Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો 2 MM ઘા ઉંડો હોત તો સૈફ અલી ખાન લકવો થઇ ગયો હોત, પગ થઇ જાત સુન્ન

Attack on Saif Ali Khan :  બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની મોડી રાત્રે હુમલો થયો હતો. ઘરે ચોરી કરવા આવેલા વ્યક્તિ સાથે તેની મારામારી થઇ હતી.
જો 2 mm ઘા ઉંડો હોત તો સૈફ અલી ખાન લકવો થઇ ગયો હોત  પગ થઇ જાત સુન્ન
Advertisement
  • સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે થયો હતો હુમલો
  • 2 MM વધારે ઉંડો ઘા હોત તો સૈફને લકવો થાય તેવી શક્યતા હતી
  • હાલ કોઇ પણ વ્યક્તિને મળવા માટેનો ડોક્ટરે કર્યો હતો ઇન્કાર

Attack on Saif Ali Khan :  બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની મોડી રાત્રે હુમલો થયો હતો. ઘરે ચોરી કરવા આવેલા વ્યક્તિ સાથે તેની મારામારી થઇ હતી. ત્યારે હુમલાખોરે સૈફ પર ચાકુથી હુમલો કરી દીધો હતો. જેમાં સૈફને 6 ઘા વાગ્યા હતા. સર્જરી બાદ સૈફની સ્થિતિ સુધારા પર છે. અભિનેતા ખતરાથી બહાર છે.

16 જાન્યુઆરીની રાત્રે થયો હતો હુમલો

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરી રાત્રે એટેક કરવામાં આવ્યો હતો. ઘરમાં ચોરી કરવા આવેલા વ્યક્તિ સાથે તેમની મારામારી થઇ હતી. ત્યારે હુમલાખોરે ચાકુ વડે 6 ઘા કર્યા હતા. તેની ગર્દન અને કરોડરજ્જુ પાસે ઉંડા ઘા વાગ્યા હતા. સર્જરી બાદ સૈફની સ્થિતિ સુધારા પર છે. તે હવે ખતરાની બહાર છે.

Advertisement

આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ PM Imran Khan ની મુશ્કેલીઓ વધી! કોર્ટે સંભળાવી 14 વર્ષની સજા

Advertisement

કેવી છે સૈફની તબિયત?

લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સે શુક્રવારે સૈફ અલી ખાનનું મેડિકલ બુલેટિન બહાર પાડ્યું છે. ડોક્ટર્સે કહ્યું કે, જ્યારે સૈફ હોસ્પિટલ આવ્યા તો તે લોહીથી લથબથ હતો. જો કે તે સિંહની જેમ ચાલી રહ્યા હતા. સૈફ પોતાના 8 વર્ષના પુત્ર તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોતે ચાલી રહ્યા હતા. તેમણે હીરોની જેમ કામ કર્યું. તે રિયયલ લાઇફ હીરો છે. તે હાલ સ્વસ્થ છે. અભિનેતા આઇસીયુમાં સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ તેઓને આરામની સલાહ આપવામાં આવી છે.

સૈફની રિકવરીથી ડોકટર્સને સંપુર્ણ સંતોષ

હાલમાં જ તેમની તપાસ કરવામાં આવી છે અને તેમની સ્થિતિ ઝડપથી સુધરી રહી છે. તેમને વોક પણ કર્યું છે. તેમના ઘા ભરાઇ રહ્યા છે. તેમને થોડા સમય માટે આરામ કરવો પડશે. તેમને પાછળના ભાગે થયેલી ઇજાનો ખાસ ખ્યાલ રાખવો પડશે નહીં તો ઇન્ફેક્શન થવાનો ખતરો છે. તેમને મુવમેન્ટ ઘટાડવી પડશે. ભગવાનની કૃપાથી આરામ કરવો પડશે. તેઓ ખુશ છે.

આ પણ વાંચો : Ahmedabad ઈન્દોર હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, ચાર વ્યક્તિઓને કાળ ભરખી ગયો

ઇન્ફેક્શનના ડરથી વિઝિટર્સ પર પ્રતિબંધ

ઇન્ફેક્શનના ડરથી સૈફને વિઝિટર્સથી દૂર રહેવા માટે જણાવ્યું છે. તેમના પ્રોગ્રેસ પર આધાર રાખે છે નહીં તે 2-3 દિવસમાં ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે. ડોક્ટર્સે સૈફને 1 અઠવાડીયા માટે સંપર્ણ બેડરેસ્ટની સલાહ આપી છે. તેઓ અભિનેતાની રિકવરીથી સંતુષ્ટ છે. અભિનેતાને ન્યૂરોલોજિકલી કોઇ જ સમસ્યા નથી.

2 MM ઉંડો ઘા હોત તો લકવો થઇ ગયો હોત

ડોક્ટર્સે જણાવ્યું કે, સૈફ સંપુર્ણ પોઝીટીવ છે. તેઓ 2 એમએમથી બચી ગયા નહીં તો તેમની કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઇ ગઇ હોત અને તેમને જીવલેણ ખતરો થઇ શક્યો હોત.

આ પણ વાંચો : Saif ali khan પર હુમલાના કેસમાં મોટી કાર્યવાહી, એક સંદિગ્ધની અટકાયત

Tags :
Advertisement

.

×