Jhund Actor Priyanshu Murder : 'ઝુંડ'ના અભિનેતાની ક્રૂર હત્યા, મિત્રએ જ ગળું કાપ્યું
- ઝુંડ ફિલ્મના અભિનેતા રવિસિંહ છેત્રીની હત્યા (Jhund Actor Priyanshu Murder)
- 21 વર્ષની ઉંમરે જ પ્રિયાંશુની થઈ હત્યા
- મિત્ર સાથે દારુ પીધા બાદ થયો ઝઘડો
- ગળુ કાપીને પથ્થર વડે ચહેરો કચડી નાંખ્યો
Jhund Actor Priyanshu Murder : બોલિવૂડની ફિલ્મ 'ઝુંડ'માં મહાન અભિનેતા અમિતાભ બચ્ચન સાથે કામ કરીને ઓળખ બનાવનાર યુવા અભિનેતા પ્રિયાંશુ ઉર્ફ બાબુ રવિ સિંહ છેત્રી ની નિર્દયતાથી હત્યા થતાં મનોરંજન જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. માત્ર 21 વર્ષની વયે જ તેમનો દર્દનાક અંત આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રિયાંશુના એક નજીકના મિત્રએ જ તેમની હત્યા કરી હતી. આરોપીએ પહેલા તેમને પ્લાસ્ટિકના તારથી બાંધ્યા, પછી ગળું કાપીને અને પથ્થરથી ચહેરો કચડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 8 ઑક્ટોબર 2025ની સવારે નાગપુરના જરીપટકા પોલીસ સ્ટેશન વિસ્તારના નારા વિસ્તારમાં બની હતી.પ્રિયાંશુ મંગળવારે રાત્રે તેના મિત્ર ધ્રુવ લાલ બહાદુર સાહૂ (20) સાથે શરાબ પીવા માટે એક ખાલી મકાનમાં ગયો હતો. બંને ગાઢ મિત્રો હોવાનું કહેવાય છે.
View this post on Instagram
બંને વચ્ચે વિવાદ વધતા કરી હત્યા (Jhund Actor Priyanshu Murder)
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નશાની હાલતમાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. વિવાદ વધતા ધ્રુવે ગુસ્સામાં આવીને જ્યારે પ્રિયાંશુ સૂતો હતો, ત્યારે અચાનક ઉઠીને તેને પ્લાસ્ટિકના વાયરથી બાંધી દીધો. ત્યારબાદ તેણે ધારદાર હથિયાર વડે પ્રિયાંશુ પર હુમલો કર્યો અને તેનો ચહેરો પથ્થરથી કચડી નાખ્યો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. સ્થાનિક લોકોએ ચીસો સાંભળીને પોલીસને જાણ કરી હતી.
મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળ્યો (Jhund Actor Priyanshu Murder)
પોલીસને પ્રિયાંશુનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં અને પ્લાસ્ટિકના વાયરોથી બંધાયેલો મળ્યો હતો. તેમને તાત્કાલિક મેયો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી ધ્રુવ સાહૂની ધરપકડ કરી લીધી છે.
પ્રારંભિક તપાસ: અંગત અદાવત કે નશાનો વિવાદ?
પ્રારંભિક તપાસમાં પોલીસે જણાવ્યું છે કે આ મામલો આપસી રંજિશ અને શરાબના નશામાં થયેલા વિવાદનો હોવાનું જણાય છે. જોકે, ઝઘડાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 'ઝુંડ' ફિલ્મમાં તેમની સાદગીભરી એક્ટિંગથી દર્શકોના દિલ જીતનાર પ્રિયાંશુના આ ક્રૂર અંતથી તેમના પ્રશંસકો અને ફિલ્મ જગતના સાથીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. માત્ર 21 વર્ષની ઉંમરે એક મિત્ર આટલો નિર્દય કેવી રીતે બની શકે, તે સવાલ આ ઘટના પાછળ છોડી જાય છે.
આ પણ વાંચો : "હું ભગવાનના ઘરે જવા માંગુ છું," પ્રેમાનંદ મહારાજે આવું કેમ કહ્યું? એલ્વિશ યાદવને જાહેરમાં કર્યા પ્રશ્ન


