Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ira Khan Wedding: સાત જન્મો માટે બંધાયા આયરા-નૂપુર

Ira Khan Wedding: આમિર ખાનની દિકરી આયરા ખાન માટે આજે એક મોટી ક્ષણ છે. આજે આયરાએ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન (Ira Khan Wedding) કર્યા છે. તાજેતરમાં જ તેમના લગ્નને લઈને દિવસભર ચર્ચાઓ ચાલી રહી હતી. લાંબા સમય સુધી એકબીજા...
ira khan wedding  સાત જન્મો માટે બંધાયા આયરા નૂપુર
Advertisement

Ira Khan Wedding: આમિર ખાનની દિકરી આયરા ખાન માટે આજે એક મોટી ક્ષણ છે. આજે આયરાએ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન (Ira Khan Wedding) કર્યા છે. તાજેતરમાં જ તેમના લગ્નને લઈને દિવસભર ચર્ચાઓ ચાલી રહી હતી. લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ આયરા ખાન અને નુપુર શિખરેએ હવે તેમના સંબંધોને લગ્નનું નામ આપ્યું છે.

Advertisement

વરરાજાનો યુનિક લૂક

Advertisement

નૂપુર શિખરે અને આયરા ખાને મુંબઈના તાજ લેન્ડ એન્ડમાં લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના વીડિયો વાયરલ થતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આયરા ખાન અને નુપુર શિખરે તેમના લગ્ન માટે કોર્ટ મેરેજ પેપર પર સહી કરતી જોવા મળી રહી છે. આ સમયે આયરા ખાન દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે તેનો વરરાજા એટલે કે નુપુર શિખરે જિમ આઉટફિટમાં ખૂબ જ અલગ દેખાઈ રહ્યો છે.

લગ્નમાં મોટા પ્રમાણમાં મહેમાનો ઉમટ્યાં

તેમના લગ્નમાં મોટા પ્રમાણ મહેમાનોની ભીડ જોવા મળી હતી. આ ઘટનાના વીડિયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સામે આવી રહ્યા છે. જો કે નૂપુર શિખરે અને આયરા ખાનના લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમિર ખાન તેની બંને પૂર્વ પત્નીઓ રીના દત્ત અને કિરણ રાવ સાથે જોવા મળી રહ્યો છે. આયરા ખાન રીના અને આમિરની દીકરી છે. તમને જણાવી દઈએ કે લગ્ન બાદ આયરા ખાન અને નુપુર શિખરેનું ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન 13 તારીખે મુંબઈમાં યોજવામાં આવશે.

આ પણ વાંચો: SALAAR PART 2 : જલ્દી જ આવશે SALAAR નો ભાગ 2, જાણો વિગત

Tags :
Advertisement

.

×