Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hydrabad : પ્રખ્યાત તેલુગુ એક્ટર પદ્મશ્રી કોટા શ્રીનિવાસનું દુઃખદ અવસાન થયું, સરકાર ફિલ્મમાં ભજવી હતી દમદાર ભૂમિકા

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સ્ટારર સરકાર ફિલ્મમાં સિલ્વર મનીની યાદગાર ભૂમિકા ભજવનાર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવ (Kota Srinivas Rao) નું 83 વર્ષની વયે નિધન થતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
hydrabad   પ્રખ્યાત તેલુગુ એક્ટર પદ્મશ્રી કોટા શ્રીનિવાસનું દુઃખદ અવસાન થયું  સરકાર ફિલ્મમાં ભજવી હતી દમદાર ભૂમિકા
Advertisement
  • 83 વર્ષની વયે લોકપ્રિય તેલુગુ અભિનેતા કોટા શ્રી નિવાસનું દુઃખદ અવસાન
  • સરકાર ફિલ્મમાં સિલ્વર મનીની ભજવી હતી યાદગાર ભૂમિકા
  • 2 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
  • તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવી સદગતના નિવાસસ્થાને પહોંચ્યા

Hydrabad : અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સ્ટારર સરકાર ફિલ્મમાં સિલ્વર મનીની યાદગાર ભૂમિકા ભજવનાર તેલુગુ એક્ટર કોટા શ્રીનિવાસ રાવ (Kota Srinivas Rao) નું દુઃખદ અવસાન થયું છે. સ્વ. કોટા શ્રીનિવાસ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માંધાતા કલાકાર ગણાય છે. તેમને ફિલ્મક્ષેત્રે કરેલા પદાર્પણ બદલ ભારત સરકારે પદ્મ શ્રી પુરસ્કારથી નવાજ્યા હતા. કોટા શ્રીનિવાસના નિધન પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

83 વર્ષે લીધી અંતિમ વિદાય

આજે રવિવારે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કોટા શ્રીનિવાસ રાવ (Kota Srinivas Rao) નું હૈદરાબાદમાં અવસાન થયું છે. સદગતે 83 વર્ષની જૈફવયે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. કોટા શ્રીનિવાસ રાવ છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર તેલુગુ જ નહિ પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેલુગુ ફિલ્મ ઉદ્યોગના મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) આજે 13 જુલાઈએ કોટા શ્રીનિવાસ રાવના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા પહોંચી ગયા છે.

Advertisement

Advertisement

2 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

પ્રખ્યાત અને લોકપ્રિય તેલુગુ અભિનેતા કોટા શ્રી નિવાસનું આજે દુઃખદ અવસાન થતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (Revanth Reddy) એ શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર અભિનેતાનો ફોટો શેર કરતા તેમણે લખ્યું, વરિષ્ઠ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન એક આઘાતજનક ઘટના છે. ફિલ્મ ઉદ્યોગને એક અપૂર્ણ નુકસાન થયું છે. ભલે કોટા હવે આપણી વચ્ચે નથી, તેઓ તેમની વિવિધ ભૂમિકાઓથી તેલુગુ લોકોના હૃદયમાં કાયમ માટે વસ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે. હું તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ (N. Chandrababu Naidu) એ અભિનેતાના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી અને કહ્યું કે, પોતાની બહુમુખી ભૂમિકાઓથી દર્શકોનો પ્રેમ જીતનારા પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન અત્યંત દુઃખદ છે. લગભગ ચાર દાયકાથી સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં તેમનું કલાત્મક યોગદાન અને તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય રહેશે. ખલનાયક અને પાત્ર કલાકાર તરીકે તેમણે ભજવેલી ઘણી યાદગાર ભૂમિકાઓ તેલુગુ દર્શકોના હૃદયમાં કાયમ માટે અંકિત રહેશે. તેમનું નિધન તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે એક અપૂર્ણ નુકસાન છે. 1999 માં તેઓ વિજયવાડાથી ધારાસભ્ય તરીકે જીત્યા અને જનતાની સેવા કરી. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

આ પણ વાંચોઃ SON OF SARDAAR 2 ના ઇવેન્ટમાં ભાષા વિવાદ અંગે સવાલ પુછાતા અજય દેવગણે કહ્યું, 'આતા માજી સટકલી'

કોટા શ્રી નિવાસન વિષયક

આજે 83 વર્ષે આ ફાની દુનિયાને અલવિદા કહેનાર તેલુગુ અભિનેતા કોટા શ્રી નિવાસ રાવ નાકાનો જન્મ 10 મી જુલાઈ, 1942 ના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરના ઉપનગર કાંકીપાડુ ગામમાં થયો હતો. તેઓ તેમની પાછળ પત્ની અને 2 પુત્રીઓને વિલાપ કરતા છોડી ગયા છે. કોટા શ્રી નિવાસ વિજયવાડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. રામ ગોપાલ વર્મા દિગ્દર્શીત સરકાર (Sarkar) ફિલ્મમાં કોટા શ્રી નિવાસે સિલ્વર મનીની યાદગાર ભૂમિકા ભજવી હતી. જેમાં તેમણે અમિતાભના વફાદાર મિત્ર કેવી રીતે તેમના દુશ્મન બની જાય છે તેવો કાબિલે દાદ અભિનય કર્યો હતો.

આ પણ વાંચોઃ તારક મહેતા સીરીયલની ભૂતનીએ પોપટલાલનું જ પોપટ કરી નાખ્યું, જાણો કેવી રીતે

Tags :
Advertisement

.

×