John Abraham divorce: જોન અબ્રાહમ અને પ્રિયાના છૂટાછેડા? 11 વર્ષનું લગ્નજીવન સમાપ્ત?
- બોલીવુડના પાવર કપલના સબંધોમાં તિરાડ (John Abraham divorce)
- જ્હોન અબ્રાહમ અને પ્રિયા રુંચલ લેશે છૂટાછેડા
- ગંભીર મુદ્દા અંગે મતભેદને કારણે લઈ શકે છે નિર્ણય
- જ્હોન અને પ્રિયાના 2014માં જ થયા હતા લગ્ન
John Abraham divorce : બોલીવુડના એક પાવર કપલ, અભિનેતા જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 11 વર્ષના લગ્નજીવન પછી, બંને અલગ થવાનો નિર્ણય લઈ શકે છે. બંનેએ 2014 માં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા, ત્યારબાદ જ્હોને ગયા વર્ષે તેમની વર્ષગાંઠ પર પ્રિયા સાથે કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી હતી.
આ અહેવાલોનો આધાર કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને એક જૂનો ઇન્ટરવ્યુ હોવાનું કહેવાય છે. એક રિપોર્ટમાં જોન અબ્રાહમના એક કથિત નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે તે અને તેની પત્ની પરિવારનો વિસ્તાર કરવા માંગે છે, પરંતુ હવે તે શક્ય લાગતું નથી. જોકે, આ દાવાઓની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
પ્રિયા રૂંચલ કોણ છે?
જોનની પત્ની પ્રિયા રૂંચલ વ્યવસાયે ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે. તે જોનના પ્રોડક્શન હાઉસનું સંચાલન પણ સંભાળે છે અને તેની ફૂટબોલ ટીમ નોર્થઈસ્ટ યુનાઇટેડ એફસીની ચેરપર્સન પણ છે. બંને એક જીમમાં મળ્યા હતા, જ્યાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.
View this post on Instagram
નોંધનીય છે કે પ્રિયા સાથે લગ્ન કરતા પહેલા, જોન અબ્રાહમનો અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગભગ 9 વર્ષ સુધી સંબંધ હતો. કેટલાક અહેવાલો અનુસાર, જોન અને પ્રિયા બિપાશા સાથેના સંબંધમાં હતા ત્યારે નજીક આવ્યા હતા, ત્યારબાદ તેઓ તૂટી ગયા અને જોને પ્રિયા સાથે લગ્ન કરી લીધા.
શું ખરેખર સંબંધમાં બધું બરાબર નથી?
જોન અબ્રાહમ અને પ્રિયાના છૂટાછેડાના સમાચાર પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કેટલાક અહેવાલો કહે છે કે બંને વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ગંભીર મતભેદો છે, જેના કારણે તેઓ અલગ થવાનું વિચારી રહ્યા છે. જો કે, જ્યાં સુધી જોન અબ્રાહમ કે પ્રિયા રૂંચલ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ ન થાય ત્યાં સુધી, આ અહેવાલોને ફક્ત અફવાઓ માનવી જોઈએ.
આ પણ વાંચો : લોન ન ચૂકવી શક્યો તો પત્નીએ છોડ્યો સાથ, હવે રાજૂની લાઈફ પર બની રહી છે ફિલ્મ


