આત્મહત્યા નહીં પરંતુ કરાઇ હતી હત્યા, આ અભિનેત્રીના મૃત્યુ અંગે થયો ચોંકાવનારો ખુલાસો
Amrita Pandey Death Reason : 27 એપ્રિલના રોજ ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી મળી આવી હતી. અમૃતા પાંડેની આ સંદિગ્ધ મોત બાદ સમગ્ર વિષય ચર્ચાનો બાબત બન્યો હતો. તેમના અચાનક મૃત્યુ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, જેને આખા કેસની દિશા જ બદલી નાખી છે. અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવવામાં આવ્યું હતું, જેના કારણે અમૃતા પાંડેના મોત પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..
એપાર્ટમેન્ટમાં ફાંસીથી લટકતી મળી આવી હતી Amrita Pandey ની લાશ
અમૃતા પાંડેની ડેડ બોડી ભાગલપુરના આદમપુર જહાઝ ઘાટ સ્થિત એક એપાર્ટમેન્ટમાં ફાંસીથી લટકતી મળી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી, તો પ્રથમ દૃષ્ટિએ તેને આત્મહત્યા માનવામાં આવી. ત્યારબાદ અમૃતા પાંડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પતિ અને પરિવારે અભિનેત્રીના મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું હતું. જોકે હવે રિપોર્ટમાં કંઈક બીજું જ સામે આવી રહ્યું છે. પોસ્ટ મોર્ટમ સામે આવ્યા બાદ આ કેસમાં નવો ખુલાસો થયો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, અમૃતા પાંડેની હત્યા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે FSL એ અગાઉ તેને આત્મહત્યા ગણાવી હતી. FSL રિપોર્ટ મુજબ અમૃતા પાંડેએ આત્મહત્યા કરી હતી. બંને રિપોર્ટથી રહસ્ય ઉકેલાયું છે.
પોસ્ટ મોટર્મ રિપોર્ટમાં મર્ડરના અણસાર
જે રીતે આપણે આગળ જોઈ ગયા તેમ, અમૃતા પાંડેની બંને રિપોર્ટમાં આપણને વિરોધાભાસ જોવા મળે છે. જેના કારણે હવે આ મામલાની તપાસ માટે ફોરેન્સિક સાયન્સના એચઓડી પાસેથી પેનલ બનાવવાની વિનંતી કરવામાં આવી છે. આ આત્મહત્યા છે કે હત્યા છે, તો તેનું મૂળ કારણ શું છે? પોલીસ પણ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
પરિવારનો શું છે માનવું?
આ બધા મામલે અમૃતાના પરિવારજનોનો મત તો એકદમ અલગ જ છે. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તે OCD રોગથી પીડિત હતી. એટલું જ નહીં આ પહેલા પણ અમૃતા પાંડેએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તમને જણાવી દઈએ કે અમૃતા પાંડેએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું. ભોજપુરી સિનેમાના સ્ટાર ખેસારી લાલ સાથે દિવાનપન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે એક વેબ સિરીઝમાં પણ કામ કરી રહી હતી.
આ પણ વાંચો : Bollywoodમાં લાંબી ફિલ્મોનો યુગ હજી આથમ્યો નથી




