ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IPL 2025 Final :રાજામૌલીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, કોહલી અને ઐયરને કહ્યું- એકને હાર માનવી...

IPL 2025ની ફાઈનલને લઈ રાજામૌલીએ કરી ઈમોશનલ પોસ્ટ SS રાજામૌલીએ શ્રેયસ ઐયર અને કોહલી અંગે કહી આ વાત ફાઈનલનું રિઝલ્ટ ગમે તે હોય દિલને તોડી નાખશે   IPL 2025 Final : IPL 2025ની ફાઈનલ 3 જૂન 2025ના રોજ અમદાવાદના...
06:03 PM Jun 02, 2025 IST | Hiren Dave
IPL 2025ની ફાઈનલને લઈ રાજામૌલીએ કરી ઈમોશનલ પોસ્ટ SS રાજામૌલીએ શ્રેયસ ઐયર અને કોહલી અંગે કહી આ વાત ફાઈનલનું રિઝલ્ટ ગમે તે હોય દિલને તોડી નાખશે   IPL 2025 Final : IPL 2025ની ફાઈનલ 3 જૂન 2025ના રોજ અમદાવાદના...
SS Rajamouli on Shreyas Iyer Virat Kohli

 

IPL 2025 Final : IPL 2025ની ફાઈનલ 3 જૂન 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ખાતે યોજાશે. આ રોમાંચક મેચ નક્કી કરશે કે પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે (RCB vs Punjab King)કોણ જીતશે અને વિજેતા તરીકે ટ્રોફી ઉપાડશે. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ટોચની 4 ટીમોમાં પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો સમાવેશ થાય છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા SS Rajamouliએ IPL 2025ની ફાઇનલ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી હતી.

SS રાજામૌલીએ શ્રેયસ ઐયર અને કોહલી અંગે કહી આ વાત

SS રાજામૌલીની પોસ્ટમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયર ઐયર અને RCBના વિરાટ કહોલી એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે, ઐયર, બુમરાહ અને બોલ્ટની યોર્કરને થર્ડ મેન બાઉન્ડ્રી સુધી પહોંયા, શાનદાર…આ વ્યક્તિ દિલ્હીને ફાઇનલ સુધી લઈ જાય છે અને બહાર થઈ જાય છે , કોલકાતાને ટ્રોફીમાં લઈ જાય છે, બહાર થઈ જાય છે. 11 વર્ષ બાદ એક યુવન પંજાબને ફાઈનલમાં લઈ જાય છે, તે જ આ વર્ષની ટ્રોફીનો હકદાર છે. તો બીજી તરફ કોહલી જે વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યો છે, હજારો રન બનાવી રહ્યો છે તેથી તે પણ હકદાર છે. ફાઈનલનું રિઝલ્ટ ગમે તે હોય દિલને તોડી નાખશે. #IPL2025Final

આ પણ  વાંચો -Miss World 2025 બની થાઈલેન્ડની Suchata Chuangsri, દુનિયાને મળી 72મી 'વિશ્વ સુંદરી'

SS રાજામૌલીની પોસ્ટ પર યુઝર્સે શું કહ્યું?

SS રાજામૌલીની પોસ્ટ પર ફેન્સ પર ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું કે, હકીકતમાં અય્યર કરતા કોહલી વધુ લાયક છે તો બીજાએ કહ્યું કે સર, અય્યરે ગયા વર્ષે ટ્રોફી ઉપાડી લીધી હતી તેથી કિંગ કોહલી આ ટ્રોફીનો સૌથી વધુ હકદાર છે. તો અન્યએ કહ્યું કે, વિનર ગમે તે બને આ સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બનવાની છે. પંજાબ કિંગ્સે ક્વોલિફાયર 2માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી વિજય મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જેમાં શ્રેયસ ઐયરના અણનમ 87 (41) રનનો સમાવેશ થાય છે. આ દરમિયાન અનુષ્કા શર્મા 3 જૂને IPL ફાઇનલ મેચ પહેલા પતિ વિરાટ કોહલી સાથે અમદાવાદ પહોંચી હતી.

Tags :
anushka sharmaIPL 2025IPL 2025 finalipl 2025 final kab haiNarendra Modi Stadiumpunjab kingsRCBRCB vs Punjab KingsRCB won IPL 2025 Finalshreyas iyerss rajamouliSS Rajamouli on IPL 2025 FinalSS Rajamouli on RCB vs Punjab KingsSS Rajamouli on Shreyas Iyer Virat KohliSS Rajamouli on Shreyas Iyer Virat Kohli clashVirat Kohliwho will win ipl 2025 final
Next Article