Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hrithik Roshanથી ઉંમરમાં કેટલી નાની છે ગર્લફ્રેન્ડ સબા આઝાદ? 3 વર્ષથી ચર્ચામાં છે કપલની લવસ્ટોરી

અહેવાલો અનુસાર, ઋત્વિકને સબાનો એક રેપર તરીકેનો વીડિયો પસંદ આવ્યો હતો, અને ત્યાંથી જ તેમના સંબંધોની શરૂઆત થઈ.
hrithik roshanથી ઉંમરમાં કેટલી નાની છે ગર્લફ્રેન્ડ સબા આઝાદ  3 વર્ષથી ચર્ચામાં છે કપલની લવસ્ટોરી
Advertisement
  • Hrithik Roshan અને તેની ગર્લફ્રેેન્ડ સબા આવ્યા ચર્ચામાં
  • બંને વચ્ચે 11 વર્ષનું અંતર, છતા 3 વર્ષથી એકબીજા સાથે
  • 3 વર્ષથી એકબીજા સાથે ક્વોલિટી ટાઈમસ્પેન્ડ કરતા મળી રહ્યા છે જોવા

Hrithik Roshan: સુપરસ્ટાર ઋત્વિક રોશન (Hrithik Roshan) હાલમાં તેની આગામી ફિલ્મ 'વૉર 2' અને તેની અંગત જિંદગી બંનેને કારણે ચર્ચામાં છે. 50 વર્ષના ઋત્વિક  અને 39 વર્ષની અભિનેત્રી-સિંગર સબા આઝાદ વચ્ચેના સંબંધોએ છેલ્લા કેટલાક સમયથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બંને વચ્ચે 11 વર્ષનું અંતર હોવા છતાં, તેઓ 3 વર્ષથી એકબીજા સાથે છે અને ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

Hrithik Roshan અને Sabaનો પ્રેમ

ઋત્વિક રોશન(Hrithik Roshan) અને સબા આઝાદના સંબંધોની શરૂઆત એક મજેદાર રીતે થઈ હતી. અહેવાલો અનુસાર, ઋત્વિકને સબાનો એક રેપર તરીકેનો વીડિયો પસંદ આવ્યો હતો, અને ત્યાંથી જ તેમના સંબંધોની શરૂઆત થઈ. મે 2022માં કરણ જોહરના 50મા જન્મદિવસની પાર્ટીમાં બંને પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ ફિલ્મ પ્રીમિયર અને ફેમિલી વેકેશન્સમાં સતત સાથે જોવા મળે છે, જેના કારણે તેમના સંબંધોએ ઘણી હેડલાઇન્સ બનાવી છે. શરૂઆતમાં ટ્રોલિંગનો સામનો કરવા છતાં, બંનેએ એકબીજાનો સાથ ન છોડ્યો અને ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી. આ વાત દર્શાવે છે કે તેઓ તેમના સંબંધોને લઈને ખૂબ ગંભીર છે.

Advertisement

Advertisement

 એડવાન્સ બુકિંગમાં પણ ધમાકો

ઋત્વિક રોશન(Hrithik Roshan) તેની આગામી ફિલ્મ 'વૉર 2'ને લઈને પણ ચર્ચામાં છે, જે 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની એડવાન્સ બુકિંગે રૂ.2.24 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં ઋત્વિક સાથે અભિનેત્રી કિયારા અડવાણી અને સાઉથના સુપરસ્ટાર જૂનિયર એનટીઆર પણ જોવા મળશે. હાલમાં જ, ઋત્વિકનો ફિલ્મ 'વૉર 2'નો એક બિહાઇન્ડ-ધ-સીન્સ (BTS) વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સ્વિમિંગ પૂલમાં શૂટિંગ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં તેની ફિટ અને ટોન્ડ બોડીએ ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ઋત્વિકની આ સ્પાય યુનિવર્સ એક્શન ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો રેકોર્ડ બનાવે છે તે જોવું રસપ્રદ રહેશે. શું આ ફિલ્મ દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરશે?

Tags :
Advertisement

.

×