Jaya Kishori biography : જાણો કેટલી ભણેલી છે જયા કિશોરી? ઉંમર જાણીને ચોંકી જશો
- જયા કિશોરી પોતાના પ્રવચનો, વિચારો અને સાદગી માટે જાણીતા
- પોતાની આગાવી શૈલીની લઈને જયા કિશોરી યુવાનોમાં છે પ્રખ્યાત
- કથાવાચક જય કિશોરીએ બીકોમ સુધી કર્યો છે અભ્યાસ
Jaya Kishori biography: એક કથાવાચક જેઓ પોતાના પ્રવચનો, વિચારો અને સાદગી માટે જાણીતા છે. તાજેતરમાં, કથાવાચકોની વધતી લોકપ્રિયતાના યુગમાં, જયા કિશોરી પોતાની સકારાત્મક અને પ્રેરક વાણી માટે અલગ તરી આવે છે. તેઓ ક્યારેય બિનજરૂરી વિવાદોમાં પડતા નથી અને સીધી, સ્પષ્ટ વાત રજૂ કરે છે. ચાહકોને કદાચ ખબર નહીં હોય કે આ આધુનિક કથાવાચકનું જીવન અને શિક્ષણ કેટલું રસપ્રદ છે.
જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના સુજાનગઢમાં થયો હતો. તેમનું મૂળ નામ જયા શર્મા છે. નાનપણથી જ આધ્યાત્મિકતા અને ધાર્મિક ગ્રંથોમાં ઊંડી રુચિ ધરાવતા હોવા છતાં, તેમણે પોતાના શિક્ષણને પણ ખૂબ મહત્ત્વ આપ્યું. તેમણે કોલકાતાની મહામાયા બિરલા વર્લ્ડ એકેડેમીમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ શ્રી શિક્ષાયતન કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન (B.Com)ની ડિગ્રી મેળવી.
View this post on Instagram
ગ્રેજ્યુએશન પછી, તેમણે તેમના ગુરુ ગોવિંદરામ મિશ્રા પાસેથી ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનની દીક્ષા લીધી. ગુરુએ જ તેમને 'કિશોરી'નું બિરુદ આપ્યું હતું. ત્યારથી જ તેમણે પોતાનું નામ બદલીને જયા કિશોરી રાખ્યું. ગુરુનો આદેશ હતો કે તેઓ માત્ર 'કિશોરી' જ કહેવાય, જેથી તેમના નામ સાથે કોઈ જ્ઞાતિ કે સરનેમ જોડાયેલી ન રહે.
Jaya Kishori biography: લોકપ્રિયતા અને આવક
આજે જયા કિશોરી ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં એક લોકપ્રિય પ્રવચનકાર તરીકે ઓળખાય છે. તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે, જ્યાં તેમના લાખો ચાહકો છે. તેમની લોકપ્રિયતાનું કારણ તેમની કથાઓમાં ભજન, પ્રવચન અને મોટિવેશનનું અનોખું મિશ્રણ છે, જે યુવા પેઢીને પણ આકર્ષે છે.
ગરીબોને કરે છે મદદ
એક અંદાજ મુજબ, જયા કિશોરી એક કથા માટે લાખો રૂપિયાની ફી લે છે. તેમની આવકનો મોટો ભાગ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે વાપરવામાં આવે છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, અને અન્ય સામાજિક કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ વિવિધ પ્લેટફોર્મ પરથી મળતા વીડિયો અને જાહેરાતોની આવકનો પણ સારો એવો હિસ્સો સામાજિક કાર્યોમાં દાન કરે છે. આમ, જયા કિશોરી ફક્ત કથાવાચક નથી, પરંતુ સમાજસેવક તરીકે પણ જાણીતા છે.
આ પણ વાંચો: Har Ghar Tiranga Abhiyan: ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં ફરકાવ્યો તિરંગો


