તાપસી પન્નુ ફિલ્મોથી દૂર: શું અભિનેત્રીએ ભારત છોડી ડેનમાર્કમાં વસવાટ કર્યો?
- બોલિવુડની અભિનેત્રીએ ઉજવ્યો પોતાનો 38મો જન્મદિવસ
- તાપસી પન્નુએ ડેનમાર્કમાં ઉજવ્યો પોતાનો જન્મદિવસ
- સોશિયલ મીડિયા પર ઉજવણી તસ્વીરો કરી શેર
- ડેન્માર્કમાં તાપસી પન્નુ સ્થાયી થઈ હોવાની ચર્ચા
- પતિ સાથે ડેન્માર્કમાં ટાઈમ સ્પેન્ડ કરી રહી છે તાપસી પન્નુ
મુંબઈ: બોલિવૂડ અને સાઉથ ફિલ્મ્સમાં પોતાની દમદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. લગ્ન બાદથી જ અભિનેત્રીએ અભિનયથી અંતર જાળવી રાખ્યું છે, જેના કારણે તેના ચાહકોમાં તેના વર્તમાન ઠેકાણા વિશે ઉત્સુકતા જોવા મળી રહી છે.
તાપસીએ 1 ઓગસ્ટ, 2025ના રોજ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેની ઝલક પણ શેર કરી હતી. પરંતુ, આ પોસ્ટ જોયા બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. ચાહકો પૂછી રહ્યા છે કે તાપસી પન્નુ ક્યાં છે? શું તેણે ભારત છોડી દીધું છે અને વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે?
આ અટકળોનું કારણ તાપસીની તાજેતરની પોસ્ટ્સ જ છે, જે આવા સંકેતો આપી રહી છે. અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ ભારતમાં નહીં, પરંતુ ડેનમાર્કમાં ઉજવ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી તેના પતિ મેથિયાસ બો સાથે ડેનમાર્કમાં જ રહી છે.
View this post on Instagram
હાલમાં જ ડેનમાર્કમાં ખરીદ્યુ ઘર
તાપસીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે ડેનમાર્કમાં એક ઘર ખરીદ્યું છે અને તે પોતાના પતિ સાથે ત્યાં જ રહે છે. તેણે જણાવ્યું હતું કે લગ્ન પછી તે પોતાની નવી જિંદગીને સમય આપવા અને પતિ સાથે વધુ સમય વિતાવવા માંગે છે.
ઈન્ટાગ્રામ પર શેર કરી તસ્વીરો
જન્મદિવસ પર તાપસીએ પોતાના નવા ઘરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ક્યારેક પોતાના ડેનમાર્કના ઘરમાં છોડ રોપતી તો ક્યારેક બર્થડે કેક કાપતી જોવા મળે છે. આ ફોટોઝ સાથે તેણે એક રસપ્રદ કેપ્શન પણ લખ્યું હતું: "ઘર ત્યાં છે, જ્યાં કેક છે."
ડેન્માર્ક શિફ્ટ થઈ ગઈ તાપસી?
આ પોસ્ટ જોઈને ચાહકોને લાગી રહ્યું છે કે તાપસી કાયમ માટે ડેનમાર્કમાં શિફ્ટ થઈ ગઈ છે. જોકે, એક નિવેદનમાં તેણે એ પણ જણાવ્યું હતું કે તે ઉનાળાની ઋતુ વિદેશમાં પસાર કરવાનું પસંદ કરે છે, કારણ કે આ સમયે ભારતમાં શૂટિંગ કરવું મુશ્કેલ હોય છે.


