Jolly LLB 3 રિલીઝ પહેલા હાઈકોર્ટમાં અટવાઈ, ફિલ્મનો મુખ્ય વિષય જ બન્યો અડચણ
- Jolly LLB 3 રિલીઝ પહેલા હાઈકોર્ટમાં અટવાઈ
- ફિલ્મનો મુખ્ય વિષય જ બન્યો અડચણરુપ
- પટના હાઈકોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરાઈ
Jolly LLB 3 : બોલિવૂડમાં અત્યારે ફ્રેન્ચાઈઝ ફિલ્મોની ભરમાર જોવા મળી રહી છે. આવી જ એક ફ્રેન્ચાઈઝ છે જોલી એલએલબી. આ ફ્રેન્ચાઈઝની 2 ફિલ્મો સફળ રહી છે. હવે આ ફ્રેન્ચાઈઝની 3જી ફિલ્મ બોક્ષ ઓફિસ હિટ માટે તૈયાર છે. આ ફિલ્મમાં છેલ્લી બંને ફિલ્મના સ્ટાર અક્ષય કુમાર અને અરશદ વારસી તેમજ પોપ્યુલર એક્ટર સૌરભ શુકલા જોવા મળવાના છે. આ ફ્રેન્ચાઈઝની મુખ્ય કથાવસ્તુ હંમેશા કાયદાની આંટાઘુંટી પર આધારિત હોય છે. જો કે આ કથાવસ્તુ જ અત્યારે ફિલ્મ માટે અડચણ બની રહ્યો છે.
Jolly LLB 3 વિરુદ્ધ પટના હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ
Jolly LLB 3 વિરુદ્ધ એડવોકેટ નીરજ કુમારે બિહારની પટના હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. જેમાં ફિલ્મ જોલી એલએલબી-3 ના ગીતો અને પ્રમોશનલ સામગ્રી પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં ન્યાયતંત્ર અને કાનૂની વ્યવસાયને અપમાનજનક અને તિરસ્કારજનક રીતે દર્શાવવામાં આવ્યો છે. આ વકીલો અને સમગ્ર ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યું છે. અરજદારે તાજેતરમાં રિલીઝ થયેલા ગીત "મેરા ભાઈ વકીલ....." અને ફિલ્મના ટ્રેલરને વિવાદનું મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, આ સામગ્રીમાં કાનૂની વ્યવસાયને હાસ્યાસ્પદ રીતે દર્શાવવામાં આવ્યો છે. આ માત્ર વકીલોની પ્રતિષ્ઠાને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ લોકોમાં ન્યાયતંત્રની છબીને પણ કલંકિત કરે છે.
આ પણ વાંચોઃ Bigg Boss19 ની આ કંટેસ્ટેંટ ઘરમાં લઈ ગઈ 800થી વધુ સાડીઓ, હવે થઈ રહી છે ટ્રોલ
પીઆઈએલમાં કરાયેલ માંગણીઓ
અરજીમાં હાઈકોર્ટ પાસેથી માંગ કરવામાં આવી હતી કે, વિવાદાસ્પદ ગીત અને ટ્રેલર પર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવે. ઉપરાંત ફિલ્મ નિર્માતાઓને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને બિહાર સ્ટેટ બાર કાઉન્સિલ પાસેથી પરવાનગી લઈને જરૂરી એડિટિંગ કરવાનો નિર્દેશ આપવો જોઈએ. માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્સર બોર્ડ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, બિહાર સ્ટેટ બાર કાઉન્સિલ, સ્ટાર સ્ટુડિયો 18 અને કાંગડા ટોકીઝને અરજીમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ મામલો હાઈકોર્ટ માટે મહત્વપૂર્ણ બની ગયો છે કારણ કે તેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ વ્યવસાયની ગરિમાનો પ્રશ્ન સામેલ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ Jolly LLB 3 ની રિલીઝ 19 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે હાઈકોર્ટમાં આ પીઆઈએલને કારણે રિલીઝ તારીખ પાછી લંબાવાય તેવી શક્યતાઓ છે.
Jolly LLB 3 Gujarat First-28-08-2025----
આ પણ વાંચોઃ Ganesh Chaturthi Celebration : સલમાન ખાનના ઘેર ગણેશ ઉત્સવ, જુઓ પૂજાનો વાયરલ વીડિયો
VIDEO | Livid with the way advocates are portrayed in the movie Jolly LLB 3, advocate AP Singh demands banning of the movie by saying it is demeaning the profession.
He says, "The advocates from all across the world are protesting against Jolly LLB 3. This is a joke on… pic.twitter.com/1TBalRVbYE
— Press Trust of India (@PTI_News) August 26, 2025


