ત રહ્યા
- આયર્નમેનનો આત્મવિશ્વાસ અને અભિનય ક્ષમતા નિખાર્યા હતા વોલ કિલ્મરે
- ધ સેન્ટ ફિલ્મ હોલીવૂડ ફિલ્મના ચાહકોએ જિંદગીમાં એકવાર જોવી જ જોઈએ
- 2014માં વોલ કિલ્મર ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા
Val Kilmer's tragic death: હોલીવૂડના દિગ્ગજ એકટર વોલ કિલમરનું ન્યૂમોનિયાને લીધે દુઃખદ અવસાન થયું છે. તેમની ઉંમર 65 વર્ષની હતી. તેમણે બેટમેન ફોરએવર, માઈન્ડ હન્ટર્સ, ધ સેન્ટ, ધે ડોર્સ, કિસ કિસ બેન્ગ બેન્ગ, ધ ઘોસ્ટ એન્ડ ધી ડાર્કનેસ અને ટોમ ક્રુઝની અતિપ્રચલિત ફ્રેન્ચાઈઝ ટોપગનના બંને પાર્ટમાં અભિનયના અજવાળા પાથર્યા હતા.

Val Kilmer Gujarat First
દિગ્ગજ એક્ટર
વોલ કિલ્મર હેન્ડસમ દેખાવા ઉપરાંત એક ઘડાયેલા એક્ટર હતા. તેમની અભિનય ક્ષમતાના અનેક લોકો કાયલ હતા. તેમણે પોતાની અભિનય ક્ષમતા અનેકવાર સાબિત કરી હતી. તેમણે માઈન્ડ હન્ટરમાં સીપાહીઓના પ્રશિક્ષકની ભજવેલી ભૂમિકા આજે પણ લોકો યાદ કરે છે. તેમણે ટોમ ક્રુઝની શરુઆતની મહત્વની ફિલ્મ પૈકીની એક એવી ટોપ ગન પાર્ટ વનની અંદર મેઈન હીરો ટોમ ક્રુઝને જોરદાર ટક્કર આપી હતી. આ અભિનય એટલો વખણાયો હતો કે મેકર્સે 36 વર્ષ બાદ 2022માં આવેલ ટોપ ગન પાર્ટ 2નું અંદર નાનકડો પણ મહત્વનો રોલ વોલ કિલ્મરને આપવો પડ્યો.
Rest in peace to Val Kilmer. He was one of my favorite actors throughout my childhood. No, not April fools. He passed away today at home from pneumonia after a long battle with throat cancer. pic.twitter.com/4sQpbwfWiW
— Clint Russell (@LibertyLockPod) April 2, 2025
શું છે ઓમ પુરી સાથે કનેક્શન ?
વર્ષ 1996માં આવેલ ધી ઘોસ્ટ એન્ડ ધી ડાર્કનેસ દક્ષિણ આફ્રિકા બેઝ્ડ મૂવિ છે. આ મૂવિમાં સાવો નામના એક પ્રદેશમાં નરભક્ષી સિંહોનો આંતક બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કથાનક એક સદી પહેલાનું દર્શાવવામાં આવ્યું છે જ્યારે ભારતીયોને અંગ્રેજો દક્ષિણ આફ્રિકામાં ગુલામ તરીકે મોકલતા હતા. આ ફિલ્મમાં ભારતીય ગુલામનો રોલ ઓમ પુરીએ ભજવ્યો છે. જ્યારે નરભક્ષી સિંહોને ઠાર કરતો કર્નલ જ્હોન પેટરસનનો રોલ વોલ કિલ્મરે ભજવ્યો છે. આ ફિલ્મમાં ઓમ પુરી અને વોલ કિલ્મરના ઘર્ષણના દ્રશ્યો છે. વોલ કિલ્મર અને ઓમ પુરી આ ફિલ્મના શુટિંગ દરમિયાન એકમેકના અંગત મિત્ર બની ચૂક્યા હતા. આ દોસ્તી વોલ કિલ્મરે ઓમ પુરીના નિધન સુધી નિભાવી હતી.
Val Kilmer Gujarat First
રોબર્ટ ડાઉની જુનિયરને શીખવાડી એક્ટિંગ
વર્ષ 2005માં આવેલ કિસ કિસ બેન્ગ બેન્ગ ફિલ્મમાં આજનો સુપરસ્ટાર રોબર્ટ ડાઉની જુનિયરના વધુ મહત્વનો રોલ વોલ કિલ્મરે ભજવ્યો હતો. કિસ કિસ બેન્ગ બેન્ગ ફિલ્મ વખતે રોબર્ટ ડાઉની જુનિયરનો આત્મવિશ્વાસ આજે જેવો છે તેવો નહતો. 2008માં આવેલ માર્વેલની સુપર ડુપર હિટ ફિલ્મ આયર્નમેન બાદ રોબર્ટ ડાઉની જુનિયરનો આત્મવિશ્વાસ આસમાને છે, પરંતુ 2005માં કિસ કિસ બેન્ગ બેન્ગ વખતે રોબર્ટનો આત્મવિશ્વાસ ડગુમગુ હતો. તેની ભૂમિકા પણ હોલીવૂડમાં કામ શોધતા સ્ટ્રગલર એક્ટરનો હતો. તેની નવર્સનેસ ઓળખીને વોલ કિલ્મરે દરેક સીનમાં રોબર્ટ ડાઉની જુનિયરે મદદ કરી હતી. વોલ કિલ્મરે રોબર્ટની અભિનય ક્ષમતાને નીખારી અને આત્મવિશ્વાસ કેળવ્યો હતો.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રી નિમિત્તે Tamanna Bhatiaના ઘરે માતાની ચૌકીનું કરાયું આયોજન
વોલની પુત્રીએ સમાચાર જાહેર કર્યા
'બેટમેન' ફેમ હોલીવુડ અભિનેતા વોલ કિલ્મરનું 65 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતાના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રી મર્સિડીઝ કિલ્મર દ્વારા કરવામાં આવી છે. તે ન્યુમોનિયાથી પીડાતા હતા. તેમણે લોસ એન્જલસમાં અંતિમ શ્વાસ લીધા છે.

Val Kilmer Gujarat First
વોલ કિલ્મર એટ અ ગ્લાન્સ
કેલિફોર્નિયામાં જન્મેલા વોલ કિલ્મરે જુલિયાર્ડ એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનો અભ્યાસ કર્યો. તેઓ 1990ના દાયકામાં હોલીવુડના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક હતા. જો આપણે વાલના ફિલ્મી કરિયર પર નજર કરીએ તો, 'બેટમેન ફોરએવર' અને 'ધ ડોર્સ' તેમની જાણીતી ફિલ્મો છે. કિલ્મરે 1984માં આવેલી ફિલ્મ 'ટોપ સિક્રેટ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. 'રીયલ જીનિયસ', 'ટોપ ગન', 'વિલો', 'ધ ઘોસ્ટ એન્ડ ધ ડાર્કનેસ', 'ધ સેન્ટ', 'ધ પ્રિન્સ ઓફ ઇજિપ્ત', 'એલેક્ઝાન્ડર' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ પહેલા તેઓ કોમેડી શો 'રિયલ જીનિયસ'માં દેખાયા હતા.
Val Kilmer Gujarat First
ધ સેન્ટ વિના વોલ કિલ્મર અધૂરો
વોલ કિલ્મરે અનેક ફિલ્મોમાં ઉમદા અભિનયની છાપ છોડી છે. જો કે ધ સેન્ટ ફિલ્મના ઉલ્લેખ વિના આ લેખ અને વોલ કિલ્મરની કારકિર્દી અધૂરી ગણાશે. ધ સેન્ટ ફિલ્મ1997માં આવી હતી. આ ફિલ્મની મુખ્ય બાબત એ છે કે વોલ કિલ્મરે આ ફિલ્મમાં 12 અલગ અલગ વેશ ધારણ કર્યા હતા. ઉમદા મેકઅપ અને અલગારી અભિનય વડે તેણે આ 12 વેશને બખૂબી ભજવ્યા હતા. આપ વોલ કિલ્મરના ચાહક હોવ કે ન હોવ આપે આ ફિલ્મ જિંદગીમાં એકવાર અવશ્ય જોવી જોઈએ. અલવિદા....વોલ કિલ્મર......
આ પણ વાંચોઃ Spider-Man 4 ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ્સ...નવું ટાઈટલ અને રિલીઝ ડેટ જાહેર કરાયા


